અમદાવાદઃ ક્રાઈમ બ્રાન્ચે બળાત્કારની કોશિશ અને છેડતીના ગુનામાં એક પીએસઆઇની ધરપકડ કરી છે. આરોપી પીએસઆઇ પર તપાસના નામે મહિલા સાથે બળાત્કારની કોશિશના આરોપ લાગ્યો છે. નોંધનીય છે કે ભોગ બનનાર પણ એક નિવૃત પી.એસ.આઇની પુત્રી છે.
એક સમય આરોપીની સાથે રાખી ફોટો પડાવતા પીએસઆઇ હવે પોતે આરોપી તરીકે આવી ગયા છે.. સાયબર ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતા પી.એસ.આઇ આર. આર.મિશ્રા ની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. psi ઉપર આરોપ લાગ્યો છે કે તેને એક મહિલાની સાથે હોટેલમાં બળાત્કારની કોશિશ કરી હતી, પરંતુ મહિલા ભાગી ગઈ હતી. જોકે psiએ તેને ધમકી આપી હતી. ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી અને ટેકનિકલ પુરાવા મળી આવ્યા હતા અને સાથો સાથ જ્યારે મહિલા ભાગી રહી હતી તે સમયના એક સાક્ષી પણ મળી આવેલ અને જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
ઘટના કંઈ એમ છે કે ગત 7-10-2019ના રોજ ફરિયાદી વાડજ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિના ગુમ થયાની ફરિયાદ દાખલ કરાવવા માટે ગઈ હતી. ત્યારે તેની મુલાકાત psi આર. આર. મિશ્રા સાથે થઈ હતી. ત્યાર બાદ આરોપી psiએ મહિલાનો નંબર લઈ તેને મેસેજ કરતો હતો અને whatsapp કોલ પણ કરતો હતો. ત્યાર બાદ એક દિવસ આરોપી psiએ મહિલાને આશ્રમ રોડ પર આવેલ હોટેલ રેડ એપ્પલમાં બોલાવી તેની છેડતી કરી બળાત્કારની કોશિશ કરી હતી, પરંતુ મહિલા ત્યાંથી ભાગી ગઈ હતી. પહેલા તો આ મામલે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી, પરંતુ ત્યાર બાદ 15-7-2020 ના રોજ ફરિયાદની તપાસ ક્રાઈમ બ્રાન્ચના acpને આપવામાં આવી હતી.
અમદાવાદઃ કયા PSIએ યુવતીને હોટલમાં બોલાવીને કરી રેપની કોશિશ, યુવતીએ શું કર્યું?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Dec 2020 04:11 PM (IST)
psiએ મહિલાને આશ્રમ રોડ પર આવેલ હોટેલ રેડ એપ્પલમાં બોલાવી તેની છેડતી કરી બળાત્કારની કોશિશ કરી હતી, પરંતુ મહિલા ત્યાંથી ભાગી ગઈ હતી. પહેલા તો આ મામલે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -