શોધખોળ કરો

કેમિકલયુક્ત પાણીથી ધોળકાનો ખેડૂત બન્યો લાચાર, 1 લાખની કમાણી કરાવતા ગુલાબના છોડ ખેતરમાંથી ઉખેડ્યા

અમદાવાદના ધોળકા તાલુકાનું ભેટાવાડા ગામ એક સમયે ગુલાબ અને અન્ય ફૂલોની ખેતી માટે જાણીતું હતું, પરંતુ આજે અહીંના ખેડૂતો કેમિકલયુક્ત અને ગંદા પાણીના કારણે ખેતી બરબાદ થવાનો આક્ષેપ કરી રહ્યા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ધોળકાના ભેટાવાડામાં પ્રદૂષિત પાણીથી ફૂલોની ખેતી બરબાદ.
  • ખેડૂતોએ ગુલાબના છોડ ઉખેડ્યા, લાખોની આવક ગુમાવી.
  • ફેક્ટરીઓ-પાલિકાનું ગંદુ પાણી નર્મદા કેનાલમાં ઠલવાય છે.
  • દૂષિત પાણીથી આરોગ્ય જોખમ, ગ્રામજનો 11 દિવસથી આંદોલન.

Dholka Flower Farming: અમદાવાદના ધોળકા તાલુકાનું ભેટાવાડા ગામ એક સમયે ગુલાબ અને અન્ય ફૂલોની ખેતી માટે જાણીતું હતું, પરંતુ આજે અહીંના ખેડૂતો કેમિકલયુક્ત અને ગંદા પાણીના કારણે ખેતી બરબાદ થવાનો આક્ષેપ કરી રહ્યા છે. ભેટાવાડાના ખેડૂત સતીશ મકવાણાએ ગુલાબના છોડમાંથી મહિને લગભગ 1 લાખ રૂપિયાની આવક મેળવતા હોવા છતાં કેમિકલયુક્ત પાણીની સમસ્યાના કારણે આખરે ખેતરમાંથી ગુલાબના છોડ ઉખેડી નાખ્યા છે. ખેડૂતનો દાવો છે કે એક છોડ પર સતત 7 વર્ષ સુધી ફૂલો આવતા હતા, પરંતુ દૂષિત પાણીના કારણે છોડ માત્ર બે વર્ષમાં જ સુકાઈ જતા તેમણે આ ખેતી બંધ કરવાની ફરજ પડી છે.

 પાંચ ગામના ખેડૂતો બરબાદ

દૂષિત કેમિકલયુક્ત પાણીની સમસ્યાએ ભેટાવાડા, ત્રાસદ, નેસડા, પાલડી સહિતના પાંચ ગામના ખેડૂતોની મુશ્કેલી વધારી છે. દૂષિત પાણીના કારણે ખેતી અને ભૂગર્ભ જળને નુકસાન થઈ રહ્યું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનો છેલ્લા 11 દિવસથી આંદોલન કરી રહ્યા છે. સ્થાનિકોનો દાવો છે કે કેમિકલયુક્ત પાણીના કારણે બોરનું પાણી પણ દૂષિત થયું છે અને વિસ્તારમાં કેન્સર તથા ચામડીના રોગનું પ્રમાણ વધ્યું છે. કેન્સરના કારણે અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા હોવાનો પણ ગ્રામજનો દાવો કરી રહ્યા છે. જોકે, આ આરોગ્યસંબંધિત આંકડાઓની સત્તાવાર પુષ્ટી થવી બાકી છે.

ફૂલોની ખેતી બરબાદ

ધોળકાનું ભેટાવાડા ગામ એક સમયે ગુલાબ સહિતના વિવિધ ફૂલોની ખેતી માટે જાણીતું હતું. અહીં વર્ષોથી ખેડૂતો ફૂલોની ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જોકે, હવે દૂષિત અને કેમિકલયુક્ત પાણીના કારણે ફૂલોની ખેતી નિષ્ફળ જઈ રહી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે, ગુલાબની ખેતીમાંથી મહિને 50 હજાર રૂપિયા સુધીની આવક થતી હતી. કેટલાક ખેડૂતો તો મહિને એક લાખ રૂપિયા સુધીની કમાણી કરતા હતા. પરંતુ ખેતીમાં સતત નુકસાન થવાને કારણે હવે ખેડૂતો ગુલાબના છોડ ખેતરમાંથી ઉખાડી ફેંકવા મજબૂર બન્યા છે.

