Khyati Hospital: ખ્યાતિ હોસ્પિટલના મુખ્ય સૂત્રધાર અને હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલે હવે દોષનો ટોપલો રાહુલ જૈન અને ચિરાગ રાજપૂત પર ઢોળી દીધો છે. કાર્તિકે આરોપ લગાવ્યો હતો કે રાહુલ- ચિરાગે PMJAYમાંથી આવક મેળવવાનો પ્લાન બતાવતા હતા. ગામડાઓમાં ફ્રી મેડિકલ કેમ્પ યોજવા મુદ્દે ક્રાઈમબ્રાંચે પૂછપરછ કરતા કાર્તિકે સ્વીકાર કર્યો કે ગામડાઓમાં કેમ્પ યોજવાથી લઈને PMJAY થકી દર્દીઓની ખોટી સર્જરી કરવા અંગે ચિરાગ રાજપૂત અને રાહુલ જૈન પ્લાન તૈયાર કરીને મને આપ્યો હતો. 40 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હોવાથી રૂપિયા જલદી છૂટા કરવા માટે તેણે ચિરાગ-રાહુલે આપેલા પ્લાન તાત્કાલિક અમલમાં લાવવા આદેશ આપ્યો હતો.
ક્રાઈમબ્રાંચ આગામી દિવસોમાં ડૉ. સંજય પટોળીયા, ચિરાગ રાજપૂત, રાજશ્રી કોઠારી અને રાહુલ જૈનના ફરીથી રિમાન્ડ માંગીને તમામ આરોપીઓને સાથે રાખીને પૂછપરછ હાથ ધરાશે. કાર્તિકે એ પણ સ્વીકાર કર્યો કે એક જ દિવસમાં વધુ સર્જરીઓની એપ્રુવલ માટે PMJAYVના અધિકારીઓ સાથે સેટિંગ કર્યાનો પણ સ્વીકાર કર્યો હતો. દરેક ફ્રી મેડિકલ કેમ્પમાંથી 20થી વધુ દર્દીઓને ખોટા રિપોર્ટ આપીને એન્જિયોપ્લાસ્ટી કરીશું તો સરકારમાંથી લાખો રૂપિયાની આવક થશે તેવું ચિરાગ અને રાહુલને જલદીથી આ પ્લાન અમલ કરીને હોસ્પિટલની આવક વધારવા આદેશ કર્યાનો પણ સ્વીકાર કર્યો હતો. તો કાર્તિકે પોલીસ સમક્ષ વારંવાર એ રટણ કરી રહ્યો છે કે આ કૌભાંડનો માસ્ટર માઈન્ડ હું નહીં પણ ચિરાગ અને રાહુલ છે.
દર્દીઓના બિનજરૂરી ઓપરેશન કરવામાં આવ્યા હતા
રાજ્યમાં કુખ્યાત થયેલા ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં દર્દીઓના બિનજરૂરી ઓપરેશન કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ કેટલાક દર્દીઓના મોત થયા હતા. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો અને તબીબો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. ખ્યાતિ ગ્રુપના ચેરમેન અને ડાયરેક્ટર કાર્તિક પટેલ વિરુદ્ધ પણ ગુનો નોંધાયો હતો. ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડ સમયે કાર્તિક પટેલ વિદેશ હતો. તેથી પોલીસ ધરપકડથી બચવા માટે ઓસ્ટ્રેલિયાથી દુબઈ ભાગ્યો હતો.
ખ્યાતિકાંડ બાદથી તે ફરાર હતો
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર કાર્તિક પટેલ દુબઈથી અમદાવાદ આવી રહ્યો હતો. ત્યારે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. કાર્તિક પટેલ ખ્યાતિ હોસ્પિટલનો માલિક છે. કાર્તિક પટેલ હેલ્થ,એજ્યુકેશન, રિઅલ એસ્ટેટ, હોસ્પિટિલિટી, એન્ટરટેઇનમેન્ટ સહિતના અનેક વ્યવસાય સાથે સંકળાયેલો છે. ખ્યાતિકાંડ બાદથી તે ફરાર હતો. તે પહલેા ઑસ્ટ્રેલિયા હતો પછી દુબઇ આવી ગયો હતો.