Ahmedabad Rain: હવામાન વિભાગની ભારે આગાહી વચ્ચે ગઇકાલે રાત્રે અમદાવાદમાં ભારે વરસાદ ખાબક્યો, આ દરમિયાન ઠેર ઠેર પાણી ભરાવવાના અને ટ્રાફિકના જામના દ્રશ્યો સર્જાયા હતા, કેટલાય લોકોને પોતાની ગાડીમાં હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. વરસાદનું પાણી લોકોની ગાડીઓમાં ઘૂસી ગયુ હતુ અને આ કારણે ગાડીઓમાં ખરાબી આવી ગઇ હતી, હવે આ આજે મોટુ અપડેટ સામે આવ્યુ છે. અમદાવાદમાં મોટાભાગના વ્હીકલ ગેરેજ ફૂલ પેક થઇ ગયા છે. 
  
મળતી માહિતી પ્રમાણે, શનિવારે અમદાવાદમાં પડેલા ભારે વરસાદના કારણે આજે શહેરના મોટાભાગના વ્હીકલ રિપેરિંગ ગેરેજ ફૂલ પેક થઇ ગયા છે. રેગ્યૂલલ દિવસોમાં જે ટ્રાફિક ગેરેજમાં જોવા મળે છે, તેના કરતાં આજે 70 ટકા વધુ છે, 70 ટકા વાહનો ગેરેજમાં રિપેરિંગમાં પહોંચ્યા છે. કેટલાય વાહનોના પ્લગમાં પાણી ભરાઇ હતા, અને કેટલીય ગાડીઓના તો એન્જિન જ ઠપ્પ થઇ ગયા હતા, વારંવાર શહેરમાં ભરાતાં વરસાદી પાણીથી શહેરીજનોમાં તંત્ર સામે રોષ ફેલાયો છે.




લોકોનું કહેવું છે કે, 6 થી 1.30 વાગ્યા સુધી વરસાદમાં એકપણ નેતા ક્યાંય ફરક્યા નથી, ક્યાંય ના દેખાતા લોકો ગુસ્સે ભરાયા છે, આક્ષેપો છે કે, ઉંચા-ઉંચા બાંધકામ કરીને તળાવની જગ્યા પુરી નાખવામાં આવી છે, હાલમાં શહેરમાં પાણીના નિકાલની માટે કોઇ યોગ્ય વ્યવસ્થા પણ નથી. શહેરના વિકાસ સામે વાંધો નથી પણ જો મેટ્રૉ જમીનની નીચે દોડાવી શકાતી હોય તો ડ્રેનેજની લાઈન કેમ ના નાખી શકો ? સ્થાનિકોનું કહેવુ છે કે, આવા કપરાં સમયમાં કોઇ નેતા મદદ આવ્યા નથી પરંતુ લોકોએ એકબીજાની મદદ કરી છે.






 


ટ્રાફિક અને વરસાદની વચ્ચે 108 એમ્બ્યૂલન્સની પ્રસંશનીય કામગીરી


ગઇકાલે રાત્રે અમદાવાદમાં ભારે વરસાદ તૂટી પડ્યો હતો, ઠેર ઠેર અનરાધાર વરસાદના કારણે પાણી ભરાઇ ગયા હતા, માહિતી પ્રમાણે, અમદાવાદના જુદાજુદા વિસ્તારોમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો, આ દરમિયાન અમદાવાદમાં ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા, પરંતુ આ બધાની વચ્ચે એક દ્રશ્ય એવું જોવા મળ્યુ જેને બધાના દિલ જીતી લીધા હતા. ખરેખરમાં, ગઇરાત્રે 108 એમ્બ્યૂલન્સે મેઘાણીનગરમાં એક પ્રસંશનીય કામગીરી નિભાવી હતી. મેઘાણીનગરમાં વરસાદના કારણે પાણી ભરાઇ ગયા હતા અને ઠેર ઠેર ટ્રાફિક જામ થયો હતો, આ દરમિયાન એક સગર્ભા મહિલાને લઇને જતી પ્રાઇવેટ ગાડી ટ્રાફિકમાં ફસાઇ અને ત્યાં અચાનક બંધ પડી ગઇ હતી, ગાડી બંધ પડી જતાં સગર્ભા મહિલાને હૉસ્પીટલ પહોંચાડવી મુશ્કેલ બની ગયુ હતુ, આ દરમિયાન આટલી વિકટ પરિસ્થિતિમાં પણ 108 એમ્બ્યૂલન્સે તાત્કાલિક ધોરણે સગર્ભા મહિલા દર્દીને સ્પાઇન બૉર્ડમાં લઇને ત્યાંથી એમ્બ્યૂલન્સ મારફતે સહી સલામત સિવિલ હૉસ્પીટલ પહોંચાડી હતી. 108 એમ્બ્યૂલન્સની આ કામગીરીએ બધાના દિલ જીતી લીધા હતા. 




સાંજના સમયે 8.42 વાગ્યાની આસપાસ મેન્ટલ બારી કલાપીનગર મેઘાણીનગર ખાતે એક સગર્ભા મહિલાને તેમની પ્રાઇવેટ ગાડીમાં લઇ જતા હતા તે દરમિયાન ત્યાં તેમની ગાડી ચાલુ વરસાદ અને પાણીમાં બંધ થઈ જતા ત્યાં ૧૦૮માં કૉલ કર્યો હતો, અને તાત્કાલિક ધોરણે મેઘાણીનગરની એમ્બ્યૂલન્સ ત્યાં પહોંચી અને આવી વિકટ પરિસ્થિતિમાં પેશન્ટને તાત્કાલિક સ્પાઈન બોર્ડમાં લઈને એમ્બ્યૂલન્સમાં નજીકની સિવિલ ૧૨૦૦ બેડ હૉસ્પીટલમાં સારવાર ખાતે સહી સલામત પહોંચાડવામાં આવી હતી.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial