અમદાવાદઃ ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલની સાથે સીએનજીના ભાવ પણ વધતાં હવે રીક્ષા ચાલકોની હાલત કફોડી બની છે, ત્યારે રીક્ષાનું મિનિમમ ભાડું 30 રૂપિયા અને રનીંગ ભાડુ 15 રૂપિયા કરવાની અપીલ કરવામાં આવી છે. ત્યારે હવે રીક્ષામાં લોકોને મુસાફરી કરવી મોંઘી પડશે. ઓટો રીક્ષા વેલફેર કારોબારી અને રીક્ષા ચાલકોએ જણાવ્યું હતું કે, સીએનજીના ભાવ વધતા રીક્ષા ચાલકોની હાલતની કફોડી બની છે. 


CNGના ભાવમાં વધારો થતા રિક્ષા ચાલકો ફરી હડતાળ કરશે. 18 એપ્રિલના રોજ એક દિવસ કરશે પ્રતિક હડતાળ. CNGના ભાવમાં ઘટાડો અને સબસીડીની માંગ સાથે એક દિવસની પ્રતિક હડતાળ. અંદાજે 2 લાખ રિક્ષા ચાલકો જોડાશે હડતાળમાં. અગાઉ પણ રિક્ષા ચાલકો કરી ચૂક્યા છે હડતાળ. હાલ CNG નો ભાવ 81.59 રૂપીયા.


તેમણે મિનીમમ ભાડુ ૩૦ રૂપિયા કરવા આને રનીંગ ભાડુ ૧૫ રૂપિયા કરવા અપીલ કરી છે. અગાઉ સીએમ, પીએમ, પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને પત્ર લખી રજૂઆત કરી ચુક્યા છે. હાલ રીક્ષા ચાલકો જાતે જ ૩૦ રૂપિયા ભાડુ ગ્રાહકો પાસે આજીજી કરી માગી રહ્યા છે. પહેલા ૨૦૦ રૂપિયામાં ગેસની ટાંકી ફુલ થતી હવે ૫૦૦ રૂપિયામાં ટાંકી ફુલ થાય છે. કમાણી ઓછી થતા ધરનું બજેટ પણ ખોરવાયું છે. 


સબસિડી આપવા, ગેસમાં ટેક્સ ઘટાડો કરવા અથવા ફ્યુલને જીએસટીમાં સમાવેશ કરવા રીક્ષા ચાલકોની માગ છે. ગ્રાહકો પણ ૩૦ રૂપિયા ભાડુ સાંભળીને રીક્ષામા બેસવાનું ટાળે છે. પુરતા ભાડા ન નળતા ધંધો પણ નથી થતો. હાલ સરકાર દ્વારા નક્કિ કરેલુ મિનિમમ ભાડુ ૧૮ રૂપિયા અને રનીંગ ભાડુ ૧૩ રૂપિયા છે. 


૧૧-૧૦-૨૧ ના રોજ સીએનજીનો ભાવ ૬૧.૪૯ રૂપિયા હતો. ૧૮-૧૨-૨૧ના રોજ સીએનજીનો ભાવ ૬૭.૫૯ રૂપિયા હતો. ૬ મહિનામા સીએમજીનો ભાવ ૨૦ રૂપિયા વધિને ૮૧.૫૯ પર પહોચ્યો. ૧-૪-૨૨ના રોજ ૫ રૂપિયામો વધારો થતા ભાવ ૭૪.૫૯થી વધિને ૭૯.૫૯ રૂપિયા થયા. બાદમા બે દિવસ પહેલા ૨ રૂપિયાથી વધુનો ભાવ વધતા હાલ સીએનજી ૮૧.૫૯ રૂપિયાએ પહોચ્યું છે.