Arvind Kejriwal Gujarat Visit: મિશન 2022 માટે આમ આદમી પાર્ટીનો પ્રચાર તેજ થયો છે. આવતીકાલે અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાત આવી રહ્યા છે.  સોમનાથમાં સોમવારે અરવિંદ કેજરીવાલ જાહેરસભા સંબોધશે. બપોરે 1 વાગે કેજરીવાલ આવીને સોમનાથ દાદાના દર્શન કરશે. બપોરે 2 વાગે સભા સંબોધી રાજકોટ જવા રવાના થસે કેજરીવાલ. સુરતમાં 600 યુનિટ ફ્રી વીજળીની કરેલી જાહેરાત ઉપર કેજરીવાલ ભાર મૂકશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી કોઈ કસર છોડવા નથી માગતી. તેથી જ આ અઠવાડિયામાં બીજી વખત અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે. શ્રાવણ મહિનાના પહેલા સોમવારથી તેઓ સોમનાથ દાદાના દર્શન કરી સભા ગજવશે.


કૉંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ રાજકારણમાં સક્રિય થવાના આપ્યા સંકેત
કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ રાજકારણમાં સક્રિય થવાના સંકેત આપ્યા છે.  ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પિતા માધવસિંહ સોલંકીની જન્મ જયંતીએ ભરતસિંહ સોલંકીએ નિવેદન આપ્યું છે.  ભરતસિંહે આગામી દિવસોમાં માધવસિંહના વિચારો સાથે આગળ વધવાની  વાત કરી છે. છેલ્લા થોડા સમયથી ભરતસિંહ સક્રિય રાજકારણથી દૂર છે.  સ્વ. માધવસિંહની જન્મ જયંતીએ પુષ્પાંજલિ કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યું છે. 


વિધાનસભાની ચૂંટણી પહેલા કૉંગ્રેસ માટે સારા સમાચાર છે.  ભરતસિંહ સોલંકીનો રાજકીય વનવાસ પૂર્ણ થયો હોવાના એંધાણ મળી રહ્યા છે. ભરતસિંહે  પત્ની સાથેના વિવાદ બાદ  સક્રિય રાજકારણમાંથી  બ્રેક લેવાની જાહેરાત કરી હતી.  આજે માધવસિંહ સોલંકીની જન્મતિથિએ ભરતસિંહનો રાજકારણમાં સક્રિય થવાનો ઈશારો કર્યો છે. 


શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં જોડાશે કે નહીં ?


ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના જન્મદિવસ નિમિત્તે આજે આણંદના બોરસદમાં પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ હાજરી આપી હતી. તો ભરતસિંહ સોલંકીએ કાર્યક્રમ દરમિયાન એવું નિવેદન કર્યું હતું કે માધવસિંહ સોલંકીના સકારાત્મક વિચારોને લઈ અને આગામી દિવસોમાં આપણે સૌ આગળ વધીશું.  


માનવામાં આવી રહ્યું છે કે ભરતસિંહ સોલંકી જે થોડા સમયથી રાજકીય રીતે નિષ્ક્રિય થઈ ગયા છે તે આગામી સમયમાં સક્રિય થશે તેવા એંધાણ તેમના નિવેદનથી તેમને આપ્યા છે.  બીજી તરફ ડો.રઘુ શર્મા કે જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી છે,  તેમનું કહેવું છે કે ભરતસિંહ સોલંકી ગુજરાત કોંગ્રેસના મોટા નેતા છે અને તેમણે સક્રિય થવું જોઈએ જો કે તેમને એમ પણ કહ્યું હતું કે અમે ક્યારેય તેમને નિષ્ક્રિય થવાનું કહ્યું નથી. તો ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી સક્રિય થયા છે. શંકરસિંહ વાઘેલાએ શરત મૂકી છે કે જો ગુજરાત કોંગ્રેસ દારૂબંધી હટાવવાવનું વચન આપે તો કોંગ્રેસમાં જોડાશે.