અમદાવાદઃ ગુરુકુળ ખાતે કાર્યક્રમમાં હાજરી આપવ આવેલા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ હવે ધોરણ 1થી 5ની સ્કૂલો શરૂ કરવા મુદ્દે મોટું નિવેનદ આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, અમે વિદ્યાર્થીના હીતમાં, વિદ્યાર્થીના સ્વાસ્થ્યના હીતમાં નિર્ણય કરીએ છીએ. પહેલા કોલેજ, પછી 9,10,11, 12,  પછી 2 તારીખથી 6થી આઠ. હવે પછી નાના બાળકોને સ્પર્શતો વિષય છે, એટલે  એમનું સ્વાસ્થ્ય, એમનું હીત જળવાય એ પ્રમાણે યોગ્ય સમયે નિર્ણય લઈશું.  


આ ઉપરાંત તેમણે સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોને આઠ કલાક નોકરી મુદ્દે પણ મોટું નિવેદન આપ્યું હતું. ભુપેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, સરકારના બધા વિભાગમાં કર્મચારી 8 કલાક જ કામ કરે છે. પ્રાથમિક શાળાના શિક્ષકો પણ સરકારી કર્મચારીઓ જ છે. આમ, તેમણે શાળામાં આઠ કલાક હાજરીની સમય મર્યાદામાં કોઈ મુક્તિ નહીં, આપવાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. તેમજ આઠ કલાકની હાજરી મુદ્દે શિક્ષકોએ કરેલી માગને શિક્ષણંત્રીએ ફગાવી દીધી છે. 

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ કરીને રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને લઈ મોટી જાહેરાત કરી છે. રાજ્યની વિજય રૂપાણી સરકારે કર્મચારીઓને 28 ટકા ભથ્થું આપવાનો નિર્ણય કર્યો છે. 


કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર થયો છે.  પ્રણાલી અનુસાર ગુજરાત સરકાર પણ ભારત સરકારના મોંઘવારી ભથ્થા વિચારણા કરે છે અને ચૂકવે છે. હાલ સુધી 17 ટકા મોંઘવારી ભથ્થું સરકારી અધિકારી કર્મચારીઓને ચૂકવાતું હતું. કેન્દ્ર સરકારે 11 ટકાના વધારા સાથે 28 ટકાનું ભથ્થું નક્કી કર્યું તે મુજબ અમે પણ 28 ટકા ભથ્થું આપીશું.


ભારત સરકારના નિર્ણય બાદ હવે રાજ્ય સરકારે પણ સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. મહત્વનું છે કે પહેલા 17 ટકા મોંઘવારી ભથ્થુ આપવામાં આવતું હતું હવે તેમાં 11 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે સરકારી કર્મચારીઓને હવે 28 ટકાના દરે મોંઘવારી ભથ્થુ મળશે. 



નીતિન પટેલની આ જાહેરાત બાદ રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનર્સને મોટો ફાયદો થવાનો છે. હવે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, એટલે હવે દરેક કર્મચારીઓ અને પેન્શનર્સને 28 ટકાના દરે મોંઘવારી ભથ્થુ મળશે. નાયબ મુખ્યમંત્રીએ આપેલી માહિતી પ્રમાણે જુલાઈ અને ઓગસ્ટ મહિનાનું એરિયર્સ ચુકવવામાં આવશે.