અમદાવાદ: મીશન 2022 માટે દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાત પ્રવાસે આવશે. 6 જૂનના રોજ અરવિંદ કેજરીવાલ મહેસાણા જિલ્લામાં પ્રચાર કરશે. આપની પરિવર્તન યાત્રાના સમાપન કાર્યક્રમમાં કેજરીવાલ હાજરી આપશે તેવી માહિતી સામે આવી છે. મહેસાણા જિલ્લામાં 6 તારીખે યોજાશે પરિવર્તન યાત્રાનો સમાપન કાર્યક્રમ. સમાપન કાર્યક્રમમાં કેજરીવાલ રોડ શો અથવા જાહેરસભા કરે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. 6 જગ્યા પરથી શરૂ થયેલી આપની પરિવર્તન યાત્રા 6 તારીખે મહેસાણા જિલ્લામાં પહોંચશે. સોમનાથ, દ્વારકા, અબડાસા, સિદ્ધપુર, દાંડી અને ઉમરગામથી આ પરિવર્તન યાત્રા શરૂ થઈ હતી. 182 વિધાનસભા બેઠકો પર આપના નેતા પરિવર્તન યાત્રા કરી રહ્યા છે, હવે તેના સમાપન પ્રસંગે અરવિંદ કેજરીવાલ ખાસ હાજરી આપશે.
હાર્દિકના ભાજપમાં જોડાવા અંગેના નિર્ણયને જૂના સાથીઓ ગણાવ્યું આત્મઘાતી પગલુ
Hardik Patel Join BJP: આખરે હાર્દિક પટેલ ભાજપનો કેસરિયો ધારણ કરશે. 2 જૂનના રોજ હાર્દિક સીઆર પાટીલ અને સીએમ ભુપેન્દ્ર પટેલની હાજરીમાં ગાંધીનગર ખાતે કમલમમાં પોતાના પ્રશંસકો સાથે કેસરિયો ધારણ કરશે. હવે હાર્દિકના ભાજપમાં જોડાવા અંગે તેમના જૂના સાથીઓ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. પાસ અને કોંગ્રેસના નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
હાર્દિકના ભાજપમાં જોડાવા અંગે એસપીજી ગૃપના વડા લાલજી પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પાટીદાર સમાજના વડા આવા હોય જ ન શકે. પહેલા હાર્દિકે રાજકારણમાં જોડાવાની ના પાડી હતી અને પછી કોંગ્રેસમાં જોડાયા અને હવે જે પાર્ટી સામે આંદોલન કર્યું હતું તે ભાજપમાં જોડા છે. હજી પાટીદાર સમાજના પ્રશ્નો જેમના તેમ જ છે.
તો બીજી તરફ એક સમયે હાર્દિક પટેલના પાટીદાર આંદોનમાં સહભાગી રહેલા રેશ્મા પટેલે કહ્યું કે, હાર્દિક પટેલનું આ પગલું આત્મઘાતી રહે છે. જો તેને એવું લાગતું હોય કે તેઓ બીજેપીમાં જઈને કઈંક મોટું કરી શકશે તો તેનાથી એવું કઈ નહીં થાય. કોંગ્રેસમાં જે તેનું વજુદ અને વજન હતું કે સંપૂર્ણ પણે નષ્ટ થઈ જવાનું છે. હાર્દિક પટેલ બોલીને ફરી જવાનો આરોપ પણ રેશ્મા પટેલે લગાવ્યો હતો.
આ ઉપરાંત પાસના કન્વીનર અલ્પેશ કથિરીયાએ કહ્યું કે, સૌથી પહેલા એક પાટીદાર આગેવાને તરીકે હાર્દિકને શુભકામના પાઠવું છુ અને બીજુ કે તેઓ ભાજપમાં જતા પહેલા પાટીદાર આંદોલન સમયે થયેલા યુવાનો પરના કેસ પાછા ખેંચવા અને જે યુવાનો શહીદ થયા છે તેમના પરિવારને સરકારી નોકરી આપવામાં અંગે ભાજપનું શું સ્ટેન્ડ છે તે સમાજને હાર્દિક પટેલે જણાવે તે યોગ્ય રહેશે. અલ્પેશે કહ્યું કે, ભાજપ પાર્ટીમાં જોડવા સામ,દામ દંડ અને ભેદનો ઉપયોગ કરે છે તો હાર્દિક પણ આનો ભાગ હોય શકે છે.
મનોજ પનારાએ કહ્યું કે, વિનાસ કાળે વિપ્રિત બુદ્ધી આ વાત કોઈએ સાબિત કરી હોય તો તે ગુજરાતમાં હાર્દિકે કરી છે. આ તેનું સંપૂર્ણ આત્મઘાતિ પગલું છે. તો બીજી તરફ પાસ નેતા દિનેશ બાંભણીયા પણ હાર્દિકના આ પગલાને આત્મઘાતી ગણાવ્યું છે. આ ઉપરાંત તેમણે શુભેચ્છા પણ પાઠવી હતી.