Gujarat Budget 2025: નાણામંત્રીએ બજેટમાં દિવ્યાંગોનો લઈને કરી મોટી જાહેરાત

Gujarat Budget 2025:  ગુજરાત વિધાનસભામાં આજે બજેટ રજુ કરવામાં આવ્યું છે. નાણામંત્રી કનુ દેસાઈએ વિધાનસભામાં ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કર્યું છે.

Continues below advertisement

Gujarat Budget 2025:  ગુજરાત વિધાનસભામાં આજે બજેટ રજુ કરવામાં આવ્યું છે. નાણામંત્રી કનુ દેસાઈએ વિધાનસભામાં ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. નાણામંત્રી  કનુ દેસાઈનું આ ચોથું બજેટ છે. આ દરમિયાન તેમણે ખેડૂતો,મહિલા, આદિવાસી સમાજ અને વિદાર્થીઓને લઈને અનેક જાહેરાતો કરી હતી. આ ઉપરાંત આ બજેટમાં દિવ્યાંગ લોકો માટે પણ ખાસ જાહેરાત કરવામાં આવી છે.

Continues below advertisement

 

નાણામંત્રીએ પોતાની બજેટ સ્પીચમાં કહ્યું કે,  પ્રધાનમંત્રીની દિવ્યાંગજનો પ્રત્યેની સંવેદનાને સાકાર કરવા “સંત સુરદાસ યોજના” હેઠળ ૮૦% ને બદલે હવેથી ૬૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા ૮૫ હજારથી વધુ દિવ્યાંગજનોને પણ વાર્ષિક ₹૧૨ હજારની સહાય આપવાની જાહેરાત કરવામા્ં આવે છે.

યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે 2,748 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા

નવલખી અને મગદલ્લા બંદર માટે 250 કરોડ રૂપિયા, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે 2,748 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. માછીમારો માટે માળખાકીય સુવિધા ઉભી કરાશે. તમામ જિલ્લાઓમાં પ્રવાસ વિકાસ સોસાયટીની સ્થાપના કરાશે. દાહોદમાં નવું ગ્રીન ફિલ્ડ એરપોર્ટ વિકસાવાશે. પોરબંદર, ભાવનગર, સુરત એરપોર્ટના વિસ્તરણ માટે 210 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઇ હતી. પારસી સર્કિટ, ક્રૂઝ ટુરિઝમ, બીચ હોટલ્સ માટે 50 કરોડની જોગવાઈ રજૂ કરાઇ હતી. નાના શહેરોને મોટા શહેરોનો હવાઈ માર્ગે જોડવા 45 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા.

ઉઘોગ અને ખાણ વિભાગ માટે 11706 કરોડ રૂપિયાની જોગવાઈ

બંદરો અને વાહન વિભાગ માટે 4283 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઇ હતી.  વિદ્યા અને પ્રોધ્યોગીકી વિભાગ માટે 2535 કરોડ રૂપિયા, ઉઘોગ અને ખાણ વિભાગ માટે 11706 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઇ હતી. પ્રવાસન યાત્રાધામ માટે 2748 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઇ હતી.

શહેરી-ગૃહ નિર્માણ વિભાગ માટે 30,325 કરોડ રૂપિયા

બજેટમાં આદિજાતિ વિકાસ માટે 5,120 કરોડ રૂપિયાની, શહેરી-ગૃહ નિર્માણ વિભાગ માટે 30,325 કરોડ રૂપિયા, પંચાયત-ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 13,772 કરોડ રૂપિયા, નર્મદા, જળસંપતિ, પાણી પૂરવઠા અને કલ્પસર વિભાગ માટે 25,642 કરોડ રૂપિયા, ભાડભૂત બેરેજ યોજના માટે 876 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઇ હતી. 1450 ડિલક્સ અને 450 મીડી બસ એમ કુલ 1850 નવી બસ, 200 પ્રીમિયમ એસી બસો અને 10 કાર વાન મુકાશે. એસટી બસના અકસ્માત નિવારવા માટે ઓડિયો-વીડિયો એલર્ટ સિસ્ટમ ગોઠવાશે

Continues below advertisement
Sponsored Links by Taboola