Ahmedabad Typhoid News: પાટનગર ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસોમાં અચાનક ઉછાળો આવ્યા બાદ હવે મેગા-સિટી અમદાવાદનું તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના આરોગ્ય વિભાગે શહેરીજનોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે. દક્ષિણ અને પૂર્વ ઝોનમાં ડ્રેનેજની ફરિયાદોને આધારે શહેરના 26 વિસ્તારોને 'હાઈ-રિસ્ક ઝોન' (High Risk Zones) માં મૂકવામાં આવ્યા છે.

Continues below advertisement

જો તમે આ વિસ્તારોમાં રહો છો, તો તમારે હવે પાણી અને ખોરાક બાબતે વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે.

અમદાવાદના કયા 26 વિસ્તારો 'હાઈ-રિસ્ક ઝોન'માં?

Continues below advertisement

આરોગ્ય વિભાગે જે વિસ્તારોમાં ડ્રેનેજ અને પીવાના પાણી મિક્સ થવાની ફરિયાદો વધુ છે, તેને રેડ ઝોનમાં મૂક્યા છે. જેમાં મુખ્યત્વે નીચેના વિસ્તારોનો સમાવેશ થાય છે:

  • મધ્ય ઝોન (Central Zone): જમાલપુર, ખાડિયા, બહેરામપુરા, દાણીલીમડા, દરિયાપુર.

  • પૂર્વ ઝોન (East Zone): ગોમતીપુર, રખિયાલ, સરસપુર.

  • દક્ષિણ ઝોન (South Zone): લાંભા, મણિનગર, ખોખરા.

આ વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો ફેલાવાની શક્યતા સૌથી વધુ હોવાથી ત્યાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

પાણીપુરી પર તવાઈ: 400 કિલો બટાકા અને અખાદ્ય પાણીનો નાશ

ટાઈફોઈડ અને કોલેરા જેવા રોગો દૂષિત પાણી અને ખોરાકથી ફેલાય છે. તેથી AMC એ શહેરભરમાં પાણીપુરીના લારી-ગલ્લા અને એકમો પર દરોડા પાડ્યા છે.

  • મંગળવારે કરેલી કાર્યવાહી: આરોગ્ય વિભાગે ચેકિંગ દરમિયાન 300 લિટર અખાદ્ય પાણી અને 400 કિલો વાસી બટાકા નો નાશ કર્યો છે.

  • બરફ ફેક્ટરીઓ પર વોચ: હવે પાણીના જગ અને બરફની ફેક્ટરીઓમાં પણ ચેકિંગ કરવામાં આવશે જેથી દૂષિત પાણીનું વેચાણ અટકાવી શકાય.

  • તમામ ખાદ્ય એકમો પર કાયમી તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

ડિસેમ્બરમાં રોગચાળાના આંકડા અને એક્શન પ્લાન

ભલે તંત્ર હાલમાં સ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો કરી રહ્યું હોય, પરંતુ આંકડા કંઈક અલગ જ કહી રહ્યા છે. ડિસેમ્બર માસ દરમિયાન શહેરમાં નોંધાયેલા કેસ:

  • ટાઈફોઈડ: 180 કેસ

  • ઝાડા-ઉલ્ટી: 239 કેસ

  • કમળો: 149 કેસ

રોગચાળો ડામવા માટે છેલ્લા એક મહિનામાં 6000 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને 40,000 ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે. ડ્રેનેજ વિભાગને પણ લાઈન લીકેજ તાત્કાલિક રીપેર કરવાના કડક આદેશ અપાયા છે.

નાગરિકો માટે સલાહ: આ લક્ષણો દેખાય તો ચેતજો

AMC ના આરોગ્ય વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે જો તમને અથવા પરિવારમાં કોઈને નીચે મુજબના લક્ષણો જણાય તો જાતે દવા લેવાને બદલે ડોક્ટરનો સંપર્ક કરવો:

  1. ઝીણો તાવ આવવો અને ઉતરવો નહીં.

  2. શરીરમાં સતત દુખાવો રહેવો.

  3. પેટમાં દુખાવો કે ભૂખ ન લાગવી.