ખેડૂતોનો દાવો છે કે અગાઉ ગુલાબનો એક છોડ લગભગ સાત વર્ષ સુધી ફૂલો આપતો હતો. પરંતુ હવે દૂષિત પાણીના કારણે છોડ માત્ર બે વર્ષમાં જ સુકાઈ જતા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. પાણીની ગુણવત્તા અને ખેતીને થઈ રહેલા નુકસાનથી કંટાળીને કેટલાક ખેડૂતોએ પોતાના ખેતરમાંથી ગુલાબના છોડ જ ઉખેડી નાખ્યા છે. જેના કારણે વર્ષોથી ફૂલોની ખેતી પર નિર્ભર ખેડૂતો સામે હવે રોજગારી અને આવકનું સંકટ ઊભું થયું છે.

સ્થાનિક ખેડૂતોનો વધુ એક ગંભીર આક્ષેપ છે કે આશરે 15થી 17 વર્ષ પહેલાં નર્મદાનું પાણી ખેતરો સુધી પહોંચશે તેવા દાવા સાથે વિસ્તારમાં કેનાલ બનાવવામાં આવી હતી. નર્મદાનું પાણી મળશે તેવી આશાએ ખેડૂતોએ કેનાલ માટે પોતાની જમીન પણ આપી હતી અને જમીનનું વળતર લીધું ન હોવાનો એક ખેડૂતનો દાવો છે. પરંતુ હવે આ જ કેનાલમાં નર્મદાના પાણીના બદલે ફેક્ટરીઓમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી અને ગંદુ પાણી છોડવામાં આવતું હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે, આસપાસની કંપનીઓમાંથી કેમિકલયુક્ત પાણી અને ધોળકા નગરપાલિકાનું ગંદુ પાણી કેનાલમાં ઠલવવામાં આવે છે. આ પાણી ખેતરો અને ભૂગર્ભ જળ સુધી પહોંચવાના કારણે ખેતીની જમીન તથા બોરના પાણી પર ગંભીર અસર થઈ રહી હોવાનો સ્થાનિકોનો દાવો છે.

આરોગ્યને પણ ખતરો હોવાનો દાવો

સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, પાણીની સમસ્યાની અસર માત્ર ખેતી પૂરતી સીમિત નથી રહી, પરંતુ લોકોના આરોગ્ય પર પણ તેની અસર જોવા મળી રહી છે. વિસ્તારમાં કેન્સર અને ચામડીના રોગોનું પ્રમાણ વધ્યું હોવાનો ગ્રામજનોનો દાવો છે. પાંચેય ગામોમાં અત્યાર સુધીમાં 11 લોકોના કેન્સરના કારણે મોત થયા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. 

Frequently Asked Questions

ધોળકાના ભેટાવાડા ગામના ખેડૂતો કઈ મુખ્ય સમસ્યાનો સામનો કરી રહ્યા છે?

ખેડૂતો કેમિકલયુક્ત અને ગંદા પાણીના કારણે ખેતી બરબાદ થવાનો આક્ષેપ કરી રહ્યા છે. આ દૂષિત પાણી ભૂગર્ભ જળને પણ નુકસાન પહોંચાડી રહ્યું છે અને લોકોના આરોગ્યને જોખમમાં મૂકી રહ્યું છે.

દૂષિત પાણીની ગુલાબની ખેતી પર શું અસર થઈ છે?

ગુલાબના છોડ જે પહેલા 7 વર્ષ ફૂલો આપતા, તે હવે દૂષિત પાણીને કારણે માત્ર બે વર્ષમાં સુકાઈ જાય છે. આનાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થતા, તેઓ ગુલાબના છોડ ઉખાડવા મજબૂર બન્યા છે.

આ દૂષિત પાણી ક્યાંથી આવતું હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે?

ખેડૂતોનો આક્ષેપ છે કે આસપાસની કંપનીઓમાંથી કેમિકલયુક્ત પાણી અને ધોળકા નગરપાલિકાનું ગંદુ પાણી નર્મદા માટે બનેલી કેનાલમાં છોડવામાં આવે છે. આ પાણી ખેતરો અને ભૂગર્ભ જળને દૂષિત કરે છે.

દૂષિત પાણીના કારણે સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય પર શું અસર થઈ છે?

સ્થાનિકોના જણાવ્યા મુજબ, દૂષિત પાણીના કારણે વિસ્તારમાં કેન્સર અને ચામડીના રોગોનું પ્રમાણ વધ્યું છે. ગ્રામજનો 11 લોકોના કેન્સરથી મૃત્યુ થયાનો દાવો પણ કરી રહ્યા છે.

Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર, હવામાન વિભાગે આ 9 જિલ્લા માટે કર્યું યલો એલર્ટ જાહેર
રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર, હવામાન વિભાગે આ 9 જિલ્લા માટે કર્યું યલો એલર્ટ જાહેર
સ્કૂલ બાદ હવે હવે વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, સુરક્ષા તંત્ર એલર્ટ
સ્કૂલ બાદ હવે હવે વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, સુરક્ષા તંત્ર એલર્ટ
અમદાવાદની સ્કૂલો અને ગાંધીનગર કોર્ટ અને વિધાનસભાને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ એક્શનમાં
અમદાવાદની સ્કૂલો અને ગાંધીનગર કોર્ટ અને વિધાનસભાને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ એક્શનમાં
નેપાળ પૂર દૂર્ઘટનામાં હજુ પણ 30 ગુજરાતીઓ ગુમ, ઓળખ માટે પરિવારજનોના DNA સેમ્પલ એકત્રિત કરાયા
નેપાળ પૂર દૂર્ઘટનામાં હજુ પણ 30 ગુજરાતીઓ ગુમ, ઓળખ માટે પરિવારજનોના DNA સેમ્પલ એકત્રિત કરાયા
Advertisement

વિડિઓઝ

માંગરોળમાં હડકાયા કૂતરાનો આતંક, નાના બાળકો સહિત 10 થી 12 લોકોને બચકાં ભર્યા
Gandhinagar | કુડાસણમાં દુર્ઘટના, બાંધકામ સાઈટ પર લોખંડનું સ્ટ્રક્ચર ધરાશાયી, 13 લોકો ઈજાગ્રસ્ત
Hun To Bolish | હું તો બોલીશ | કરોડોના ભાજી મૂળા
Hun To Bolish | હું તો બોલીશ | વિના મેન્ડેટ સહકારમાં ઉદ્ધાર
Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર, હવામાન વિભાગે આ 9 જિલ્લા માટે કર્યું યલો એલર્ટ જાહેર
રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર, હવામાન વિભાગે આ 9 જિલ્લા માટે કર્યું યલો એલર્ટ જાહેર
ધાનેરા APMCમાં ભાજપના દિગ્ગજોની ભૂંડી હાર તો ધોળકામાં કોંગ્રેસનો વિજય, જાણો જુનાગઢ-ઈડરનું પરિણામ
ધાનેરા APMCમાં ભાજપના દિગ્ગજોની ભૂંડી હાર તો ધોળકામાં કોંગ્રેસનો વિજય, જાણો જુનાગઢ-ઈડરનું પરિણામ
ઈશાન કિશનની કેપ્ટનશીપમાં ઈસ્ટ ઝોને રચ્યો ઈતિહાસ, સાઉથ ઝોનને હરાવીને 13 વર્ષ પછી જીતી દુલીપ ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપમાં ઈસ્ટ ઝોને રચ્યો ઈતિહાસ, સાઉથ ઝોનને હરાવીને 13 વર્ષ પછી જીતી દુલીપ ટ્રોફી
Botad: કથિત 1 કરોડના તોડકાંડ મામલે ભાજપની પહેલી પ્રતિક્રિયા, જાણો કોણે આપી MLA ઉમેશ મકવાણાને ખુલ્લી ચેલેન્જ
Botad: કથિત 1 કરોડના તોડકાંડ મામલે ભાજપની પહેલી પ્રતિક્રિયા, જાણો કોણે આપી MLA ઉમેશ મકવાણાને ખુલ્લી ચેલેન્જ
માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને કર્યો BSP માંથી બહાર! સસરાનો સંન્યાસ પણ આવ્યો કામ
માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને કર્યો BSP માંથી બહાર! સસરાનો સંન્યાસ પણ આવ્યો કામ
એપલે લોન્ચ કર્યા iPhone 18 Pro અને Pro Max, કેમેરા અને ફીચર્સ જોઈ ચોંકી જશો, જાણો કિંમત અને તમામ ફીચર્સ
એપલે લોન્ચ કર્યા iPhone 18 Pro અને Pro Max, કેમેરા અને ફીચર્સ જોઈ ચોંકી જશો, જાણો કિંમત અને તમામ ફીચર્સ
BCCI એ હર્ષિત રાણાના રિપ્લેસમેન્ટની કરી જાહેરાત, પંજાબ કિંગ્સના આ બોલરને મળ્યો મોકો
BCCI એ હર્ષિત રાણાના રિપ્લેસમેન્ટની કરી જાહેરાત, પંજાબ કિંગ્સના આ બોલરને મળ્યો મોકો
લોધિકા ખરીદ-વેચાણ સંઘની ચૂંટણી બાદ પોસ્ટર વોર: મેન્ડેટ વિરુદ્ધ લડનારા નેતાઓ સામે કાર્યવાહીની તૈયારી
લોધિકા ખરીદ-વેચાણ સંઘની ચૂંટણી બાદ પોસ્ટર વોર: મેન્ડેટ વિરુદ્ધ લડનારા નેતાઓ સામે કાર્યવાહીની તૈયારી
Embed widget