Gujarat Rain: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી અનુસાર રાજ્યમાં હાલ ચાલી રહેલા વરસાદી માહોલ વચ્ચે આગામી દિવસોને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં હવે ધીરે ધીરે વરસાદનું જોર ઘટી રહ્યું છે, પરંતુ 28 જુલાઈથી ઓગસ્ટ મહિનાની શરૂઆત સુધીમાં ફરી એકવાર ગુજરાતમાં ભારે વરસાદી રાઉન્ડ આવવાની પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

Continues below advertisement

 

Continues below advertisement

રાજ્યમાં વરસાદનું જોર ઘટશે, પરંતુ ઝાપટાં ચાલુ રહેશેહવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 28 જુલાઈએ ગુજરાત પરથી હાલની વરસાદી સિસ્ટમ ઉત્તર તરફ ફંટાઈ જતાં રાજ્યમાં વરસાદનું જોર ઘણું ઘટી જશે. જોકે તે પહેલાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણાનો કેટલોક વિસ્તાર, અરવલ્લી અને સાબરકાંઠાના કેટલાક ભાગોમાં પવન સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે. આ ઉપરાંત મધ્ય ગુજરાત, કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ હળવાંથી ભારે વરસાદી ઝાપટાં ચાલુ રહેવાની શક્યતા છે.

આ પણ વાંચો...Gujarat Rain: રાજ્યમાં આજે અમદાવાદ સહિત 18 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, નર્મદા ડેમની સપાટીમાં વધારો

બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, 28 થી 30 જુલાઈ સુધી નવી આફત:બંગાળના ઉપસાગરમાં હાલ એક નવી લો-પ્રેશર સિસ્ટમ આકાર લઈ રહી છે. આ સિસ્ટમ મધ્યપ્રદેશના ભાગોમાં થઈને ગુજરાત તરફ આગળ વધશે, જેના કારણે રાજ્યમાં ફરી એકવાર ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. 28 થી 30 જુલાઈ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે.

ઓગસ્ટ મહિનામાં અણધાર્યો વરસાદ અને નવો રાઉન્ડ:અંબાલાલ પટેલના અનુમાન મુજબ ઓગસ્ટની શરૂઆત સુધીમાં રાજ્યમાં અણધાર્યો વરસાદ થઈ શકે છે. ઓગસ્ટના પ્રારંભથી લઈને 12 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જેના કારણે તાપી નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. ત્યારબાદ ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં એટલે કે 9 અને 10 ઓગસ્ટથી પણ રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે.

ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ

  • રેડ એલર્ટ (9 જિલ્લા): બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા અને સુરેન્દ્રનગર.
  • ઓરેન્જ એલર્ટ (18 જિલ્લા): અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ અને કચ્છ.

સરદાર સરોવર નર્મદા ડેમની વર્તમાન સ્થિતિ: નર્મદા ડેમમાં પાણીની આવક સતત થઈ રહી છે. આજે સવારે 9:00 વાગ્યાની વિગત મુજબ:

  • હાલની જળસપાટી: 128.38 મીટર (મહત્તમ સપાટી: 138.68 મીટર)
  • જળસંગ્રહ (સ્ટોરેજ): 69.25% (6550.81 MCM)
  • પાણીની આવક: 263 ક્યૂસેક
  • કુલ જાવક: 2405 ક્યૂસેક (નદીમાં 620 ક્યૂસેક અને કેનાલમાં 1785 ક્યૂસેક)
  • છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 11 સેન્ટીમીટરનો વધારો થયો છે.