Crime: રાજ્યમાં ચરસ, ગાંજો અને ડ્રગ્સના રવાડે યુવાધનને ચઢાવવાનું મોટુ સ્કેન્ડલ ચાલી રહ્યું હોવાનું લાગી રહ્યું છે. પોલીસ અને SOGની ટીમ દ્વારા રાજ્યમાં ઠેર ઠેર દરોડા પાડીને નશીલા પદાર્શને પકડી રહી છે, હવે આ કડીમાં અમદાવાદમાંથી વધુ એકવાર ચરસનો જથ્થો પકડાયો છે. SOGની ટીમે એક શખ્સની આ મામલે ધરપકડ પણ કરી છે. માહિતી પ્રમાણે, આજે સવારે અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા પ્રહલલાદનગરમાંથી SOGની ટીમે ચરસનો મોટો જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો છે. SOGની આ કાર્યવાહીમાં 485 ગ્રામ ચરસ સાથે 1 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ખાસ વાત છે કે, આમાં ચરસ સહિત કુલ 1 લાખ 25 હજારનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા અમદાદવામાંથી પોલીસની ટીમે દરોડા પાડીને ગાંજા અને ડ્રગ્સના જથ્થાનો ઝડપ્યો હતો, આ મામલે આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી.


 


મહારાષ્ટ્રના લિકર શોપ માલિકોએ ગુજરાત હાઇકોર્ટમાં કરી અરજી, ગુજરાત પોલીસ પર શું લગાવ્યા આરોપ?


અમદાવાદઃ મહારાષ્ટ્રના લિકર શોપ માલિકોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં લિકર શોપ માલિકોએ આરોપ લગાવ્યો હતો કે ગુજરાત પોલીસ ખોટી રીતે પરેશાન કરી રહી છે. તેઓએ આરોપ લગાવ્યો હતો કે ગુજરાત પોલીસ જાણી જોઈને ફસાવી રહી છે. માન્ય લાયસન્સ ધરાવતા વાઈન શોપ માલિકોને ફસાવતી હોવાનો પણ આરોપ અરજીમાં લગાવવામાં આવ્યો છે. રાજ્ય સરકાર, DPG સહિત ચાર શહેરના CPને પક્ષકાર બનાવાયા છે. અરજી પર સાત જૂલાઈના રોજ સુનાવણી હાથ ધરાશે. મુંબઈ, થાને, પાલઘર અને અન્ય જિલ્લાના લિકર શોપના માલિકોએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. એસો. ઓફ પ્રોગેસિવ રિટેઈલ લિકર વેન્ડરના ગ્રુપ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરાઇ છે. અરજદારે અરજીમાં કહ્યું હતું કે ગુજરાતમાં દારૂના ગેરકાયદેસર પરિવહન માટે પકડાયેલા લોકોના નિવેદનના આધારે ગુજરાત પોલીસ પ્રોહિબિશન એક્ટ હેઠળ માન્ય લાયસન્સ ધરાવતા વાઈન શોપના માલિકોને ફસાવે છે. દારૂની બોટલ સાથે કોઈ ગુજરાતમાં પ્રવેશે છે ત્યારે અમારી વિરુદ્ધ FIR કરી હેરાનગતિ કરવામાં આવી રહી છે. કેસમાં રાજ્ય સરકાર, DGP અને રાજકોટ, સુરત, અમદાવાદ, રાજકોટના CPને પક્ષકાર બનાવાયા હતા.


અમદાવાદના ઓઢવમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને શિક્ષકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી


અમદાવાદ: અમદાવાદના ઓઢવ વિસ્તારમાં જ્યાં એક શિક્ષકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.  27 વર્ષીય સુબ્રતો પાલ એક ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતો હતો.  વ્યાજખોરના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનો પરિવારજનો આરોપ લગાવી રહ્યા છે. પોલીસે સુસાઈડ નોટના આધારે 3 શખ્શો સામે ફરિયાદ નોંધી છે.  જો કે, તપાસમાં એ પણ ખુલ્યું છે કે, મૃતકના મોટાભાઈએ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ માટે 5 લાખ રૂપિયા લીધા હતા.  જેમાં જે ફાયદો થાય તેના 50 ટકા ભાગ ત્રણ લોકોને આપવાનું નક્કી કર્યું હતું. જો કે  ધાર્યા પ્રમાણે તેમાં ફાયદો ન થતાં મૃતકનો મોટોભાઈ રકમ પરત આપી શક્યો નહોતો.  એક અઠવાડિયા પહેલાં મોટાભાઈએ પણ ફિનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સમયસર સારવાર મળતા તેને બચાવી લેવાયો હતો. એવામાં હવે તેના શિક્ષક ભાઈએ આત્મહત્યા કરી લીધી છે. મૃતકને તો પૈસાની લેવડદેવડ બાબતે કઈપણ લેવાદેવા નહોતું. પોલીસને જે સુસાઈડ નોટ મળી છે તેને જોતા પોલીસને આશંકા છે કે શિક્ષકના અક્ષર આવા ન હોઈ શકે.