અમદાવાદમાં 'મિની બાંગ્લાદેશ' વિરુદ્ધ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઓપરેશન ક્લિન શરૂ કર્યું હતું. ચંડોળા તળાવમાં થયેલા ગેરકાયદે બાંધકામો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ચંડોળા તળાવમાં પોલીસ અને મનપા દ્ધારા સૌથી મોટું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. બુલડોઝરની કાર્યવાહીમાં 2 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. 80 JCB, 60 ડમ્પરથી કાર્યવાહી કરાશે. અમદાવાદના તમામ સાતેય ઝોનના એસ્ટેટ અધિકારીઓ ચંડોળા તળાવ વિસ્તારમાં પહોંચ્યા બાદ બાંગ્લાદેશીઓ બાદ હવે દબાણો પર AMC એ ઓપરેશન ક્લિન શરૂ કર્યું હતું.
ડિમોલિશનની શરૂઆત મહેમુદ પઠાણ ઉર્ફે લલ્લુ બિહારીના ફાર્મથી કરવામાં આવી હતી. દબાણ માફિયા લલ્લુ બિહારીના ફાર્મ હાઉસ પર AMCની ટીમ અને અમદાવાદ ક્રાઈમબ્રાંચની ટીમ પહોંચી હતી. લલ્લુ બિહારીએ 2 હજાર વાર ગેરકાયદેસર રિસોર્ટ બનાવ્યો હતો. તળાવમાં બનાવેલા રિસોર્ટમાં સ્વિમિંગ પુલ અને પાર્ટીઓ માટેની જગ્યા પણ બનાવવામા આવી હતી. રિસોર્ટમાં સ્વિમિંગ પુલ, ગાર્ડન, અને ફુંવારા જોવા મળ્યા હતા.
મહેમુદ પઠાણ ઉર્ફે લાલા બિહારીનું ગેરકાયદે ફાર્મ હાઉસ જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું. મહેમુદ પઠાણ ગેરકાયદે બાંગ્લાદેશીઓને આશરો આપતો હતો. એક વ્યકિત દીઠ મહેમુદ પઠાણ 10થી 15 હજાર વસૂલતો હતો.
અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે મહેમૂદ પઠાણને લઈ મોટો ખુલાસો કર્યો હતો. તે બાંગ્લાદેશી મહિલાઓને દેહવિક્રયમાં ધકેલતો હતો. બાંગ્લાદેશી મહિલાઓને દેહ વેચવા માટે મજબૂર કરતો હતો. મહેમૂદ પઠાણ બાંગ્લાદેશી મહિલાઓની મજબૂરીનો ફાયદો ઉઠાવતો હતો.
લલ્લુ બિહારીએ અનેક ગેરકાયદે બાંગ્લાદેશીઓને આશરો આપ્યો હતો. ઓપરેશન શરૂ થાય તે પહેલા જ લલ્લુ બિહારી ભાગી છૂટ્યો હતો. પોલીસે રિસોર્ટમાંથી શંકાસ્પદ બાંગ્લાદેશીઓના ડોક્યુમેન્ટ જપ્ત કર્યા હતા. લલ્લુ બિહારી CAAના વિરોધ પ્રદર્શનમાં પોલીસ પર હુમલાનો આરોપી છે. ગેરકાયદે બાંગ્લાદેશીના ગઢ સમાન ચંડોળા તળાવમાં મેગા ડિમોલીશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. 2 હજારથી વધુ પોલીસ અધિકારી- કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ડ્રોનની મદદથી સમગ્ર કાર્યવાહી પર નજર રાખવામાં આવી રહી છે. ગૃહરાજ્યમંત્રી સતત અમદાવાદ પોલીસ કમિશનરના સતત સંપર્કમાં છે.
અમદાવાદના ચંડોળા તળાવમાં એક જ દિવસમાં 3000 ગેરકાયદે મકાનો તોડવા પ્રશાસનનું આયોજન છે. કાચા મકાન,પાકા મકાન,ઝૂંપડીઓ,ધાર્મિક સ્થાન સહિતની મિલકતો તોડી પાડવામાં આવશે. એક સાથે તમામ મશીનરી ચંડોળામાં પ્રવેશ કરાવવામાં આવશે. અમદાવાદના ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન હાથ ધરવામા આવ્યું છે. ચંડોળા તળાવ આસપાસ ગેરકાયદેસર રહેતા લોકો રાત્રે જ સામાન ભરીને ભાગ્યા હતા.