શોધખોળ કરો

Ahmedabad Firing Case: જાહેરમાં ફાયરિંગ કરનારા નિવૃત્ત DySPની ધરપકડ, પો.સ્ટે.માં પોલીસકર્મીઓ સાથે કરી ઝપાઝપી

Ahmedabad Firing Case: અમદાવાદમાં ફાયરિંગ કરનારા નિવૃત DySPની નફ્ફટાઈ સામે આવી છે. આજે પોલીસ કસ્ટડીમાં પોલીસકર્મીઓ સાથે દાદાગીરી કરી હતી

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • નિવૃત DySP અશોકસિંહ ચૌહાણની કરોડોની જમીન વિવાદમાં ધરપકડ.
  • જમીનના મુદ્દે જાહેરમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ કરનાર DySP.
  • પોલીસ કસ્ટડીમાં પણ DySP દ્વારા પોલીસકર્મીઓ સાથે દાદાગીરી.
  • ભાડાની વસૂલાત અને જમીનના મુદ્દે ઉગ્ર બોલાચાલી બાદ ફાયરિંગ.

Ahmedabad Firing Case: અમદાવાદના નહેરુનગર બસ સ્ટેન્ડની પાછળ ગઇકાલે ધોળા દિવસે જાહેરમાં ફાયરિંગ કરનારા નિવૃત DySP અશોકસિંહ ચૌહાણની આખરે પોલીસે ધરપકડ કરી લીધી છે. નિવૃત DySPએ ગઇકાલે એક જમીન કેસમાં જાહેરમાં ધડાધડ પાંચ રાઉન્ડનું ફાયરિંગ કર્યુ હતુ. આ પછી સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ આખો મામલો કરોડો રૂપિયાની કિંમતી જમીનના વિવાદને લઈને સર્જાયો હતો. 

માહિતી પ્રમાણે, અમદાવાદમાં ફાયરિંગ કરનારા નિવૃત DySPની નફ્ફટાઈ સામે આવી છે. આજે પોલીસ કસ્ટડીમાં પોલીસકર્મીઓ સાથે દાદાગીરી કરી હતી. કસ્ટડીમાં જ પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી કરવાનો પ્રયાસ કર્યો હતો. અને પોલીસ સ્ટેશનમાં જ નિવૃત DySPએ ડંફાસ મારી હતી કે મારી સામે ખોટી ફરિયાદ નોંધાઈ છે અને મારી ફરિયાદ પોલીસ નથી નોંધી. 

અમદાવાદમાં ફિલ્મી દ્રશ્યો: 26 ગુનામાં વોન્ટેડ ધમા બારડનો PI પર પિસ્તોલથી હુમલો, પગમાં ગોળી વાગતા ઝડપાયો

હાલમાં જે જગ્યા પર ફાયરિંગ થયું તે જમીનના મૂળ માલિક પ્રિયમ મહેતા છે. જો કે, છેલ્લા ઘણા સમયથી આ કિંમતી જમીન નિવૃત DySP અશોકસિંહ ચૌહાણના કબ્જામાં હતી. આ ખુલ્લા પ્લોટમાં હરેશ ભારભીડીયા તેમજ હિતેશ ભારભીડીયા નામના વ્યક્તિઓ ભાડેથી ખાણીપીણી અને કપડાનું બજાર તૈયાર કરીને ચલાવતા હતા. ઘટના અંગે એક પ્રત્યક્ષદર્શી મહિલાએ ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે, આ જગ્યા પર કામ શરૂ કરવા અંગે છેલ્લા એક વર્ષથી વિવાદ ચાલી રહ્યો હતો. આક્ષેપ છે કે નિવૃત પોલીસ અધિકારી ચૌહાણ નામના વ્યક્તિએ 4 કરોડ રૂપિયા લીધા હોવા છતાં અહીં કામગીરી અટકાવી રાખી હતી, જ્યારે ભાગીદાર અમિત, સુમિત અને મુન્નાભાઈ અહીં બજાર શરૂ કરવા માટે તૈયાર હતા. છેલ્લા થોડા સમયથી હરેશ અને હિતેશ ભારભીડીયા દ્વારા જમીનનું ભાડું ચૂકવવામાં આવ્યું ન હતું. આ ભાડાની વસૂલાત અને જમીનના પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે આજે એક બેઠક કરી હતી. આ મિટિંગ દરમિયાન હરેશ ભારભીડીયા, હિતેશ ભારભીડીયા અને નિવૃત DySP અશોક ચૌહાણ વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી એટલી હદે વધી ગઈ કે મામલો બિચક્યો હતો અને ગુસ્સામાં આવીને નિવૃત DySP અશોકસિંહ ચૌહાણ દ્વારા પોતાની રિવોલ્વરથી ઉપરાઉપરી 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

Frequently Asked Questions

અમદાવાદમાં જાહેરમાં ફાયરિંગ કરનાર નિવૃત DySPનું નામ શું છે?

અમદાવાદના નહેરુનગર બસ સ્ટેન્ડની પાછળ જાહેરમાં ફાયરિંગ કરનાર નિવૃત DySPનું નામ અશોકસિંહ ચૌહાણ છે.

નિવૃત DySP અશોકસિંહ ચૌહાણે કેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યું?

નિવૃત DySP અશોકસિંહ ચૌહાણે એક જમીન કેસમાં ધોળા દિવસે જાહેરમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

આ ફાયરિંગનો મુખ્ય કારણ શું હતું?

