અમદાવાદ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસે આવી રહ્યાં છે તેમાં પણ ગુજરાતની મુલાકાત લેવાના છે. ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પહેલાં અમદાવાદને દુલ્હની જેમ શણગારવામાં આવ્યું છે. જેમાં એરપોર્ટ અને મોટેરા સ્ટેડિયમ સહિતના વિસ્તારનો રોશનીથી શણગારાયા છે. જોકે આજે સવારે મોટેરા સ્ટેડિયમની બહાર જે વીવીઆઈપી ગેટ બનાવવામાં આવ્યો હતો તે જ ગેટ તુટી ગયો છે.

આજે સવારે અમદાવાદના મોટેરા સ્ટેડિયમની બહારનો વીવીઆઈપી ગેટ તુટી ગયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીની જે ગેટમાંથી પસાર થવાના હતા તે જ વીવીઆઈપી ગેટ તુટી ગયો હતો. ગેટ પડતાં જ લોકોમાં દોડધામ મચી ગઈ હતી.

ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીના આગમને પહેલાં જ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ પાસે ગેટ ધરાશાઈ થયો હતો. વીવીઆઈપી ગેટ તુટી ગયો હતો. ગેટ તુટતાં જ અધિકારીઓ સહિતમાં દોડધામ મચી ગઈ હતી. હંગામી ધોરણે તૈયાર કરવામાં આવેલ ગેટ નંબર 3 ધરાશાયી થયો હતો.