અમદાવાદઃ રાજ્યની બેંકમાં કોરોનાના સંક્રમણ વધતા બેન્ક એસોસિએશન દ્વારા SOP જાહેર કરવામાં આવી છે. બેંકના સમય સવારે 10 થી બપોરના 1 સુધી રાખવા સૂચન કર્યું છે. જરૂરી ન હોય તો કર્મચારીઓને કાર્યના સ્થળેથી ઘરે મોકલવ છૂટછાટ આપવા સૂચન કર્યું છે. જે શાખામાં એક પણ કર્મચારી સંક્રમિત થાય તો બેંકની એ શાખા 48 કલાક સુધી બંધ રાખવા સૂચન કર્યું છે. 


ગર્ભવતી મહિલા કર્મચારીઓ અને કો મોરબીડ બીમારી ધરાવતા કર્મચારીઓને ઓફિસ ન આવવા છૂટછાટ આપવામાં આવે. વધુ સંક્રમિત વાળા વિસ્તારમાં બેંકની શાખા સપ્તાહમાં 5 દિવસ ચાલુ રાખવા પણ સૂચન. મહાગુજરાત બેન્ક એમ્પ્લોઈ એસોસિએશન દ્વારા દેશના બેન્કિંગ યુનિયનને કરાયા સૂચન કરાયું છે. 






Gujarat Corona Guideline : વધુ શહેરોમાં લાગી શકે છે નાઇટકર્ફ્યુ, રાત્રિ કર્ફ્યૂના સમયમાં પણ થઈ શકે વધારો


ગુજરાત સરકાર આજે કોરોનાની નવી ગાઇડલાઇની જાહેરાત કરી શકે છે. આજે રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક મળશે. આ બેઠકમાં વધુ નિયંત્રણ મુકવા કે નહીં તેના પર કોર કમિટીમાં વિસ્તૃત ચર્ચા થશે. રાત્રિ કર્ફ્યૂના સમયમાં વધારો થશે કે નહીં તેના પર સૌની નજર છે. આ સિવાય લગ્ન પ્રસંગોમાં મહેમાનોની સંખ્યામાં ફેરફાર થશે કે નહીં તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે. આવતી કાલે સવારે 6 વાગ્યે કોરોનાની ગાઇડલાઇનની અવધી પૂરી થઈ રહી છે. 


24 કલાકમાં 100થી વધુ કેસ આવતાં હશે તેવા શહેરોમાં નાઇટ કર્ફ્યૂ લગાવાય તેવી શક્યતા છે. જેને કારણે નાઇટકર્ફયુવાળા શહેરોમાં વધારો થઈ શકે છે. એટલું જ નહીં, રાત્રિ કર્ફ્યૂના સમયમાં પણ વધારો થાય તેવી શક્યતા જોવાઇ રહી છે.  જોકે, સામાજિક અને રાજકીય કાર્યક્રમોમાં હાજર રહેનાર સભ્યોની સંખ્યામાં ઘટાડો થવાની શક્યતા નહીવત છે.