AMC Budget 2026: અમદાવાદ મનપાનું ₹17,018 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, કોમનવેલ્થ ગેમ્સ માટે ખાસ જોગવાઇ
અમદાવાદ મહાનગરપાલિકાનું ₹17,018 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ આ ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું.
અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકાનું ₹17,018 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ આ ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. ગત વર્ષ કરતા બજેટની રકમમાં ત્રણ હજાર 17 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. 2030માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ માટે ખાસ જોગવાઇ કરાઇ છે. જાહેર પરિવહન 100% ઇલેક્ટ્રિક કરવા AMCનું આયોજન છે.
અમદાવાદ મહાનગરપાલિકાએ VS હોસ્પિટલ માટે સુધારા સાથેનું 212 કરોડ 87 લાખનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું. એમજે લાયબ્રેરીનું બજેટ વધારીને 18 કરોડ છ લાખ કરાયું છે. પુસ્તકાલયના ઓડિટોરિયમના નવીનીકરણ માટે 50 લાખની જોગવાઇ કરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં નવા 6 સ્પોર્ટ્સ કોમ્પેક્સ , 5 મીની સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ માટે રૂ 211 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 5 જિમ , 3 સ્વિમિંગ પૂલ , 35 પ્લે ગ્રાઉન્ડ બનાવાનું આયોજન છે જેમાં રૂ 100 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
અમદાવાદ મનપાના બજેટમાં 8 મુદ્દા પર ભાર મૂકવામાં આવ્યો
અમદાવાદ મહાનગરપાલિકાનું ₹17,018 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં કૂલ 8 મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. બેઝિક સર્વિસ , સસ્ટેનેબિલ્ટી , હેરિટેજ ઈઝ ઓફ મૂવમેન્ટ, ઇન્ક્લુઝિવ સીટી, સીટી બ્યુટીફિકેશન , ગવર્નન્સ સીટીઝન સેન્ટ્રીક ફેસિલિટી પર ભાર મુકાયો છે.
જાહેર પરિવહન 100% ઇલેક્ટ્રિક કરવાનું AMC નું આયોજન છે. નહેરુનગરથી શિવરંજની , શિવરંજનીથી રામદેવનગરથી ઇસ્કોન બ્રિજ સુધી એલિવેટેડ કોરિડોર માટે રૂ 1000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બોપલ SP રિંગ રોડથી ઘુમા સુધી પણ એલિવેટેડ કોરિડોર બનશે. શહેરમાં ફાટક મુક્ત કરવા 775 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગેરતપુર, વટવા વિંઝોલ, મણિનગર, સરખેજને ફાટક મુક્ત કરવામાં આવશે.
આ સિવાય મેમ્કો જંક્શન, કઠવાડા, સિલ્વર સ્ટાર ચાંદલોડિયામાં ફ્લાય ઓવરબ્રિજ બનાવવા 225 કરોડની જોગવાઇ અમદાવાદ મહાનગરપાલિકાના બજેટમાં કરવામાં આવી છે. બોપલ રિંગરોડથી ઘુમા સુધી અને નહેરુનગરથી શિવરંજની થઈ સેટેલાઈટ રામદેવનગરથી ઇસ્કોન સુધી એલિવેટેડ કોરિડોર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
કરવેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી
દર વર્ષે ટેક્સમાં બે ટકા ટેકસમાં વધારો કરવા અંગેની જોગવાઈ બે વર્ષ પહેલાના બજેટમાં થઈ ચૂકી હતી જેથી હવે દર વર્ષે ટેક્સમાં વધારો કરવાની કોઈ જાહેરાત કરવામાં આવતી નથી. અમદાવાદ મહાનગરપાલિકાના બજેટમાં વિકાસને ધ્યાને રાખીને અનેક મહત્વની જોગવાઈ કરવામાં આવી છે. કોમનવેલ્થ ગેમ્સ 2030 ના યજમાન બનવાની તૈયારીના ભાગરૂપે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વિશેષ ફંડ ફાળવવામાં આવ્યું છે.






















