અમદાવાદઃ અમદાવાદમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક 15 વર્ષના પંચમહાલના કિશોરના લિંગમાં સ્ટેઇનલેસ સ્ટીલની બોલ બેરિંગની રિંગ ફસાઇ ગયાનો કેસ આવ્યો હતો. સિવિલના તબીબોએ રિંગ કાઢવામાં રીતસરનો પરસેવો વળી ગયો હતો. અંતમાં  દેશી પદ્ઘતિના ઉપયોગથી રિંગ બહાર કાઢીને  યુવકને અસહ્ય પીડામાંથી બહાર કાઢ્યો હતો. નોંધનીય છે કે તબીબોએ તમામ પ્રયાસો કર્યા હતા પરંતુ તેમાં નિષ્ફળ રહેતા આ છેલ્લો વિકલ્પ પસંદ કર્યો હતો. તબીબોને બેરિંગ કાઢવામાં સાડા ત્રણ કલાકનો સમય લાગ્યો હતો.


મળતી જાણકારી અનુસાર, પંચમહાલના 15 વર્ષના કિશોર હસ્તમૈથૂન કરતા સમયે સ્ટીલની બોલ બેરિંગનો ઉપયોગ કરતો હતો જેને કારણે રિંગ લિંગમાં ફસાઇ ગઇ હતી. ભારે દર્દને લીધે અડધો દિવસ સુધી તેણે આ વાત કોઇને કરી નહોતી પરંતુ બાદમાં દુખાવો વધતા તેણે પોતાના પિતરાઇ ભાઇને આ અંગેની જાણ કરી હતી અને બાદમાં તેણે આ વાતની જાણ કિશોરના પિતાને કરી હતી. શરૂઆતમાં તેને સ્થાનિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો પરંતુ બાદમાં તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.

આવા તબક્કે કોઠાસૂઝ કામ લાગી અને દોરી લગાવીને બેરીંગની રીંગને ધીમે ધીમે સાડા ત્રણ કલાકે સરકાવીને બહાર કાઢવાની સફળ રહી હતી. જયાં સર્જરી વિભાગના વડા ડો. રજનીશ પટેલ, ડો.હેતેન્દ્ર દેસાઇ તથા રેસિડેન્ટ તબીબ ડો. પ્રાજંલ અને ધ્રુવે ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ બાદમા ડોક્ટર રજનીશ પટેલે કહ્યું કે, ફસાયેલી  રીંગ બોલ બેરિંગ રીંગ હતી. જેથી તે કપાય તે તૂટે તેમ નહોતી. જેથી લીંગ કાપવું પડે તેવી પણ શકયતાઓ હતી. જો કે, અંતમાં અમે લિંગ પર દોરી બાંધી ધીરે ધીરે રીંગને બહાર કાઢી હતી. આ અંગે હિતેન્દ્ર દેસાઇએ જણાવ્યું હતું કે, જો સમયસર રીંગને દૂર કરવામાં ન આવી હોત તો ગુપ્તાંગ પર તેની અસર પડી શકત.  જેના કારણે ગેગરીન પણ થઇ શકે તેમ હતું. આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. એમ.એમ.પ્રભાકરે જણાવ્યું હતું કે, દર વર્ષે આવા કેટલાક કિસ્સા સિવિલમાં આવે છે. લિંગને કોઇ જ નુકશાન ન થાય તે મુદ્દે ખાસ ધ્યાન રાખી ઓપરેશન કરવામાં આવે છે.