અમદાવાદઃ કોંગ્રેસે રાજ્યની છ મહાનગરપાલિકાના ઉમેદવારોની જાહેરાત કરી તેમાં અમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારોની પસંદગીને કારણે ભારે અસંતોષ છે.
બીજી તરફ કોંગ્રેસ કાર્યાલયની બહાર અપશબ્દો પણ લખાયા હતા. એક વ્યક્તિએ કાળા રંગથી મુખ્યાલયની બહાર પતરા પર લખ્યું હતું કે, શુ કોંગ્રેસ ...............બની ગઈ છે ? આ વ્યક્તિએ થોડે દૂર દીવાલ પર કાળા રંગથી એવું પણ લખ્યું હતું કે, શું કોંગ્રેસ વજીર ખાન જેવા નેતાની ............બની ગઈ છે ?
જુહાપુરાના કોંગ્રેસી નેતા વજીરખાન પઠાણની સામે લખાયેલા આ લખાણ ચર્ચાનો વિષય બન્યાં છે. આ વ્યક્તિએ મીડિયાનાં લોકોની સામે જ આ લખાણ લખ્યાં હતાં પણ તેમણે પોતાની ઓળખ છતી કરી નહોતી. તેણે પોતાને વરસોથી કોંગ્રેસ માટે કામ કરનાર પણ જેની સામે વિરોધ થયો છે એવા કાર્યકર ગણાવ્યા હતા પણ વધારે વિગતો નહીં આપીને મીડિયાથી દૂર જતા રહ્યા હતા.
કોગ્રેસ મુખ્યાલય બહાર કાર્યકરે લખ્યા અપશબ્દોઃ શું કોંગ્રેસ વજીરખાન જેવા નેતાની ............બની ગઈ છે ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Feb 2021 02:53 PM (IST)
કોંગ્રેસે રાજ્યની છ મહાનગરપાલિકાના ઉમેદવારોની જાહેરાત કરી તેમાં અમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારોની પસંદગીને કારણે ભારે અસંતોષ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -