અમદાવાદ: અમદાવાદના CTM વિસ્તારમાં આવેલી મહાલક્ષ્મી જ્વેલર્સમાં લૂંટનો પ્રયાસ કરાયો છે.  ગઈકાલે બપોરે બિપિન સોની જ્યારે બે ગ્રાહકોને સોનાના દાગીના બતાવી રહ્યા હતા.  આ સમયે ત્રણ બુકાનીધારી શખ્શો દુકાનમાં ઘૂસ્યા હતા. દુકાનમાં ઘૂસતાની સાથે જ ત્રણેય લૂંટારુઓએ રિવોલ્વર જેવું હથિયાર બતાવી લૂંટનો પ્રયાસ કર્યો હતો.   જો કે, બિપિન સોનીએ પોતાની પાસે રહેલું સ્ટૂલ ઊંચું કરીને ત્રણેયને રોકવાનો પ્રયાસ કર્યો અને ત્રણેયને કાઉન્ટરથી આગળ આવવા ન દીધા હતા. બાદમાં બૂમાબૂમ કરતાં આસપાસના લોકો દોડી આવતા ત્રણેય લૂંટારું ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી હતી.  પોલીસે CCTV ફૂટેજના આધારે ત્રણેય લૂંટારુની શોધખોળ શરૂ કરી છે. 


CBI Summons Arvind Kejriwal: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને  CBI નું સમન્સ, પૂછપરછ માટે બોલાવાયા


CBIએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. કેન્દ્રીય એજન્સીએ તેમને રવિવારે (16 એપ્રિલ) સવારે 11 વાગ્યે બોલાવ્યા છે. નવી લિકર પોલીસી કેસમાં સીબીઆઈ તેમની પૂછપરછ કરવા માંગે છે. CBI અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે.


CBIના સમન્સ બાદ આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે ટ્વીટ કરીને નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, “અત્યાચારનો ચોક્કસ અંત આવશે. સીબીઆઈ દ્વારા અરવિંદ કેજરીવાલના સમન્સને લઈને હું સાંજે 6 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીશ.









જણાવી દઈએ કે નવી દારૂ નીતિના મામલામાં સીબીઆઈ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડ કરી ચૂકી છે. લાંબી પૂછપરછ બાદ 26 ફેબ્રુઆરીએ CBI દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે આમ આદમી પાર્ટી સતત ભાજપ અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહી છે.









દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ઘણી રાષ્ટ્ર વિરોધી શક્તિઓ છે જે દેશને આગળ વધવા દેવા માંગતી નથી. તે નથી ઈચ્છતા કે ગરીબોના બાળકોને સારું શિક્ષણ મળે. ગરીબનું બાળક ભણે તો દેશ પ્રગતિ કરે, એ લોકો નથી ઈચ્છતા કે દેશ પ્રગતિ કરે. એવા લોકો કોણ છે જેઓ નથી ઈચ્છતા કે દેશ પ્રગતિ કરે ? આ તમામ લોકોએ મળીને મનીષ સિસોદિયાને જેલમાં મોકલી દીધા હતા.