અમદાવાદ: ગુજરાતમાં દિવસેને દિવસે ડ્રગ્સનું દુષણ વધી રહ્યું છે. ખાસ કરીને અમદાવાદમાં વારંવાર ડગ્સ ઝડપાઈ રહ્યું છે. હવે આ કડીમાં ક્રાઇમ બ્રાન્ચે વધુ એક વખત અમદાવાદમાંથી એમ.ડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. 7 લાખ 54 હજારની કિંમતનુ 71.28 ગ્રામ એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે 1 આરોપીની ધરપકડ કરવાામાં આવી છે. અમદાવાદ શહેરના જુહાપુરા મકરબા રોડ પરથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે.


ઠંડા પીણામાંથી નીકળી ગરોળી, મેકડોનાલ્ડ તાત્કાલિક સીલ કરાયુ
અમદાવાદમાં સોલા વિસ્તારમાં આવેલી મેકડોનાલ્ડમાંથી લેવામાં આવેલા કોલ્ડ્રિંક્સમાંથી ગરોળી મળી આવતા મનપાની આરોગ્ય વિભાગની ટીમે તાત્કાલિક અસરથી બંધ કરી છે. મળતી જાણકારી અનુસાર, શનિવારે બપોરના સમયે ગ્રાહકે કોલ્ડ્રિંક્સ મંગાવી હતી. જેમાં ગરોળી જોવા મળતા ગ્રાહક ચોંકી ઉઠ્યો હતો. બાદમાં આ અંગે મનપાની આરોગ્ય વિભાગને ફરિયાદ કરવામાં આવી હતી. જેથી હેલ્થ વિભાગે હાજરીમાં આ સેમ્પલ પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપ્યુ હતું જ્યારે મેકડોનાલ્ડને તાત્કાલિક અસરથી સીલ મારવામાં આવ્યુ હતું. ગ્રાહકનું કહેવું હતું કે આ બાબતે મેનેજરને ફરિયાદ કરી પરંતુ તેણે કોઈ ખાસ ધ્યાન આપ્યું ન હતું.


પિતા-પુત્રીનું કરૂણ મૃત્યુ


અમદાવાદમાં દિવાલને છાંયડે બેસેલા પિતા-પુત્રીનું કરૂણ મૃત્યુ ત્યાંની ઘટના સામે આવી છે. આ પિતા-પુત્રી ગરમીથી રાહત મેળવવા જે દિવાલને છાંયડે બેસેલા હતા એ જ દિવાલ તેમની માથે પડતા બંને પિતા-પુત્રીનું મૃત્યુ થયું  છે. અમદાવાદમાં અનુપમ બ્રિજ છેલ્લા કેટલાય વર્ષોથી બની રહ્યો છે,  ત્યારે આજે અનુપમ બ્રિજની બાજુમાં રોડની કામગીરી વખતે જેસીબીથી સલાટનગરની દિવાલ ધરાશાયી થઈ હતી. આ દીવાલ ધરાશાયી થતા દિવાલને છાંયડે બેસેલા પિતા-પુત્રીનું કરૂણ મૃત્યુ થયું છે. 


આજે 21  મે ના દિવસે બપોરના 03:41 વાગ્યે  આ ઘટના ઘટી. દિવાલ પડતા પિતા-પુત્રી દટાયા હતા. ત્યારબાદ બંને ઇજાગ્રસ્તોને એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ત્યાં સારવાર દરમિયાન પિતા અને પુત્રીનું મૃત્યુ થયું હતું.એલજી હોસ્પિટલની મુલાકાતે આવેલા મેયર કિરીટ પરમાર તેમજ ધારાસભ્ય શૈલેષ પરમારે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી બાંહેધરી આપી છે.