આ ફાયરિંગનો મુખ્ય કારણ કરોડો રૂપિયાની કિંમતી જમીનના વિવાદને લઈને સર્જાયો હતો.

ફાયરિંગ બાદ પોલીસે શું કાર્યવાહી કરી?

ફાયરિંગ બાદ પોલીસે નિવૃત DySP અશોકસિંહ ચૌહાણની ધરપકડ કરી લીધી છે અને હાલમાં તેઓ પોલીસ કસ્ટડીમાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Surat: 'ભૂતિયા ડિમૉલિશન' મામલે મોટો ધડાકો, 12 દિવસ બાદ મનપાએ કહ્યું 'કાર્યવાહી સંપૂર્ણરીતે કાયદેસર'
Surat: 'ભૂતિયા ડિમૉલિશન' મામલે મોટો ધડાકો, 12 દિવસ બાદ મનપાએ કહ્યું 'કાર્યવાહી સંપૂર્ણરીતે કાયદેસર'
ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી, 11થી 15 જૂન દરમિયાન આ જિલ્લામાં વરસશે વરસાદ
ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી, 11થી 15 જૂન દરમિયાન આ જિલ્લામાં વરસશે વરસાદ
FIFA World Cup 2026: આજથી ફૂટબોલનો મહાકુંભ, ઓપનિંગ સેરેમનીમાં શકીરા કરશે પરફોર્મ
FIFA World Cup 2026: આજથી ફૂટબોલનો મહાકુંભ, ઓપનિંગ સેરેમનીમાં શકીરા કરશે પરફોર્મ
'2014 પછી દેશનો વિકાસ રોકેટ ગતિએ વધ્યો', 12 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદીનો મોટો દાવો, જાણો 10 મોટી વાતો
'2014 પછી દેશનો વિકાસ રોકેટ ગતિએ વધ્યો', 12 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદીનો મોટો દાવો, જાણો 10 મોટી વાતો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેકોર્ડબ્રેક
Gujarat Rain Forecast : ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી
Patan ABVP Protest : ફી વધારા સામે ABVPનું હેમચંદ્રાચાર્ય યુનિ.માં વિરોધ પ્રદર્શન
Surat Demolition : સુરત ભૂતિયા ડિમોલિશન, મનપા અધિકારીના જુઠ્ઠાણાનો કોંગ્રેસે કર્યો પર્દાફાશ
PM Modi Speech : રાજકીય અસ્થિરતાને કારણે દેશને નુકસાન , PM મોદીનું સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: 'ભૂતિયા ડિમૉલિશન' મામલે મોટો ધડાકો, 12 દિવસ બાદ મનપાએ કહ્યું 'કાર્યવાહી સંપૂર્ણરીતે કાયદેસર'
Surat: 'ભૂતિયા ડિમૉલિશન' મામલે મોટો ધડાકો, 12 દિવસ બાદ મનપાએ કહ્યું 'કાર્યવાહી સંપૂર્ણરીતે કાયદેસર'
ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી, 11થી 15 જૂન દરમિયાન આ જિલ્લામાં વરસશે વરસાદ
ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી, 11થી 15 જૂન દરમિયાન આ જિલ્લામાં વરસશે વરસાદ
FIFA World Cup 2026: આજથી ફૂટબોલનો મહાકુંભ, ઓપનિંગ સેરેમનીમાં શકીરા કરશે પરફોર્મ
FIFA World Cup 2026: આજથી ફૂટબોલનો મહાકુંભ, ઓપનિંગ સેરેમનીમાં શકીરા કરશે પરફોર્મ
'2014 પછી દેશનો વિકાસ રોકેટ ગતિએ વધ્યો', 12 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદીનો મોટો દાવો, જાણો 10 મોટી વાતો
'2014 પછી દેશનો વિકાસ રોકેટ ગતિએ વધ્યો', 12 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદીનો મોટો દાવો, જાણો 10 મોટી વાતો
ENG vs NZ 2nd Test: નાઈટ ક્લબ વિવાદ બાદ કેપ્ટન બેન સ્ટોક્સ ટીમમાંથી બહાર, નવા કેપ્ટનની જાહેરાત
ENG vs NZ 2nd Test: નાઈટ ક્લબ વિવાદ બાદ કેપ્ટન બેન સ્ટોક્સ ટીમમાંથી બહાર, નવા કેપ્ટનની જાહેરાત
ટ્રમ્પની ઈરાનને આરપારની ધમકી: જો ટૂંક સમયમાં કરાર નહીં થાય તો બુધવારે....
ટ્રમ્પની ઈરાનને આરપારની ધમકી: જો ટૂંક સમયમાં કરાર નહીં થાય તો બુધવારે....
ગૂડ ન્યૂઝ! પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટી ખતમ; જાણો પ્રતિ લિટરે તમને કેટલો થશે ફાયદો
ગૂડ ન્યૂઝ! પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટી ખતમ; જાણો પ્રતિ લિટરે તમને કેટલો થશે ફાયદો
'જહન્નુમ બના દેંગે', અમેરિકાની એક્શનથી ગુસ્સે ભરાયુ ઇરાન, કુવૈત-બહેરીનમાં US ઠેકાણાંઓ પર ભારે બૉમ્બમારો, હોર્મુઝ બંધ
'જહન્નુમ બના દેંગે', અમેરિકાની એક્શનથી ગુસ્સે ભરાયુ ઇરાન, કુવૈત-બહેરીનમાં US ઠેકાણાંઓ પર ભારે બૉમ્બમારો, હોર્મુઝ બંધ
Embed widget