અમદાવાદ:  બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું વધુ એક વખત સ્થળ બદલાયુ છે. અમદાવાદના ઓગણજની જગ્યાએ આવતીકાલે વટવામાં દિવ્ય દરબાર યોજાાશે.  તારીખ 30/05/2023 ના રોજ વટવા શ્રીરામ મેદાનમાં બાગેશ્વર દરબાર સાંજે 5:00 થી 7:00 યોજાશે. વરસાદના કારણે ધીરેન્દ્ર શાસ્ત્રીનો આવતીકાલનો દિવ્ય દરબાર રદ કરાયો હતો, દિવ્ય દરબારના સ્થળે પાણી ભરાતા કાર્યક્રમ રદ કરાયો હતો. જે બાદ કાર્યક્રમ સ્થળ બદલી ઓગણજની જગ્યા વટવામાં દિવ્ય દરબાર યોજાશે અને વટવા ખાતે શ્રીરામ મેદાનમાં બાબા બાગેશ્વરનો દરબાર ભરાશે.


અમદાવાદના વટવામાં દિવ્ય દરબાર યોજાશે.  આવતી કાલે સાંજે 5:00 થી 7:00 કલાકે દરમિયાન દિવ્ય દરબાર યોજાશે. બાગેશ્વર સરકાર તરીકે ઓળખાતા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી છેલ્લા ચાર  દિવસથી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. 


અમદાવાદમાં બાબાનો દરબાર રદ્દ


અમદાવાદમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર રદ્દ થઇ ગયો છે.  અમદાવાદના ઓગણજ ખાતે બે દિવસીય દિવ્ય દરબાર યોજાવવાનો હતો, પરંતુ વ્યવસ્થા ખોરવાઇ જતાં દિવ્ય દરબારને રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં 29 અને 30 તારીખે યોજાવવાનો હતો આ મોટો કાર્યક્રમ. 


બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ અમદાવાદમાં છે. આ દરમિયાન તેમનો એક વીડિયો વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં તેઓ મોર સાથે નૃત્ય કરતાં નજરે પડે છે. આ વાયરલ વીડિયો સુરતનો હોવાનું અનુમાન છે. 


આ પહેલા સુરતમાં ભરાયો દરબાર



સુરતમાંથી બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારની શરુઆત ગુજરાતમાં થઈ ગઈ છે. બાબાને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ દરમિયાન બાબાએ પોતાના પ્રવચનની શરુઆત કરતા કહ્યું કે, જે રીતે ગુજરાતના લોકો આ રીતે એકઠા થઈ જશે ત્યારે ભારત તો શું પાકિસ્તાનને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવી દઈશું. ગુજરાતની ભક્તિમય ધરતીને હું પ્રણામ કરુ છું. એક વાત તમે તમારી જીંદગીમાં યાદ રાખજો, ન તો હું તમારી પાસે માન લેવા આવ્યો છુ, ન તો ધન લેવા આવ્યો છું, ન તો હું તમારી પાસે સન્માન લેવા આવ્યું છું. હું મારા ખિસ્સામાંથી તમને હનુમાન દેવા આવ્યો છું. તેમણે વધુમાં કહ્યું કે, ભારત હિન્દુ રાષ્ટ્ર હતુ છે અને રહેશે. જે લોકો કહે છે કે, સંતો પાખંડ કરે છે તેમને હું કહી દઉ કે, તમારી ઠાઠરી નિકળશે. જો કોઈને શંકા હોઈ તે બાગેશ્વર ધામ આવી જાય. હું કોઈને ભડકાવવા નથી આવ્યો પરંતુ તમને જગાડવા આવ્યો છું. જ્યાં સુધી ગુજરાતના લોકો રામમય નઈ થઈ જાય ત્યા સુધી હું ગુજરાતનો પીછો નહીં છોડું.