રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં કફ સિરપ પીધા બાદ બાળકોના મોત બાદ ફૂડ વિભાગ સતર્ક બન્યું છે. ફૂડ-ડ્રગ્સ વિભાગે અમદાવાદ બગોદરા નજીક દવાની કંપનીમાં રેડ પાડી હતી, જેમાં નોનક્વોલિટી સ્ટાન્ડર્ડ દવાનો મોટા જથ્થો મળી આવ્યો છે. કેન્દ્ર અને રાજ્યના ફૂડ-ડ્રગ્સ વિભાગે ઈન્સ્પેકશન કરી દવાનો જથ્થો જપ્ત કર્યો છે.,નોનક્વોલિટી સ્ટાન્ડર્ડ દવાઓ મળતા કંપનીનું પ્રોડકશન પણ બંધ કરાવ્યું છે. ફૂડ એંડ ડ્રગ્સ વિભાગે કંપનીને નોટિસ આપી ખુલાસો કરવા આદેશ આપ્યાં છે. ઉલ્લેખનિય છે કે, આ કાર્યવાહી મધ્યપ્રદેશ સરકારની નોનક્વોલિટી સ્ટાન્ડર્ડના દવાના લિસ્ટના આધારે કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનિય છે કે, છેલ્લા એક મહિનામાં કફ સિરપથી મધ્યપ્રદેશના છિંદવાડામાં 11 બાળકો અને રાજસ્થાનમાં 3 બાળકોના મૃત્યુ બાદ, બંને રાજ્યોમાં બાળ સ્વાસ્થ્ય અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આ બેને રાજ્યોમાં કફ સિરપ પીધા બાદ બાળકોનો મોત થયા છે. જેને લઇને હવે ફૂડ અને ડ્રગ્સ વિભાગ કેટલીક લિસ્ટેડ દવા અંગે તપાસ કરી રહી છે આ સીરપનું વેચાણ તાત્કાલિક બંધ કરાયું છે. જો કે ગુજરાત માટે રાહતની વાત છે કે, આ સીરપ ગુજરાતમાં નથી વેચાતું. જે અન્ય રાજ્યોમાં રાજ્યમાં કોલ્ડ્રિફ કફ સિરપ વેચાઇ રહ્યું છે. તેના પર પણ પ્રતિબંધ લગાવવામં આવી રહ્યો છે.
મધ્યપ્રદેશ ડ્રગ કંટ્રોલ વિભાગે શનિવારે સવારે તમિલનાડુમાં ઉત્પાદિત કોલ્ડ્રિફ કફ સિરપ પર પ્રતિબંધ મૂક્યો હતો. પોલીસે શનિવારે રાત્રે સરકારી ડૉક્ટર પ્રવીણ સોની, કફ સિરપ બનાવતી કંપની શ્રીસન ફાર્માસ્યુટિકલ્સના સંચાલકો અને અન્ય લોકો સામે FIR દાખલ કરી હતી.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે ટ્વિટર પર લખ્યું, "કોલ્ડ્રિફ સીરપથી છિંદવાડામાં બાળકોના મૃત્યુ અત્યંત દુઃખદ છે. આ સીરપના વેચાણ પર સમગ્ર મધ્યપ્રદેશમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સીરપ બનાવતી કંપનીના અન્ય ઉત્પાદનોના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે."
કફ સિરપ કેમ બને છે ઝેરી
કફ સિરપમાં ડાયથીલિન ગ્લાઇકોલ અને એથલિન ગ્લાઇકોલ મૂળ રૂપથી કૂલન્ટના રીતે વપરાય છે. તેનો સ્વાદ મીઠો અને શીતળ હોય છે. જે ખાવા યોગ્ય સોર્બિટોલ જેવો લાગે છે. પરંતુ સોર્બિટોલ મોંઘું હોય છે. તેથી દવાની કંપનીઓ ઓછા ખર્ચે સીરપ બનાવવા માટે સસ્તા વિકલ્પના રૂપે ડાયથીલિન, ગ્લાઇકોલનો ઉપયોગ કરે છે આ બંને રસાયણ ઝેરી છે.