Ahmedabad: આજે અમદાવાદીઓને વધુ એક શાનદાર ભેટ મળી છે, શહેરની વચ્ચોવચથી પસાર થઇ રહેલી સાબરમતી નદીમાં આજથી અમદાવાદીઓને તરતી હૉટલ મળી છે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે શહેરની પ્રથમ તરતી એટલે કે ફ્લૉટિંગ રેસ્ટૉરન્ટ એક વર્ચ્યૂઅલ કાર્યક્રમ દ્વારા ખુલ્લી મુકી દીધી છે. આ રેસ્ટૉરન્ટ સાબરમતી નદીમાં તરતાં તરતાં ભોજન કરવાનો શાનદાર અનુભવ કરાવશે. આજથી અમદાવાદ શહેરને સબારમતી નદી પર ફ્લૉટિંગ રેસ્ટૉરન્ટનું સુવિધા મળી છે, આ ફ્લૉટિંગ રેસ્ટૉરન્ટને 15 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે, 


સાબરમતી નદીમાં ફ્લૉટિંગ રેસ્ટૉરન્ટને ખુલ્લી મુકતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખાસ સંબોધન કર્યુ હતુ, અમિત શાહે કહ્યું કે, આ નદી વિશે અમદાવાદમાં વર્ષોથી રહેતા લોકોને ખ્યાલ હશે, હું 1978માં અમદાવાદમાં આવ્યો હતો. સાબરમતી નદીની જગ્યાએ મોટો ખાડો હતો અને ગંદા પાણીના ખાબોચિયા હતા, નરેન્દ્ર મોદી સીએમ હતા ત્યારે તેમને રિવરફ્રન્ટની કલ્પના કરી અને આયોજન કર્યું હતુ. આજે ખાલી અમદાવાદમાં નહીં પણ દુનિયાભરમાં આ સાબરમતી નદીનો રિવરફ્રન્ટ જાણીતો બન્યો છે. 






અમિત શાહે વધુમાં કહ્યું કે, -AMC, સાબરમતી રિવરફ્રન્ટ અને અક્ષર ટુર દ્વારા આ ક્રૂઝને તૈયાર કરવામાં આવ્યુ છે. 2 એન્જીન સાથેની દોઢ કલાક ચાલી શકે એવી આ સ્પેશ્યલ 30 મીટર લાંબી ક્રૂઝ છે, આ ક્રૂઝ મેક ઇન ઇન્ડિયા છે. 165 લોકોની ક્ષમતા ધરાવતી આ ક્રૂઝ બૉટ છે, આમાં 180 સેફટી જેકેટ, ઇમરજન્સી રેસ્ક્યૂ બૉટ પણ નાગરિકોની સુરક્ષાનું ધ્યાન રાખશે, ગુજરાત રાજ્યના પ્રવાસન વિભાગને હમેશા પ્રાધાન્ય અપાયું છે, દેશના બેસ્ટ ટુરિઝમ સેન્ટરમાં આજે ગુજરાત ટૉપ પર છે. મને પણ મન થયું છે કે હું મારા પરિવાર સાથે આ ક્રૂઝમાં ભોજન લેવા જઈશ, હું અમદાવાદ આવીશ એટલે મારા પરિવાર સાથે અચૂક જઇશ. ખાસ વાત છે કે આનાથી કૉર્પોરેશનને મોટી કમાણી પણ થશે, કેમ કે ખાનગી એજન્સી સાબરમતી નદીના ઉપયોગ કરવા માટે વાર્ષિક 45 લાખ AMCને ચૂકવશે.                                                        


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial