અમદાવાદઃ આવતી કાલથી ચાર દિવસ ગુજરાતમાં માવઠું થવાની આગાહી છે. બંગાળની ખાડીના સર્ક્યુલેશનની અસરને પગલે અમદાવાદમાં સોમવારે ઠંડીનો પારો વધીને 18.4 ડિગ્રી નોંધાયો હતો. શહેરમાં 17 થી 20 નવેમ્બર સુધીમાં માવઠું થવાની સંભાવના છે. આ સિવાય અન્ય વિસ્તારોમાં પણ ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. 


ગુજરાતમાં માવઠાની આગાહી
17 થી 20 તારીખ સુધી વરસાદની આગાહી છે. 17મી નવેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે. પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાશે. 20 તારીખે દક્ષિણ ગુજરાત તેમજ ગુજરાત રિજિયન, જેમાં અમદાવાદ, આણંદ, દાહોદ, ખેડા, મહીસાગર, મહેસાણા અને પંચમહાલમાં પણ વરસાદની આગાહી છે. માવઠાના કારણે શિયાળું પાકને ભારે નુકસાન થશે. 


અમદાવાદમાં આ સ્થળો પર નોનવેજની લારીઓ ઉભી નહિ રાખી શકાય









 


 


ઈંડા અને નોનવેજની લારીઓ અંગે મોટો નિર્ણય લેવાયો છે. શહેરના મુખ્યમાર્ગ તેમજ ધાર્મિક સ્થાન પાસે નોનવેજની લારીઓ ઉભી નહિ રાખવા નિર્ણય લેવાયો છે. સ્કૂલ કોલેજ, કમ્યુનિટી હોલ  પાસે ઈંડા અને  નોનવેજની લારીઓ નહિ ઊભી રાખવા નિર્ણય લેવાયો છે. ટી પી કમિટીમાં નિર્ણય લેવાયો છે. આવતીકાલથી અમલ ચાલુ કરશે.


 


 


 


રાજ્યના ચાર શહેરોમાં જાહેર સ્થળો પર ઇંડા અને નોનવેજની લારીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સૌ પ્રથમ રાજકોટ મેયરે શહેરના જાહેર સ્થળો પર નોનવેજની લારીઓ હટાવવા માટેના આદેશ કર્યા હતા. ત્યારબાદ એક પછી એક મોટા શહેરોની મનપા પણ આ પ્રકારના નિર્ણયો લેવા માંડી છે. રાજકોટ બાદ વડોદરાના મેયરે પણ શહેરમાં જાહેર સ્થળો પર ધમધમતી નોનવેજની લારીઓને હટાવવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ જૂનાગઢ મહાનગર પાલિકા અને ભાવનગર નગરપાલિકાએ પણ હવે શહેરમાં જાહેર સ્થળો પર ધમધમતી નોનવેજની લારીઓને હટાવવાનો નિર્ણય કર્યો છે. રસ્તા પરથી હવે નોનવેજની લારીઓને દુર કરવામાં આવશે. જો કે આવી જ નોનવેજની લારીઓને કોઈ એક સ્થળે જ રાખવા માટેની પણ વ્યવસ્થા મહાનગર પાલિકાઓ કરી રહી છે.


 


 


 


બીજી તરફ અમદાવાદના પાલડી વોર્ડના કાઉન્સિલર અને રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકિલે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખી  જાહેરમાં નોનવેજની લારી ન ઉભી રાખવા દેવામાં ના આવે તેવી વાત કરી હતી. તેમણે રજૂઆત કરી હતી કે  નોનવેજની લારીઓના કારણે બહાર નીકળવુ મુશ્કેલ બની જાય છે. લારીની આસપાસ સ્વચ્છતાનુ પણ ધ્યાન ન રખાતુ હોવાની કાઉન્સિલરે ફરિયાદ કરી હતી.  આ તમામ કારણો સાથે ત્વરિત ધોરણે જાહેર માર્ગો પરથી નોનવેજની લારીઓ હટાવવાની રજૂઆત કરી હતી.