અમદાવાદ : અમદાવાદ શહેરના ઝોન- 6 ના નવનિયુક્ત ડીસીપી ભગીરથ ગઢવી અને એસીપી યુવરાજસિંહ ગોહિલે વહેલી સવારે એક ઓપરેશનનું આયોજન કર્યું હતું. આ ઓપરેશન અંતગર્ત વહેલી સવારે 3:00 થી 6 ની વચ્ચે વટવા ચાર માળિયા વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કે ભૂતકાળમાં સંકળાયેલા વ્યક્તિઓના ઘરનું અને તેમના વાહનોનું ડિટેલમાં સર્ચ કરવામાં આવ્યું હતું.
100 જેટલા આરોપીઓના ઘર તેમજ વાહનો ચેક કરાયા
આ તમામ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જ્યારે ઊંઘમાં હતા ત્યારે સમગ્ર ઝોન-6ની ટીમ કે જેમાં 1 DCP, 1 ACP, 10 PI, 15 PSI, 250 પોલીસ જવાન તથા 50 હોમગાર્ડના જવાન પ્લાનિંગ સાથે સમગ્ર ચાર માળિયા વિસ્તારને કોર્ડન કરી એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી જાણીતા ગુનેગારો બુટલેગરો ndps તથા શરીર સંબંધી ગુના કરવાની ટેવ વાળા કુલ 100 જેટલા આરોપીઓને તેમના ઘરને અને તેમના વાહનોને જુદી જુદી ટીમ મારફતે ચેક કરવામાં આવ્યા હતા.
આ ઓપરેશનમાં ત્રણ ડ્રોન, બોડી કેમેરા, હથિયારો, વાહનો તથા લાઠી હેલ્મેટ સાથે તમામ અધિકારીઓ અને જવાનો સજ્જ હતા. પોકેટ કોપ માધ્યમથી પાર્ક કરેલા તમામ વાહનો પણ ચેક કરવામાં આવ્યા હતા. અમદાવાદ પોલીસ ઝોન -6 દ્વારા કરવામાં આવેલા આપરેશન 'નોક નોક' ને લઈ ગુનાહિત પ્રવૃતિઓ સાથે સંકળાયેલા લોકોમાં રીતસરનો ફફડાટ છે.
● હથિયારના કેસ 7● ગેરકાયદેસર મકાન કબજો કરીને રહેતા હોય તેવા કેસ- 7● તડીપાર વ્યક્તિ ઉપર જીપીએકટ 142 મુજબ કેસ -1● 400 જેટલા વાહનો પોકેટ કોપના માધ્યમથી ચેક કરવામાં આવ્યા જેમાંથી શંકાસ્પદ 3 વાહનોને કબજે કરવામાં આવ્યા● પ્રોહિબિશનના કેસ● 70 ટાવરો તથા તેના ધાબા ચેક કરવામાં આવ્યા જેમાં આશરે 100 જેટલા ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોના ઘર અને વાહનો ચેક કરવામાં આવ્યા
ઝોન-6 પોલીસની આ કામગીરીથી ગુનેગારોમા ફફડાટ
વહેલી સવારે 3:00 થી 6:00 દરમિયાનની પોલીસની આ કામગીરીથી ગુનેગારોમા ફફડાટ ફેલાયો હતો. આ ઓપરેશનથી પોલીસ એક જ સંદેશો આપવા માંગે છે કે તમામ અસામાજિક તત્વોના દરવાજા ઉપર કોઈ પણ સમયે પોલીસનું "નોક નોક " થઈ શકે છે, પછી તે સવાર હોય ,બપોર હોય, સાંજ હોય કે રાત. અમદાવાદ ઝોન-6 પોલીસની આ સરાહનિય કામગીરીને પગલે ગુનાહિત ઈતિહાસ ધરાવતા, બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.