અમદાવાદઃ લાંબા વિવાદ પછી અંતે કોંગ્રેસ દ્વારા અમદાવાદ કોર્પોરેશનમાં વિપક્ષના નેતાની જાહેરાત કરવામાં આવી છે.  શહેઝાદ ખાન પઠાણ વિપક્ષ નેતા બન્યા છે. જ્યારે વિપક્ષ ઉપનેતા તરીકે નીરવ બક્ષીના નામની જાહેરાત કરવામાં આવી છે. તો દંડક તરીકે જગદીશ રાઠોડના નામની જાહેરાત કરવામાં આવી છે. શહેઝાદખાન પઠાણ દાણીલીમડા કાઉન્સિલર છે. નીરવ બક્ષી દરિયાપુર કાઉન્સિલર છે. તો જગદીશ રાઠોડ અમરાઇવાડી કાઉન્સિલર છે. 


અમદાવાદ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા તરીકે શહેઝાદખાન પઠાણના નામની આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ભારે વિરોધ બાદ શહેઝાદખાન પઠાણના નામ ઉપર પ્રદેશના નેતાઓએ મંજૂરી આપી છે. અમદાવાદમાં કોંગ્રેસના 24 કોર્પોરેટર છે. 10એ બળવો કરી રાજીનામાં આપ્યા તો હાઈકમાન્ડે તેમાંથી 4ને શિસ્તભંગની નોટિસ ફટકારી છે. કોંગ્રેસ પક્ષની છબી ખરડાય તે પ્રકારે કરાયેલ વર્તનના કારણે નોટિસ આપવામાં આવી છે. કોર્પોરેટરને 7 દિવસમાં ખુલાસો કરવા નોટિસમાં જણાવવામાં આવ્યું છે.


જગદીશ ઠાકોરે નિરીક્ષકો સાથે કરેલી બેઠકમાં નામ નક્કી કર્યું હતું. જગદીશ ઠાકોરે પ્રભારી રઘુ શર્મા સાથે વાત કર્યા બાદ નિર્ણય લેવાયો. શહેઝાદ ખાન પઠાણનો હાલ 10 કોર્પોરેટર વિરોધ કરી રહ્યા છે. ગેરશિસ્ત કોંગ્રેસમાં નહિ ચાલે તેવો મેસેજ આપવા આ નિર્ણય લેવાયાની ચર્ચા.


કોર્પોરેટરના રાજીનામા અંગેનો મામલો કોંગ્રેસની સિસ્ત સમિતિને સોંપાયો છે. શિસ્ત સમિતિને સમગ્ર કેસ સોંપવામાં આવ્યો છે. મીડિયા સમક્ષ પક્ષ વિરોધી વાત કરનાર સામે નોટિસ નીકળી છે. પ્રદેશ પ્રમુખે નિરીક્ષકો સાથે બેઠક કરી હતી. 4 કોર્પોરેટરોએ પ્રદેશ કાર્યાલય બહાર આપેલ નિવેદનની ગંભીર નોંધ લેવાઈ. કોંગ્રેસ શિસ્ત સમિતિએ 4 કોર્પોરેટર ને પાઠવી કારણ દર્શક નોટિસ. પક્ષની છબી ખરડાય તે પ્રકારે કરાયેલ વર્તનના કારણે અપાઈ નોટિસ. કોર્પોરેટરોએ 7 દિવસમાં કરવો પડશે ખુલાસો. 


પ્રમુખ પાસે જઈ રજુઆત કરવાનો તમામને હક્ક. નિર્ણય થયા પહેલા જાતે જ નક્કી કરી વિરોધ ના કરી શકાય. દરેક વર્ષે અલગ અલગ નેતા વિપક્ષ બનાવવામાં આવશે. મુખ્યમંત્રી થોડા થોડા સમય બદલાય તો અમદાવાદ મનપાના નેતા વિપક્ષ કેમ નહીં? કોંગ્રેસના 4 કોર્પોરેટરને શિસ્ત સમિતિએ નોટિસ પાઠવી, તેમ સી.જે. ચાવડાએ જણાવ્યું હતું.