અમદાવાદ: ઓબીસી સંમેલનમાં ભરતસિંહ સોલંકીએ રામ મંદિર અને ભાજપ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, હિન્દૂના નામે ભાગલા પડાવી રાજ કરનાર ભાજપ સરકારને ઓળખો. બક્ષીપંચ સમાજને સાથે રાખ્યા વગર ચૂંટણી ના જીતી શકાય. ભાજપ સરકારમાં મહત્વના ખાતા ઉજળીયાતોને અપાય છે. બક્ષીપંચ સમાજને મત્સ્યઉદ્યોગ અને નાના ખાતા અપાય છે. ભાજપમાં રહેલા આપણા ભાઈઓ જાગીને આ બાજુ આવે તો સારું. ભાજપ સરકારમાં બક્ષીપંચ સમાજને મંત્રાલયમાં અન્યાય કરવામાં આવે છે. સારા ખાતા બક્ષીપંચ સમાજને આપવામાં ન આવતા હોવાનો આરોપ તેમણે લગાવ્યો હતો.
ભરતસિંહ સોલંકીએ રામ મંદિર અંગે નિવેદન આપતા કહ્યું કે, રામ મંદિર માટે શિલાઓ એક્ઠી કરી હતી. તે સિલાઓ ઉપર કૂતરા પેસાબ કરતા થઈ ગયા. મહિલાઓએ કુમકુમ તિલક કરીને ગામના પાદરે શિલાઓ મૂકી હતી. રામ મંદિર બનશે અને બધા સુખી થઈ જશે તેવું માનતા હતા પણ એવું થયું નહીં. ભાજપ ભગવાનના નામનો ઉપયોગ રાજકારણમાં કરે છે. રામશીલા લોકોએ ગામે ગામથી અયોધ્યા મોકલાવી હતી. કુમ કુમ ચાંદલાઓ અને પૂજા કરી રામશીલા અયોઘ્યા મોકલી હતી. મંદિરના નામે ઉઘરાવેલા રૂપિયાનો હિસાબ ભાજપે ના આપ્યો. સરકારે મંદિર માટે બજેટ આપ્યું છે છતાં ફરીવાર રૂપિયા ઉઘરાવ્યાં. ભાજપે રામનો ઉપયોગ રાજનીતિ કરવા માટે કર્યો છે. હું રામ મંદિર નો પ્રસંશક છું, મારુ નામ જ રામ ના પરિવારજન તરીકે ભરત પાડવામાં આવ્યું હતું.
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના પુત્ર હજારો કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા
અરવલ્લી: કેવલ જોશીયારા આજે ભાજપમાં જોડાયા છે. સી.આર. પાટીલની હાજરીમાં હજારો કાર્યકરો સાથે કેવલ જોષીયારાએ કેસરિયો ધારણ કર્યો છે. તમને જણાવી દઈએ કે કેવલ જોષીયારા કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. અનિલ જોષીયારાના પુત્ર છે. આ પ્રસંગે કોંગ્રેસમાંથી તાજેતરમાં ભાજપમાં આવેલા અશ્વિન કોટવાલ, સીઆર પાટીલ સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. કેવલ જોષીયારાના પિતા ડો.અનિલ જોષીયારા પાંચ ટર્મથી ધારાસભ્ય હતા. આદિવાસી વિસ્તારની બેઠકો કબ્જે કરવા ભાજપ આગળ વધી રહ્યું છે.
આ બે દિગ્ગજ નેતાઓની હાજરીમાં હાર્દિક પટેલ ભાજપમાં જોડાશેકોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલ કઈ પાર્ટીમાં જોડાશે તેને લઈને ઘણા દિવસથી અટકળો ચાલી રહી છે. તો બીજી તરફ હાર્દિક પટેલ ઘણા પ્રસંગે ભાજપની પ્રશંસા કરી ચૂક્યો છે તેથી ભાજપમાં જોડાવાની તેમની સંભાવના વધુ છે. હવે આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હાર્દિક પટેલ મેના અંતમાં ભાજપમાં જોડાશે તેવી વાત સામે આવી છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસ બાદ હાર્દિક પટેલ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા અને આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાની હાજરીમાં પાર્ટીનો ખેસ ધારણ કરશે.