શોધખોળ કરો

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

Anand Niketan School:આ સમગ્ર મામલે ABP અસ્મિતાએ અહેવાલ રજૂ કર્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. DEO રોહિત ચૌધરીએ આનંદ નિકેતન સ્કૂલ મેનેજમેન્ટને બેદરકારી દાખવનારા જવાબદારો સામે કાર્યવાહી કરવા સૂચના આપી છે. બેદરકારો સામે સાંજ સુધીમાં પોલીસ ફરિયાદ નોંધાવવા પણ આદેશ આપવામાં આવ્યો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • આનંદ નિકેતન સ્કૂલના નાસ્તામાંથી કાચ મળતા વાલીઓ રોષે ભરાયા.
  • DEOએ જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધાવવા તાત્કાલિક આદેશ કર્યો.
  • કેન્ટિન કોન્ટ્રાક્ટર બદલવા અને FSSAI તપાસનો પણ આદેશ.

Anand Niketan School: અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલમાં બાળકોને આપવામાં આવેલા નાસ્તામાંથી કાચનો ટુકડો મળી આવતા વાલીઓમાં રોષ ફેલાયો હતો. સમગ્ર મામલે ABP અસ્મિતાના અહેવાલ બાદ DEOએ કડક કાર્યવાહી કરી છે. DEO રોહિત ચૌધરીએ સ્કૂલ મેનેજમેન્ટને જવાબદારો સામે પોલીસ ફરિયાદ કરવા અને કેન્ટિનના કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.

અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલની કેન્ટિનમાં બાળકોના આરોગ્ય સાથે ચેડા કરવાના મામલે DEOએ કડક કાર્યવાહી કરી છે. સ્કૂલમાં બાળકોને આપવામાં આવેલા નાસ્તામાંથી કાચનો ટુકડો મળી આવ્યા બાદ વાલીઓએ શાળામાં હોબાળો મચાવ્યો હતો. હવે આ મામલે સ્કૂલ મેનેજમેન્ટને જવાબદારો સામે પોલીસ ફરિયાદ કરવા આદેશ આપવામાં આવ્યો છે.

ABP અસ્મિતાના અહેવાલની અસર

આ સમગ્ર મામલે ABP અસ્મિતાએ અહેવાલ રજૂ કર્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. DEO રોહિત ચૌધરીએ આનંદ નિકેતન સ્કૂલ મેનેજમેન્ટને બેદરકારી દાખવનારા જવાબદારો સામે કાર્યવાહી કરવા સૂચના આપી છે. બેદરકારો સામે સાંજ સુધીમાં પોલીસ ફરિયાદ નોંધાવવા પણ આદેશ આપવામાં આવ્યો છે.

કેન્ટિનના કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી

DEOએ સ્કૂલ સંચાલકોને કેન્ટિનના કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા સ્પષ્ટ આદેશ આપ્યો છે. સાથે જ વર્તમાન કેન્ટિન કોન્ટ્રાક્ટર બદલવા માટે પણ સ્કૂલ મેનેજમેન્ટને સૂચના આપવામાં આવી છે.DEOએ સ્પષ્ટ કર્યું છે કે બાળકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. બાળકોના આરોગ્ય સાથે ચેડા કરતી કેન્ટિનને બંધ કરાવવામાં આવી છે.

આ પણ વાંચો: Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

AMCને પણ DEOનો પત્ર

આ મામલે DEO રોહિત ચૌધરીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે AMCને પણ પત્ર લખ્યો છે. આનંદ નિકેતન સ્કૂલની કેન્ટિનના FSSAI સર્ટિફિકેટની ચકાસણી કરવા માટે AMCને સૂચના આપવામાં આવી છે. AMC દ્વારા કેન્ટિનની તપાસ કર્યા બાદ તેનો રિપોર્ટ DEOને સોંપવાનો રહેશે. આ ઉપરાંત સ્કૂલ મેનેજમેન્ટને સમગ્ર મામલે એક્શન ટેકન રિપોર્ટ પણ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે.

નાસ્તામાંથી નીકળ્યો હતો કાચનો ટુકડો

મહત્વનું છે કે, ગઈકાલે બાળકોને આપવામાં આવેલા નાસ્તામાંથી કાચનો ટુકડો મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં વાલીઓએ સ્કૂલમાં હોબાળો મચાવ્યો હતો અને બાળકોની સુરક્ષા તથા ખાવાની ગુણવત્તા અંગે સવાલો ઉઠાવ્યા હતા. હવે DEOના કડક આદેશ બાદ સ્કૂલ મેનેજમેન્ટે જવાબદારો સામે શું કાર્યવાહી કરી અને કોન્ટ્રાક્ટર બદલવાની પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.

વાલીઓમાં ભારે રોષ

અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલમાં વિદ્યાર્થીને પીરસવામાં આવેલા નાસ્તામાંથી કાચનો ટુકડો મળી આવતા વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મંગળવારે બનેલી આ ઘટનાને લઈને વાલીઓએ શાળામાં હોબાળો મચાવી ગુણવત્તાયુક્ત અને સુરક્ષિત ભોજનની વ્યવસ્થા અંગે સવાલો ઉઠાવ્યા હતા. જોકે, સમગ્ર મામલે શાળા સંચાલકોનું વલણ વાલીઓ પ્રત્યે કથિત રીતે ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે જેવું હોવાનું સામે આવ્યું છે. શાળા સંચાલકોએ વાલીઓ દ્વારા શિક્ષકોને મેન્ટલ હેરેસમેન્ટ કરવામાં આવતું હોવાનો આરોપ લગાવ્યો છે.

