અમદાવાદમાં એક બાજુ કોરોના કાળ બનીને તાંડવ મચાવી રહ્યો છે. માત્ર 24 કલાકમાં હજારોની સંખ્ચામાં નવા કેસ નોંધાઇ રહ્યાં છે... તો બીજી બાજુ AMCની અમાનીવીય વલણના કારણે દર્દીની પરેશાની વધી રહી છે. AMCએ ખાનગી હોસ્પિટલને રેમડેસિવિર આપવાનું અચાનક જ બંધ કરી દીધું છે.
અમદાવાદમાં એક બાજુ કોરોના કાળ બનીને તાંડવ મચાવી રહ્યો છે. માત્ર 24 કલાકમાં હજારોની સંખ્ચામાં નવા કેસ નોંધાઇ રહ્યાં છે... તો બીજી બાજુ AMCની અમાનીવીય વલણના કારણે દર્દીની પરેશાની વધી રહી છે. AMCએ ખાનગી હોસ્પિટલને રેમડેસિવિર આપવાનું અચાનક જ બંધ કરી દીધું છે.
કોરોનાની મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. અમદાવાદ સૌથી વધુ રાજ્યનું કોરોના સંક્રમિત શહેર છે. આ સ્થિતિમાં કોર્પોરેશના તઘલખી નિર્ણયના કારણે લોકોને પડ્યા પર પાટા જેવી સ્થતિ સર્જાઇ છે. AMCએ ખાનગી હોસ્પિટલ્સને રેમડેસિવિર આપવાની ના પાડી દીધી છે. આ સ્થિતિમાં દર્દીની હાલત વધુ કફોડી બની છે.
કોરોનાના કેસ વધતાં અમદાવાની કોઇ હોસ્પિટલમાં જગ્યા નથી... આ સ્થિતિમાં ખાનગી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. અહીં ગંભીર દર્દીઓ માટે રેમડેસિવિર ઇંજેકશન તબીબ પ્રિસ્ક્રાઇબ કરે છે પરંતુ આવા કપરા સમયે AMCએ પણ રેમડેસિવિર ઇંજેકશન પ્રાઇવેટને ન આપવા માટેનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનિય છે કે અમદાવામાં 150થી વધુ કોવિડની ડેઝિગ્નેટેડ હોસ્પિટલ છે. આ તમામ હોસ્પિટલ રેમેડેસિવિરને માટે કોર્પરેશન પર આધારિત હતી. હવે AMCએ રેમડેસિવિર ઇંજેકશન પ્રાઇવેટ હોસ્પિટલમાં ન આપવાની જાહેરાત કરતા ખાનગી હોસ્પિટલના ડોક્ટર્સ અને તેના દર્દી મૂંઝાયા છે..
AMCના આ નિર્ણયના કારણે દર્દીઓને રેમડેસિવિર ઇંજેકશન ન મળતાં દર્દીઓ રોષ સાથે લાચારીની લાગણી અનુભવી રહ્યાં છે. અમદાવાદમાં એક બાજુ કોરોનાને ગંભીર સ્થિતિ છે તો બીજી તરફ તંત્રના અમાનવીય અને અસંવેદશીલ અવિચારી નિર્ણયના કારણે દર્દીની અવદશા થઇ રહી છે. અમદાવાદમાં સરકારી કોવિડ સેન્ટર તો શરૂ થયા પરતું અહીં પણ 108માં આવતા જ દર્દીને સારવાર મળતી હોવાથી દર્દીની મુશ્કેલી દિનપ્રતિદિન વધી રહી છે. એક બાજુ 108 એમ્બ્યુલન્સ માટે પણ વેઇટિંગ છે. તો આ સ્થિતિમાં જાય તો જાય ક્યાં એવી સ્થિતિ સર્જાઇ છે.