બોટાદઃ ગઢડના પ્રહલાદગઢ ગામની સીમમાં આવેલી વાડીના કુવામાંથી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. ગઢડા પોલીસની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમની પૂછપરછમાં પ્રેમસંબંધમાં હત્યા થઈ હોવાનો ખુલાસો થયો હતો. પ્રણય ત્રિકોણમાં મિત્રે જ મિત્રની હત્યા કરી નાંખી હતી. 


ગત 3 મેએ પ્રહલાદગઢની સીમમાં કુવામાંથી યુવકની લાશ મળી આવી હતી. યુવકની લાશ કાઢી તપાસ કરતાં મૃતક યુવક લાલજીભાઈ ઝાંપડીયા(ઉં.વ.32) હોવાનું જાણવા મળ્યું હતું. લાલજીને ગામની જ એક યુવતી સાથે પ્રેમસંબંધ હતા. પ્રેમિકાની પૂછપરછમાં પોલીસને હત્યા કેસમાં લાલજીની મિત્ર વિશાલ ડવ (ઉં.વ.21) પર શંકા ગઈ હતી. જેની પૂછપરછ કરતાં યુવક ભાંગી પડ્યો હતો અને હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. 


આરોપીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે, લાલજીની રાજપીપળા ગામે પ્રેમિકાને મળીને પરત આવી રહ્યો હતો ત્યારે આરોપીએ પોતાના ચાર મિત્રો સાથે મળીને મૃતકને રસ્તામાં જ આંતરી લીધો હતો. તેમજ તેની સાથે મારામારી કરી ગળે ટુંપો દઈને હત્યા કરી નાંખી હતી. તેમજ આ પછી લાશ બાજુના કૂવામાં ફેંકી દીધી હતી. તેમજ આ પછી ત્યાંથી નીકળી ગયા હતા. 


આ ગુનામાં વિશાલ ડવ અને તેના ચાર મિત્રોની સંડોવણી સામે આવી છે. જેમાંથી બે સગીર વયના છે. મૃતક અને આરોપી બંનેને એક જ યુવતી સાથે પ્રેમસંબંધ હતા. વિશાલ લાલજીને પોતાની પ્રેમિકા સાથે અંગતપળો માણતા જોઇ ગયો હતો. આથી પ્રેમિકાને પામવામાં આડખીલી લાગતા મિત્રો સાથે મળીને હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને પછી હત્યાને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


Dwarka : 36 વર્ષનો યુવક પ્રેમિકા સાથે માણી રહ્યો હતો શરીર સુખ ને પ્રેમિકાનો યુવાન પુત્ર જોઈ ગયો, જાણો પછી શું થયું ? 


દ્વારકાઃ દેવભૂમિ દ્વારકામાં કલ્યાણપુર તાલુકાના દેવળીયામાં 36 વર્ષીય યુવકની હત્યાના કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.  યુવકની મહિલા સાથે આડા સંબંધમાં હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે. દેવળીયા ગામના ડફેરની ધારના વાડી વિસ્તારરમાંથી યુવકની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે ગણતરીના સમયમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો અને આરોપીઓ ફરાર થાય તે પહેલા જ તેમને દબોચી લીધા હતા. 


મૃતક યુવક છગનભાઈ વરુને ગામમાં જ રહેતી મહિલા સાથે લગભગ એક વર્ષથી આડાસંબંધ હતા. એક દિવસ બંનેને એકાંત માણતા મહિલાનો પુત્ર જોઇ ગયો હતો. આ પછી મહિલના પુત્ર અને તેના અન્ય એક સાથીએ સાથે મળીને માતાના પ્રેમીની તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી નાંખી હતી. આમ, આડા સંબંધનો કરુણ અંજામ આવ્યો હતો.


સમગ્ર દેવળીયા અને આસપાસના વિસ્તારમાં જાણીતા છગન વરુની હત્યાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આરોપીઓએ ધારીયાના ઘા મારીને છગનની હત્યા કરી નાંખી હતી. હત્યા પછી બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જોકે, પોલીસે ગણતરીની કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી બંનેને પકડી પાડ્યા હતા. તેમમજ બંનેના કોવિડ ટેસ્ટ કરાવી હદ્યાનો ગુનો નોંધી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરવાની તજવીજ હાથ ધરી છે.