Ahmedabad: રથયાત્રા પહેલા અમદાવાદ પોલીસ એક્શન મૉડમાં આવી ગઇ છે. પોલીસે વહેલી સવારે પરોઢીયે તડીપાર અસામાજિક તત્વોને ઉંઘતા દબોચી લીધા છે.
રથયાત્રામાં સુરક્ષાને ધ્યાનમાં લઇને પોલીસે જબરદસ્ત એક્શન લેવાની શરૂઆત કરી દીધી છે. અમદાવાદ ઝૉન 5 પોલીસ દ્વારા તડીપાર અસામાજિક તત્વો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. રથયાત્રા પૂર્વે આજે વહેલી પરોઢે ઝૉન 5 વિસ્તારમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં ઝૉનના તમામ પોલીસ સ્ટેશનના pi તથા psi ની સંયુકત ટીમ દ્વારા તડીપાર અસામાજિક તત્વો પર કૉમ્બિંગ કરવામાં આવ્યુ હતુ. આ સાથે જ મોટી સંખ્યામાં તડીપાર કરેલા અસામાજિક તત્વો ને પરોઢિયે જ ઊંઘમાંથી જ દબોચી લેવામાં આવ્યા
Ahmedabad: અમદાવાદમાં યોજાનાર ભગવાન જગન્નાથ રથયાત્રાને લઈને આવ્યા મોટા સમાચાર, ઈતિહાસમાં પહેલીવાર બનશે આ ઘટના
અમદાવાદ: ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કારણ કે, આ વખતે અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રા કંઈક અનોખી હશે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા રથયાત્રાના રૂટનું થ્રીડી મેપિગ કરાવવામાં આવશે. સમગ્ર રૂટ, રૂટ પર આવતા ધાબા વગેરે લોકેશનનું થ્રીડી મેપીંગ કરાશે. ઇતિહાસમાં પ્રથમ વખત રથયાત્રાનું ડોક્યુમેન્ટેશન કરાશે.
તમને જણાવી દઈએ કે, રથયાત્રા દરમિયાન રાજ્યની પોલીસનો સૌથી મોટો બંદોબસ્ત હોય છે. ખાનગી એજન્સી અથવા શૈક્ષણિક સંસ્થા પાસે ડોક્યુમેન્ટેશન કરાવાશે. મંગળવારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે હર્ષ સંઘવીએ બેઠક કરી હતી. નોંધનીય છે કે, પુરીની જેમ અમદાવાદમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રામાં લાખોની સંખ્યામાં લોકો ભાગ લેશે.
જો કોઇ હિન્દુ દીકરાનો કે સાધુ સંતનો વિરોધ કરશે તો જોયા જેવી થાશે
બાબા બાગેશ્વર મુદ્દે કરણી સેના મેદાનમાં આવી છે, છેલ્લા કેટલાક દિવસોથી બાબા બાગેશ્વરની દિવ્ય દરબારને લઇને ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે કરણી સેનાએ ઝંપલાવ્યુ છે. કરણી સેનાએ બાબા બાગેશ્વરનો ખુલ્લેઆમ બચાવ કર્યો છે, અને તેમની સુરક્ષામાં ખડે પગે રહેવાની રણનીતિ ગોઠવી છે.
રાજકોટમાં બાબા બાગેશ્વરને લઈને રાજપૂત કરણી સેના હવે મેદાનમાં આવી ગઇ છે. કરણી સેનાના સૌરાષ્ટ્રના પ્રમુખ કૃષ્ણસિંહ જાડેજાએ નિવેદન આપ્યુ છે કે, જો કોઈ હિન્દુના દીકરાનો કે સાધુ સંતનો વિરોધ કરશે તો જોયા જેવી થશે, આગામી 1લી અને 2જી જૂનના રોજ બાબા બાગેશ્વર રાજકોટ આવશે ત્યારે કરણી સેના ખડે પગે રહેશે. કરણી સેનાએ કહ્યું - અમે પણ સનાતન ધર્મમાં માનીએ છીએ, અને જો બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ કરવામાં આવશે તો જોયા જેવી થશે. કરણી સેનાએ તેમના કાર્યક્રમને લઈને રણનીતિ ગોઠવી છે. તેમને કહ્યું કે, હિન્દુના દીકરાનો કોઈ વિરોધ કરશે તો જોયા જેવી થશે.