અમદાવાદના રામોલ-ગાતરાડ રોડ પર આવેલી એક ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ થયો અને આગ ફાટી નીકળી. આ ઘટનામાં 8 લોકોના મોત થયા અને 10 થી વધુ શ્રમિકો દાઝી ગયા.
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
ગાતરાડ રોડ પર મેહુલ ડોડિયાની ફેક્ટરીમાં ધડાકા સાથે ભીષણ આગ; 90% દાઝી ગયેલા શ્રમિકોને LG હોસ્પિટલ ખસેડાયા, RAF જવાનોએ 8 મૃતદેહો બહાર કાઢ્યા.

- અમદાવાદની ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ, આઠના મોત, દસ ઈજાગ્રસ્ત.
- RAF જવાનોએ જીવના જોખમે આઠ મૃતદેહો બહાર કાઢ્યા.
- દસથી વધુ શ્રમિકો ગંભીર દાઝી, LG હોસ્પિટલમાં ખસેડાયા.
- ફાયર વિભાગે યુદ્ધના ધોરણે આગ બુઝાવવાની કામગીરી કરી.
Ahmedabad factory blast: અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલી એક ફટાકડા ફેક્ટરીમાં બપોરના સમયે એક ગોઝારી ઘટના બની છે. રામોલ-ગાતરાડ રોડ પર ટેલેન્ટ સ્કૂલની સામે મહેમુદપુરામાં આવેલી આ ખુલ્લી ફેક્ટરીમાં અચાનક જ એક પ્રચંડ બ્લાસ્ટ થયો હતો, જેના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ કરુણ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે 10 થી વધુ શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા છે. બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે તેનો અવાજ 1 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો, જેના કારણે આસપાસના લોકોમાં ભારે દહેશત ફેલાઈ ગઈ હતી.
RAF જવાનોએ દેખાડી તત્પરતા
મળતી માહિતી મુજબ, આ ફટાકડાની ફેક્ટરી મેહુલ ડોડિયા નામનો વ્યક્તિ ચલાવતો હતો. બપોરે 3:30 વાગ્યાની આસપાસ આગ લાગ્યાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો. જોકે, ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ નજીકના વસ્ત્રાલ RAF (રેપિડ એક્શન ફોર્સ) કેમ્પના જવાનો તાત્કાલિક ત્યાં દોડી ગયા હતા. RAF ના જવાનોએ જીવના જોખમે આગમાંથી 8 અજાણ્યા મૃતદેહો બહાર કાઢવાની હિંમતભરી કામગીરી કરી હતી. અત્યંત દુઃખદ વાત એ છે કે, પ્રાથમિક અહેવાલો મુજબ આ મૃતકોમાં બાળકો હોવાની પણ આશંકા સેવાઈ રહી છે.
ઈજાગ્રસ્તોની હાલત ગંભીર
આ બ્લાસ્ટ અને ત્યારબાદ લાગેલી આગમાં ફેક્ટરીમાં કામ કરતા 10 થી વધુ શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ તમામ લોકો 90 ટકાથી વધુ દાઝી ગયા હોવાની માહિતી મળી છે. ઘટનાસ્થળે પહોંચેલી 108 એમ્બ્યુલન્સ મારફતે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક વધુ સારવાર માટે એલજી (LG) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરોની ટીમ તેમને બચાવવાના પ્રયાસો કરી રહી છે.
આ પણ વાંચોઃ તમિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 20 લોકોના કમકમાટીભર્યા મોત
ફાયર વિભાગની કામગીરી યુદ્ધના ધોરણે
આગની ગંભીરતાને જોતા ચીફ ફાયર ઓફિસર અને એડિશનલ ચીફ ફાયર ઓફિસર સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગે 1 મિની ફાઈટર, 20 કિ.લી. ક્ષમતાના 2 વોટર બોઝર, 2 બોલેરો (RIV) અને 1 એમ્બ્યુલન્સ સહિતના વાહનો કામે લગાડ્યા હતા. હાલમાં ફાયરના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગને સંપૂર્ણપણે ઓલવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
આ પણ વાંચોઃ પહેલા MP અને હવે APની ફટાકડા ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ, 8 કામદારોના મોત
Frequently Asked Questions
અમદાવાદના રામોલ વિસ્તારમાં શું દુર્ઘટના બની?
આ દુર્ઘટનામાં કેટલા લોકોના મોત થયા છે અને કેટલા ઘાયલ થયા છે?
આ કરુણ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 10 થી વધુ શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા છે, જેમની હાલત ગંભીર છે.
આ ફટાકડા ફેક્ટરી કોણ ચલાવતું હતું?
મળતી માહિતી મુજબ, આ ફટાકડાની ફેક્ટરી મેહુલ ડોડિયા નામનો વ્યક્તિ ચલાવતો હતો.
આગ લાગ્યા બાદ સૌપ્રથમ મદદ માટે કોણ પહોંચ્યું હતું?
ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં, નજીકના વસ્ત્રાલ RAF કેમ્પના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. RAF જવાનોએ જીવના જોખમે 8 મૃતદેહો બહાર કાઢ્યા હતા.






















