Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર થયેલા હુમલા મામલે ગુજરાત કોંગ્રેસ આક્રમક મૂડમાં છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાત આવી શકે છે. કોંગ્રેસની પોલીસે ફરિયાદ ન લેતા રાહુલ ગાંધી ગુજરાત આવશે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે રાહુલ ગાંધીને ગુજરાત આવવા આમંત્રણ આપ્યું છે. 6 જુલાઈએ રાહુલ ગાંધી ગુજરાત આવે તેવી શક્યતા છે.
રાહુલ ગાંધીને અમદાવાદ આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે શાસક પક્ષના રવાડે અધિકારીઓ ન ચડે. શક્તિસિંહ ગોહિલે અમદાવાદ પોલીસને પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું કે કૉંગ્રેસની FIR કેમ લેવાતી નથી, પોલીસ લખીને આપે. શક્તિસિહ ગોહિલે 6 જુલાઈએ કૉંગ્રેસના કાર્યકર્તાઓને એકઠા થવાનું આહવાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે જો માંગ સ્વીકારવામાં નહી આવે તો છ જૂલાઈએ કૉંગ્રેસ આક્રમક વિરોધ પ્રદર્શન કરશે.
શક્તિસિંહ ગોહિલે પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા
તેમણે કહ્યું હતું કે ભાજપે કૉંગ્રેસ ઓફિસમાં હુમલો કર્યો હતો. હુમલો કરીને ભાજપે ગુજરાતની અસ્મિતાનું હનન કર્યુ છે. કૉંગ્રેસ કાર્યાલયને સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો. શક્તિસિંહ ગોહિલે પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે પથ્થરબાજી કરવાના ભાજપના ગ્રુપમાં મેસેજ ફરતા કર્યા હતા. કૉંગ્રેસે અમદાવાદ પોલીસને જાણ કરી હતી. શૈલેષભાઈ,અમિતભાઈ ચાવડાએ પોલીસને જાણ કરી હતી. હિંમતસિંહે પોલીસના અધિકારીઓ સાથે વાત કરી હતી. આત્મસુરક્ષાએ કાયદાએ આપેલ અધિકાર છે. ભાજપના હાથમાં હોકી અને તિક્ષ્ણ હથિયાર હતા. પોલીસ એ જનતાની સેવક છે. ભાજપના ગુંડાઓએ હુમલો કર્યો હતો. પોલીસે અમારી ફરિયાદ લીધી નથી. પોલીસે ફરિયાદમાં કેમ ભાજપ નેતાનું નામ લખ્યું નથી. ભાજપ અને અમદાવાદ પોલીસની મિલિભગત છે.
શક્તિસિંહ ગોહિલે અપીલ કરી હતી કે આવા પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવે. હિંમતસિંહભાઈને રાતના 11 વાગ્યા સુધી પોલીસે બેસાડી રાખ્યા છે. અન્યાય સહન કરીએ નહીં.
રાજ્ય વિધાનસભાની કાર્યવાહી લાઈવ કરવાની માંગ કરવામાં આવી હતી. રાજકોટ પોલીસની કાર્યવાહી પર શક્તિસિંહે આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે રાજકોટ પોલીસે મીડિયાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. સંસદની કાર્યવાહીને લઈ શક્તિસિંહે નિવેદન આપ્યું હતું કે ભાજપવાળા હિન્દુઓના નામે હિંસા કરે છે .રાહુલ ગાંધીની વાત એકદમ સ્પષ્ટ હતી. રાહુલ ગાંધીના નિવેદનના વીડિયોને ટેમ્પર્ડ કરાયા છે. રાહુલ ગાંધીએ મહાદેવજીના દર્શન કરાવ્યા છે. ભાજપે ભગવાન શિવનું અપમાન કર્યું હતું.