અમદાવાદ: અમદાવાદના સ્ટેડિયમ વોર્ડમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં આજે વહેલી સવારે આગ લાગી હતી. કોવિડ કેર સેન્ટર તરીકે કાર્યરત હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આવેલી હોસ્પિટલમાં 8 લોકોના મોત થયા છે. મૃતકોમાં 5 પુરુષ અને 3 મહિલાનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં એલિસબ્રિજના ધારાસભ્ય રાકેશ શાહ, પૂર્વ મેયર અમિત શાહ સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા.

મૃતકોનું લિસ્ટ

- આયશાબેન તિરમીજી, પાલડી

- જ્યોતિબેન સિંધી, ખેરાલુ

- અરવિંદભાઈ ભાવસાર, મેમનગર

- નવીનલાલ શાહ, ધોળકા

- આરીફ મન્સુરૂ, વેજલપુર

- લીલાવતીબેન શાહ, વાસણા

- નરેન્દ્રભાઈ શાહ, ધોળકા

- મનુભાઈ ઈશ્વરભાઈ રામી, મેમનગર

એલિસબ્રિજના ધારાસભ્ય રાકેશ શાહે કહ્યું, આ ઘટનામાં તમામ પાસાઓની તપાસ થશે. હાલ મૃતકોના પોસ્ટમોર્ટમ અને ઈજાગ્રસ્તોની સારવાર પ્રાથમિકતા છે. હોસ્પિટલ પ્રશાસન સાથે હજુ કોઈ વાત નથી થઈ પરંતુ જે ઘટના બની તે દુઃખદ છે. તમામ પાસાની તપાસ કરી જરૂરી કાર્યવાહી કરાશે.

49 દર્દીની ચાલતી હતી સારવાર

નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હોવાની માહિતી મળ્યા બાદ એએમસીના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હોસ્પિટલમાં 49 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા.. શ્રેય હોસ્પિટલના ચોથા માળે આગ લાગી હતી. શ્રેય હોસ્પિટલનો ચોથો માળે સરકારે કોવિડ 19 માટે ફાળવ્યો છે.

શોર્ટ સર્કિટની આગ લાગ્યાનું અનુમાન

હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગતા અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ ફાયર બ્રિગેડના જાણ કરતા ફાયરનો કાફલો પહોંચ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. શોર્ટ સર્કિટથી હોસ્પિટલમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

અમદાવાદઃ કોવિડ કેર સેન્ટર શ્રેય હોસ્પિટલમાં લાગી આગ, 8 દર્દીના મોત, જાણો વિગતે

જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ જીસી મુર્મૂએ આપ્યું રાજીનામું, જાણો કોની કરાઈ નિમણૂક