અમદાવાદ:  અમદાવાદમાં ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવી લોકોને વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચને માહિતી મળી હતી કે નકલી પાસપોર્ટ બનાવી લોકોને અમેરિકામાં ગેરકાયદેસર મોકલી રહ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આ મામલે 4 લોકો સામે ગુનો દાખલ કર્યો છે.    પાસપોર્ટ કૌભાંડ મહેસાણાના એજન્ટો દ્વારા આચરવામાં આવ્યું હતુ.  અત્યાર સુધીમાં એક પરિવાર માટે સવા કરોડ દોઢ કરોડ રૂપિયા લેતા હતા.


મહેસાણા રાજુ પ્રજાપતિ અને શિલ્પા પટેલ અમેરિકા જવા માંગતા તેમના નામ બદલીને મોકલવાના હતા.  પતિ પત્ની બનાવી ખોટા નામ ધારણ કરાવી મેક્સિકો થઈ અમેરિકા મોકલવાનું કાવતરું પકડવામાં આવ્યું છે.    પિતા પુત્ર હરેશ અને હાર્દિક ગેરકાયદેસર રીતે વિદેશ મોકલવા પ્રયત્નો કર્યા હતા.  રજત ચાવડા પાસપૉર્ટ બનાવવામાં મદદ કરતો હોવાનું સામે આવ્યું છે.


રાજ્યમાં નકલી પાસપોર્ટ બનાવી વિદેશ મોકલવાનું મોટું કૌભાંડ બહાર આવ્યું હતુ. આયોજન કરી અનેક નકલી પાસપોર્ટ બનાવ્યા છે. આરોપીઓ જે લોકો પાસે પાસપોર્ટ ન હોય અથવા વિદેશ જવાની ઇચ્છા ધરાવતા હોય તેમના માટે નકલી પાસપોર્ટ બનાવતા હતા. આ ટોળકીએ અનેક લોકોને વિદેશ સ્થાઇ થવા માટે નકલી પાસપોર્ટ બનાવી આપ્યા હોવાનું અનુમાન છે. 


ધોરણ 10 અને ધોરણ 12ની પ્રિલિમ પરીક્ષાનું પેપર લીક થયાનો દાવો


અમદાવાદઃ ધોરણ-10 અને ધોરણ-12ની પ્રિલિમ પરીક્ષાનું પેપર લીક થયાને લઇને GSEBએ દાવો કર્યો હતો. શાળા વિકાસ સંકુલ હેઠળ લેવાતી ધોરણ દસ અને ધોરણ 12ની પ્રિલિમ પરીક્ષાનું પેપર લીક થયાના અહેવાલ બાદ ફરી એકવાર શિક્ષણ વિભાગ વિરૂદ્ધ સવાલો ઉઠી રહ્યાં છે. ધોરણ દસ અને ધોરણ 12ની પ્રિલિમ પરીક્ષાનું પેપર લીક થયાના અહેવાલ મળ્યા હતા. યુ-ટ્યુબ પર એક ચેનલે પરીક્ષા લેવાયના બે દિવસ અગાઉ જ પેપર સોલ્વ કરી વીડિયો અપલોડ કર્યો હતો.  પેપર લીક થયાના અહેવાલો સોશિયલ  મીડિયામાં વહેતા થયા હતા.


GSEBના પરીક્ષા સચિવ દિનેશ પટેલે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર વાયરલ પેપર બોર્ડે આપ્યું નથી. જે ચેનલે પેપર મુક્યું છે તેની બોર્ડ તપાસ કરશે. સમગ્ર મામલે બોર્ડ પોલીસ ફરિયાદ કરવાની તૈયારી કરી રહ્યું છે. બોર્ડ યુ-ટ્યુબ ચેનલ વિરુદ્ધ પગલા લેશે. યુ-ટ્યુબ ચેનલમાં ધોરણ 10 અને ધોરણ 12ની પ્રિલિમ પરીક્ષાના પેપર લીક થયાના અહેવાલ છે. પરીક્ષા લેવાય તેના બે દિવસ અગાઉ સોશિયલ મીડિયા પર પેપર લીક થયાનો આરોપ છે. સોશિયલ મીડિયા પર સંપૂર્ણ પેપર સોલ્વ કરી વીડિયો પણ અપલોડ કરવામાં આવ્યો હતો. નવનીત પ્રકાશનમાં પેપર છપાયા છે.


જો કે એબીપી અસ્મિતા સાથે વાત કરતા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના પરીક્ષા સચિવ દિનેશ પટેલે જણાવ્યું કે સોશલ મીડિયા પર વાયરલ થયેલ પેપર બોર્ડે આપ્યું નથી. જે ચેનલે સોશલ મીડિયા પર પેપર મુક્યું છે તેની બોર્ડ તપાસ કરશે. સમગ્ર મામલે બોર્ડે પોલીસ ફરિયાદ કરવાની પણ તજવીજ હાથ ધરશે.. એટલુ જ નહીં, બોર્ડ યુ-ટ્યુબ ચેનલ વિરૂદ્ધ પગેલા લેવાની પણ કાર્યવાહી કરશે.