અમદાવાદઃ મોડી રાત્રે નશામાં ચૂર યુવતીએ રૂમ પાર્ટનરને કરી ગાળાગાળી, અશ્લીલ હરકતો કરતાં પાર્ટનરે બોલાવી પોલીસ.....
એબીપી અસ્મિતા વેબ ટીમ | 19 May 2020 10:04 AM (IST)
દારૂના નશામાં યુવતીએ ઘરે આવીને ધમાલ મચાવીને સાથે રહેતી યુવતી સાથે અશ્લીલ હરકતો કરી હતી.
અમદાવાદઃ રામોલમાં સાથે રહેતી બે યુવતીઓ પૈકી એક યુવતીએ સોમવારે રાત્રે દારૂ પીને ઘરે આવીને ધમાલ મચાવીને સાથે રહેતી યુવતી સાથે અશ્લીલ હરકતો કરી હતી. આ ધમાલથી કંટાળેલી રૂમ પાર્ટનર યુવતીએ કંટ્રોલ રૂમમાં ફોન પોલીસને જાણ કરી હતી. તરત પહોંચેલી પોલીસે ધમાલ કરનારી યુવતીએ દારૂ પીધો હોવાનું જણાતાં તેની ધરપકડ કરી છે. આ ઘટનાની વિગત એવી છે કે, વસ્ત્રાલમાં શિવાની પદ્મશાળી તેની મિત્ર નેહા રોય સાથે રહે છે. 18 મેના રોજ રાત્રે બે વાગ્યે શિવાની ઘરે હતી જ્યારે નેહા બહાર ગઈ હતી. મોડી રાત્રે નેહા બહારથી આવી અને નેહાએ જોરજોરથી દરવાજો ખખડાવ્યો હતો. શિવાનીએ દરવાજો ખોલતાં નેહા લથડિયા ખાતી ઘરમાં આવી હતી અને શિવાની સાથે ઝગડવા કરવા લાગી હતી. નેહાના મોઢામાંથી દારૂની વાસ આવતી હતી તેથી શિવાનીએ તેને સાંત કરવા કોશિસ કરી હતી, અકળાઈને નેહાએ બૂમો પાડવા માંડી હતી. શિવાનીએ નેહાને બૂમો ન પાડવા સમજાવતાં નેહાએ ગાળાગાળી કરીને અશ્લીલ વર્તન કરવા માંડતાં શિવાનીએ કંટાળીને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં રામોલ પોલીસ ઘટના સ્થળે મહિલા પોલીસ કોન્સ્ટેબલને લઈને પહોંચી હતી. પોલીસ પહોંચી ત્યારે નેહા નશાની હાલતમાં હતી અને નેહાના મોઢામાંથી વાસ આવતી હતી. બોલતી વખતે તેની જીભ પણ લથડાતી હતી. પોલીસે નેહા પાસે દારૂ અંગેની પરમિટ માગી હતી. પરંતુ નેહા પાસે પરમિટ ન હતી. પોલીસે નેહા સામે પ્રોહિબિશન એક્ટની જુદી જુદી કલમ હેઠળ ફરિયાદ લઇ તેની ધરપકડ કરી હતી.