Sokhada Haridham Temple: સોખડા હરિધામ મંદિર વિવાદ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. બંને પક્ષો વચ્ચેની સમાધાન માટેની પ્રથમ બેઠક પૂર્ણ  થઈ છે. બંને પક્ષોએ સમાધાન માટે તૈયારીઓ દર્શાવી છે. સંસ્થામાં પ્રેમ વિશ્વાસનું વાતાવરણ કેળવાય તે માટે સમાધાની વલણ અપનાવવાની તૈયારી બતાવી છે.  જોડે સંપીને સંસ્થા ચલાવવા માટે કહેવામાં આવ્યું છે. હરિપ્રસાદ સ્વામીની સંસ્થા જોડે મળીને ચલાવવાની વાત સામે આવી છે. 


 



પ્રથમ બેઠક પૂર્ણ થયા બાદ ફરી વધુ એક વખત સમાધાનની મિટિંગ યોજાશે. 12 મેના દિવસે મિડીયેટરની હાજરીમાં બીજી બેઠક મળશે. 12 મેના રોજ 11.30 વાગે વધુ એક બેઠક યોજાશે. હાઇકોર્ટ નિવૃત્ત જસ્ટિસ એમ.એસ.શાહ ઉપસ્થિતમાં આ બેઠક મળશે. જો કે, પ્રબોધસ્વામી દ્વારા કેટલીક શરતો મૂકવામાં આવી હતી છે.  પ્રબોધસ્વામીએ મુકેલી શરતોમાં પ્રેમસ્વરૂપ સ્વામીએ તૈયારીઓ દર્શાવી છે. પ્રબોધ સ્વામીએ મુકેલી શરતોની વાત કરીએ તો, જે પગલાં ટ્રસ્ટ માટે લેવાયા છે તે પાછા ખેંચવામાં આવે અને ગુરુની હાજરીમાં જે પરિસ્થિતિ હતી તે પરિસ્થિતિ ફરી રાખવામાં આવે. આમ મોટા વિવાદ બાદ સોખડા હરિધામમાં ફરી શાંતિ પ્રસ્થાપિત થાય તેવા એંધાણ છે.


ભારતી આશ્રમ વિવાદ મામલે મોટા સમાચાર, આ સંત સામે નોંધાશે પોલીસ ફરિયાદ
અમદાવાદ: સરખેજ ભારતી આશ્રમ વિવાદ હવે વધુ ઉગ્ર બન્યો છે. જૂનાગઢ મહંત હરીહરાનંદજી મહારાજ બે દિવસ ગુમ થતા આ સમગ્ર વિવાદ સપાટી પર આવ્યો હતો. હરિહરાનંદજી મહારાજે સરખેજ આશ્રમના વિવાદને કારણે ગુમ થયા હોવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ સરખેજ આશ્રમ મામલે ઋષી ભારતી બાપુએ ખોટું વિલ ઉભુ કર્યુ હોવાનો તેમણે આક્ષેપ લગાવ્યો હતો. જેથી સરખેજ આશ્રમનાં વિવાદમાં ઋષિ ભારતી બાપુ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવશે. હરિહરાનંદ સ્વામી તરફથી યદુનંદસ્વામી પોલીસ ફરિયાદ કરશે. અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં ઋષિ ભારતી બાપુ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવશે. આ ઉપરાંત યદુનંદસ્વામી સરખેજના ઋષિ ભારતીબાપુનું નકલી વિલ એક્સ્પોઝ કરશે.


બનાસકાંઠા: કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય હજારો સમર્થકો સાથે ભાજપમાં જોડાશે


Elections 2022: દાતાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા વસંત ભટોળ ભાજપમાં જોડાશે. આજે કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હસ્તે કેસરિયો ખેસ પહેરશે. તેઓ પોતાના સમર્થકો સાથે કમલમ ખાતે ભાજપમાં જોડાશે. તમને જણાવી દઈએ કે, વસંત ભટોળ બનાસ ડેરીના પૂર્વ ચેરમેન પરથી ભટોળના પુત્ર છે. પરથી ભટોળ બનાસડેરીમાં 22 વર્ષ સુધી ચેરમેન રહ્યા છે. વસંત ભટોળ 2019માં ભાજપમાંથી રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાયા હતા. જોકે હવે યુવા નેતા વસંત ભટોળ ફરી ભાજપમાં જોડાશે. જેથી 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ફાયદો થશે. દાતાના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ કોંગ્રેસ છોડી ફરીથી ભાજપમાં આગમનથી કોંગ્રેસમાં મોટું ગાબડું પડશે. નોંધનિય છે કે, યુવા ટીમમાં વસંત ભટોળ મોટું નેટવર્ક ધરાવે છે. આજે વસંત ભટોળ તેમના 3 હજારથી વધુ સમર્થકો સાથે ગાંધીનગર કમલમ ખાતે કેસરિયો કરશે