ગુજરાતમાં કોરોના વાયરસ મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે લોકડાઉનના પગલે સમગ્ર ગુજરાતમાં ઉદ્યોગોને બંધ કરી દેવામાં આવ્યાં હતા. જોકે આજે લોકડાઉન 2માં 20 એપ્રિલ એટલે આજથી કેટલાંક ધંધા-રોજગાર શરૂ કરવાને લઈને કરવામાં આવેલી જાહેરાતના પગલે આજથી છૂટછાટ આપવામાં આવી રહી છે. ત્યારે રાજ્યમાં છેલ્લા ઘણાં દિવસોથી બંધ કેટલાક ધંધા-રોજગાર આજથી ફરી ધમધમી ઉઠશે.
કોરોના મહામારી દરમિયાન લોકડાઉન વચ્ચે અમદાવાદ જિલ્લામાં આજથી ઉદ્યોગોને છૂટ આપવામાં આવી છે. ત્યારે સાણંદ GIDCની 70 કંપનીમાં પ્રોડક્શન શરૂ કરવામાં આવશે. 70 કંપનીમાં કામ કરતા 700 જેટલા શ્રમિકો આજથી કંપનીમાં કામ શરૂ કરશે. પ્લાસ્ટિક, એન્જીનિયરિંગ ક્ષેત્રે કામ કરતી કંપનીઓને આજથી શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે.
આ તમામ કંપનીઓએ સરકારના તમામ નિયમોનું પાલન કરવું પડશે. દરેક કંપનીમાં તમામ કર્મચારીઓનું થર્મલ સ્કેનિંગ ફરજિયાત કરવાનું રહેશે. આ સાથે જ સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કરવું પડશે.
સમગ્ર ગુજરાતમાં શરૂ થઈ રહેલા ઉદ્યોગ-ધંધાની વચ્ચે અમદાવાદમાં આવેલી GIDC બંધ રહેશે. કોરોનાના મહામારીને પગલે રાજ્યમાં કંપનીઓ છૂટ અપાઈ છે. જોકે અમદાવાદ કોર્પોરેશન વિસ્તારની હદમાં આવતી કંપનીઓ શરૂ થશે નહીં. જેમાં વટવા, નરોડા સહિતની GIDC બંધ રહેશે.
લોકડાઉન વચ્ચે અમદાવાદ જિલ્લામાં કયા-કયા ઉદ્યોગોને અપાઈ છૂટ? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Apr 2020 12:58 PM (IST)
ગુજરાતમાં કોરોના વાયરસ મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે લોકડાઉનના પગલે સમગ્ર ગુજરાતમાં ઉદ્યોગોને બંધ કરી દેવામાં આવ્યાં હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -