Ahmedabad Firing: અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં બનેલી ફાયરિંગની ઘટના હવે મોતને લઇને રહસ્ય ઘૂંટાયું છે. મૃતકના ખિસ્સામાંથી સુસાઇટ નોટ મળતા પોલીસે જુદાજુદા એન્ગલથી તપાસ શરૂ કરી દીધી છે. મોતની આ ઘટનામાં સૌથી મોટો પ્રશ્ન છે કે, આ ઘટનામાં હત્યા કે પછી આત્મહત્યા કરી છે. બોપલમાં મંગળવારની રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી હતી. અજાણ્યા શખ્સો દ્વારા યુવક પર બે રાઉન્ડ ફાયરિંગ કરાતાં લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. આ યુવકનું નામ કલ્પેશ ટુંડિયા હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદના બોપલમાં થયેલા ફાયરિંગ કેસનું રહસ્ય ઘૂંટાયું છે. આ ઘટનામાં હવે મૃતક કલ્પેશ ટુંડિયા પિતા નાગજીભાઈની પ્રથમ પ્રતિક્રીયા સામે આવી છે, નાગજીભાઇએ જણાવ્યું કે, હું રાજકોટ હતો, ફોન આવ્યો એટલે અહીં આવ્યો છું, મૃતકની પુત્રીના મતે બે લોકો રાત્રીના આવ્યા હતા, દીકરી લેશન કરતી હતી શું થયું એ ખ્યાલ નથી. તેમને જણાવ્યું કે, મને મૃતકની દીકરીએ જાણ કરી કે બે વ્યકિત પૈકી એક ઉપર ગયો. બાદમાં અવાજ આવતા દીકરી ઉપર જતા પિતા લોહી લુહાણ હાલતમાં હતા. દીકરીએ ઘટના બાદ મમ્મીને વીડિયો કોલ કર્યો હતો. બે પૈકી એક વ્યકિતએ વીડિયો કોલ બંધ કરાવ્યો હતો. ઘટના બાદ બંને વ્યકિતઓ ફરાર થઈ ગઈ હતી.
બોપલ ફાયરિંગ કેસનું રહસ્ય ઘૂંટાયું છે, પોલીસની તપાસ દરમિયાન મૃતક કલ્પેશ ટુંડિયાના ખિસ્સામાંથી સુસાઈડ નોટ મળી આવી હતી. પોલીસે સુસાઈડ નોટના આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ શેરબજારના પૈસાની લેતીદેતીમાં ફાયરિંગ થયું હોવાની આશંકા છે, ત્યારે સમગ્ર ઘટનાની તપાસ થયા બાદ જ સાચું કારણ શું છે તે બહાર આવશે. હાલ તો આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હવે મૃતક કલ્પેશ ટુડિયાના ખીસ્સામાંથી પોલીસને સુસાઇડ નોટ મળી આવી છે. ગ્રામ્ય પોલીસ દ્વારા યુવકના અક્ષર સ્યુસાઈડ નોટ સાથે સરખાવવાની કાર્યવાહી હાથ ધરી છે. સ્યુસાઈડ નોટ ખરેખર કલ્પેશે લખી છે કે કેમ તે સૌથી મોટો પ્રશ્રનાર્થ છે. યુવકે પોતાના રૂમમાં આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આત્મહત્યા કરે તે પહેલા જ યુવકને બે વ્યક્તિ મળવા આવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. મોતનું સાચું કારણ જાણવાની દિશામાં પોલીસ દ્વારા કવાયત હાથ ધરી છે. શિવાલય રો હાઉસમાં બે રાઉન્ડ ફાયરિંગ થયું હતું. શેર બજારના પૈસાની લેતી દેતીમાં ફાયરિંગ થયું હોવાનું અનુમાન કરાયું હતું. સ્યુસાઈડ નોટ મળતા હત્યા કે આત્મહત્યાને લઈ મોટો પ્રશ્ન ઉભો થયો છે. યુવકના ઘરેથી રિવોલ્વર ન મળતા પોલીસ પણ અસમંજસમાં છે. તેમજ FSL અને PM રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી થશે.