વાલીઓના હોબાળાને પગલે શિક્ષકોમાં તણાવનું વાતાવરણ સર્જાયું હોવાનો દાવો કરી આનંદ નિકેતન સ્કૂલે ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરી છે. રાત્રિના સમયે વાલીઓને મેસેજ કરીને સ્કૂલમાં રજા અંગે જાણ કરવામાં આવી હતી. હવે સવાલ એ છે કે, વાલીઓ પાસેથી લાખો રૂપિયાની ફી વસૂલતી ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત અને સુરક્ષિત નાસ્તો આપવાની જવાબદારીમાંથી કેવી રીતે છટકી શકે? વિદ્યાર્થીના ભોજનમાં કાચનો ટુકડો મળવા જેવી ગંભીર ઘટના બાદ વાલીઓના સવાલોના જવાબ આપવાને બદલે તેમના પર જ આરોપ લગાવવાનું વલણ કેટલું યોગ્ય છે અને ખાનગી શાળાઓની મનમાનીનો અંત ક્યારે આવશે?

Advertisement

ટોપ સ્ટોરી

શેરબજારમાં દેવું થઈ જતાં આત્મહત્યા કરવા નિકળ્યો યુવક,ત્યારે જ દેવદૂત બનીને આવી કાગડાપીઠ પોલીસ
શેરબજારમાં દેવું થઈ જતાં આત્મહત્યા કરવા નિકળ્યો યુવક,ત્યારે જ દેવદૂત બનીને આવી કાગડાપીઠ પોલીસ
અમદાવાદમાં ફરી બોમ્બની ધમકીથી દોડધામ, અમદાવાદ-સુરતની કોર્ટને ઉડાવી દેવાની ધમકીભર્યો મળ્યો ઇમેલ
અમદાવાદમાં ફરી બોમ્બની ધમકીથી દોડધામ, અમદાવાદ-સુરતની કોર્ટને ઉડાવી દેવાની ધમકીભર્યો મળ્યો ઇમેલ
Ahmedabad: સસ્તામાં મકાન આપવાનું કરી લાખોનું કૌભાંડ, સ્વિસ બેંકમાં 3400 કરોડ જમા હોવાનું કહી લોકોને ફસાવ્યા
Ahmedabad: સસ્તામાં મકાન આપવાનું કરી લાખોનું કૌભાંડ, સ્વિસ બેંકમાં 3400 કરોડ જમા હોવાનું કહી લોકોને ફસાવ્યા
Teachers Day 2026: પુસ્તકિયા જ્ઞાનથી પર જઈને વિદ્યાર્થીઓને 'વિશ્વનાગરિક' ઘડતા અમદાવાદના શિક્ષક
Teachers Day 2026: પુસ્તકિયા જ્ઞાનથી પર જઈને વિદ્યાર્થીઓને 'વિશ્વનાગરિક' ઘડતા અમદાવાદના શિક્ષક
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મરણ પથારી પર આયોજન
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનું ઓપરેશન ક્યારે ?
Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રને લઈને મોટા સમાચાર! સોમવારે મળશે મહત્વની બેઠક
Abp Asmita Impact: 'ભૂતિયા વિદ્યાર્થીઓ' વાળી શાળાઓ સામે હવે થશે કાર્યવાહી! શિક્ષણમંત્રીની મોટી ખાતરી
Ahmedabad Bomb Threat : કોર્ટને બોમ્બની ધમકી મળતા અફરાતફરી! પોલીસ અને બોમ્બ સ્ક્વોડની તપાસ શરૂ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી: માત્ર 55 રનમાં ઓલઆઉટ કરી 52 બોલમાં મેચ જીતી!
ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી: માત્ર 55 રનમાં ઓલઆઉટ કરી 52 બોલમાં મેચ જીતી!
દિલ્હીમાં વરસાદનું રેડ એલર્ટ: 11 સપ્ટેમ્બર સુધી આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ!
દિલ્હીમાં વરસાદનું રેડ એલર્ટ: 11 સપ્ટેમ્બર સુધી આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ!
હરમનપ્રીત કૌરે રચ્યો મોટો વર્લ્ડ રેકોર્ડ: ક્રિકેટ ઇતિહાસમાં આવું કરનાર વિશ્વની પ્રથમ કેપ્ટન
હરમનપ્રીત કૌરે રચ્યો મોટો વર્લ્ડ રેકોર્ડ: ક્રિકેટ ઇતિહાસમાં આવું કરનાર વિશ્વની પ્રથમ કેપ્ટન
ડોમિનિકન રિપબ્લિકની જોહેરી ડોમિંગ્યુએઝ બની મિસ વર્લ્ડ 2026, ભારતની નિકિતા પોરવાલ બહાર
ડોમિનિકન રિપબ્લિકની જોહેરી ડોમિંગ્યુએઝ બની મિસ વર્લ્ડ 2026, ભારતની નિકિતા પોરવાલ બહાર
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને રાહત: નર્મદાનું પાણી વધુ આટલા દિવસ આપવા સરકારી આદેશ
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને રાહત: નર્મદાનું પાણી વધુ આટલા દિવસ આપવા સરકારી આદેશ
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની નવી આગાહી: આગામી 7 દિવસ કેવો રહેશે માહોલ?
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની નવી આગાહી: આગામી 7 દિવસ કેવો રહેશે માહોલ?
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ વધુ એક શંકાસ્પદ મોત: કેફી પીણું પીધા બાદ યુવાનનું નિધન

Embed widget