શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદઃ 23 વર્ષની યુવતી બોયફ્રેન્ડ સાથે ગઈ હોટલમાં, પિતાને જાણ થતાં પહોંચી ગયા ને પછી શું થયો જોરદાર તમાશો ?
શહેરના ઓઢવ વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતીને મહારાષ્ટ્રના યુવક સાથે પ્રેમસંબંધ હતા. દરમિયાન પ્રેમી યુવતીને મળવા માટે અમદાવાદ આવ્યો હતો અને ઓઢવબ્રિજ પાસે આવેલી હોટલમાં રોકાયો હતો. પ્રેમીએ યુવતીને અહીં મળવા માટે બોલાવી હતી.
અમદાવાદઃ શહેરના ઓઢવ વિસ્તારમાં હોટલમાં બોયફ્રેન્ડને મળવા આવેલી યુવતીને પિતાએ રંગેહાથે ઝડપી પાડતાં હંગામો મચી ગયો હતો. બોયફ્રેન્ડ સાથે દીકરી મળી આવતાં પિતાએ જાહેરમાં જ ફટકારતાં યુવતીને લાગી આવ્યું હતું અને ઓઢવબ્રિજ પર ચડી ગઈ હતી અને આપઘાતની ચિમકી આપી હતી. પિતાએ સમજાવવા છતાં દીકરી ન માનતા તેમણે મહિલા હેલ્પલાઇનની મદદ લેવી પડી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, શહેરના ઓઢવ વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતીને મહારાષ્ટ્રના યુવક સાથે પ્રેમસંબંધ હતા. દરમિયાન પ્રેમી યુવતીને મળવા માટે અમદાવાદ આવ્યો હતો અને ઓઢવબ્રિજ પાસે આવેલી હોટલમાં રોકાયો હતો. પ્રેમીએ યુવતીને અહીં મળવા માટે બોલાવી હતી.
યુવતી હોટલમાં પ્રેમીને મળવા આવતાં કોઈ સંબંધી તેમને જોઈ જતાં તેમણે યુવતીના પિતાને જાણ કરી દીધી હતી. જેથી પિતા તાત્કાલિક હોટલ પહોંચી ગયા હતા અને બંનેને પકડી પાડ્યા હતા. આ પછી બંનેને રોડ પર લાવી જાહેરમાં જ ફટકાર્યા હતા. જાહેરમાં જ ફટકારતા યુવતીને લાગી આવતાં તે બ્રિજ પર ચઢી ગઈ હતી અને આપઘાતની ચિમકી આપી હતી. જાહેરમાં જ તમાશો થતા લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. દરમિયાન કોઈએ મહિલા હેલ્પલાઇનને જાણ કરતા હેલ્પલાઇનની ટીમ આવી પહોંચી હતી. તેમજ યુવતી અને તેના માતા-પિતાને સમજાવીને સમાધાન કરાવ્યું હતું. તેમજ તેમને ઘરે મોકલી દીધા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion