દિલ્હીના રાજઘાટ ખાતે સર્વ-ધર્મ પ્રાર્થના સભા યોજાઈ હતી. આ ઉપરાંત, અમદાવાદ અને પોરબંદરમાં પણ વિશેષ પ્રાર્થના સભાઓનું આયોજન કરાયું હતું.
Gandhi Jayanti 2026: ગાંધી જયંતી નિમિતે ગાંધી આશ્રમ અને કીર્તિમંદિર ખાતે યોજાઈ સર્વધર્મ પ્રાર્થના સભા, CM ભૂપેન્દ્ર પટેલે આપી શ્રદ્ધાંજલિ
Gandhi Jayanti 2026: આજે સમગ્ર દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની 157મી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. આ અવસરે દેશભરમાં તેમજ વિદેશમાં ભારતીય મિશન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

- મહાત્મા ગાંધીની 157મી જન્મજયંતિ દેશભરમાં શ્રદ્ધાપૂર્વક ઉજવાઈ.
- વડાપ્રધાન મોદીએ રાજઘાટ ખાતે બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી.
- અમદાવાદ આશ્રમ-પોરબંદર કીર્તિમંદિરે સર્વધર્મ પ્રાર્થના સભાઓનું આયોજન થયું.
- મુખ્યમંત્રી પટેલે ગાંધીજીના વિચારો યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
Gandhi Jayanti 2026: આજે સમગ્ર દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની 157મી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. આ અવસરે દેશભરમાં તેમજ વિદેશમાં ભારતીય મિશન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આવેલા તેમના સ્મારક 'રાજઘાટ' ખાતે સર્વ-ધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે રાજઘાટ ખાતે તેમના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. તો બીજી તરફ અમદાવાદ અને પોરબંદરમાં પણ વિશે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો....PM મોદીએ બાપુને રાજઘાટ પહોંચીને આપી શ્રદ્ધાંજલિ, લાલ બહાદુર શાસ્ત્રીને પણ કર્યા યાદ
સાબરમતી ગાંધી આશ્રમ ખાતે સર્વધર્મ પ્રાર્થના સભાનું ભવ્ય આયોજન
આજે ગાંધી જયંતીના પાવન અવસરે અમદાવાદ સ્થિત સાબરમતી ગાંધી આશ્રમ ખાતે સર્વધર્મ પ્રાર્થના સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રાર્થના સભામાં વિવિધ ધર્મના પ્રાર્થના તેમજ પ્રવચનનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે શ્રી લેલા તૈયબજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સવારે સર્વધર્મ પ્રાર્થના સાથે પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન મહાત્મા ગાંધીજીના સત્ય, અહિંસા અને સર્વધર્મ સમભાવના વિચારોને યાદ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગાંધી આશ્રમના ટ્રસ્ટીઓ અને સ્થાનિક આગેવાનો સહિત અનેક અગ્રણી મહાનુભાવો હાજર રહ્યા હતા.
LIVE: મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે પોરબંદર કીર્તિમંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થનાસભામાં સહભાગી થતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. https://t.co/UP3JYhH2XO
— CMO Gujarat (@CMOGuj) October 2, 2026
ગાંધી આશ્રમ ખાતે ઉપસ્થિત 104 વર્ષના ગાંધીવાદી વિજય શંકર જોષીએ પોતાની સ્મૃતિઓ વાગોળતા જણાવ્યું હતું કે, 1947માં ભાગલા વખતે તેઓ સ્ટીમર માર્ગે પાકિસ્તાનથી ભારત આવ્યા હતા. તેમણે ગાંધીજીને લખતર સ્ટેશન પર થર્ડ ક્લાસના ડબ્બામાં જોયા હતા અને એ સમયે તેમની ઉંમર 15 વર્ષની હતી. તેઓ દિલ્હીમાં દર શુક્રવારે સાંજે ગાંધીજીની પ્રાર્થના સભામાં જતા હતા અને જો ગાંધીજી પાંચ મિનિટ પણ મોડા પડે તો સભામાં માફી માગતા હતા. તેમણે કરાંચીમાં માઉન્ટબેટન અને મોહમ્મદ અલી ઝીણાની પ્રતિમાને તુર્કિસ્ટ ટોપી ઓઢાડી હોવાનો પ્રસંગ પણ યાદ કર્યો હતો. જ્યારે ગાંધીજીને ગોળી વાગી ત્યારે તેઓ માણેક ચોકમાં હતા અને બાદમાં મોરારજી દેસાઈ વડાપ્રધાન હતા ત્યારે પણ તેમની સાથે વાત થઈ હતી. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી દર શુક્રવારે અહીં પ્રાર્થના સભામાં આવે છે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે પોરબંદર ખાતે કીર્તિમંદિરની પવિત્ર ભૂમિ પર પૂજ્ય બાપુને ભાવસભર શ્રદ્ધાસુમન અર્પણ કર્યા.
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 2, 2026
આ અવસરે આયોજિત સર્વધર્મ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહી બાપુના સત્ય, અહિંસા અને સર્વોદયના ઉચ્ચ આદર્શોનું સ્મરણ કર્યું. પૂજ્ય બાપુના વિચારો… pic.twitter.com/Jy6JdQAIbi
કીર્તિમંદિર ખાતે પણ ગાંધી જન્મ જયંતી નિમિત્તે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ
બીજી તરફ, ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરના કીર્તિમંદિર ખાતે પણ ગાંધી જન્મ જયંતી નિમિત્તે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ હતી. આ પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને ગાંધીજીના તૈલીચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ તકે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, 'ખાદી ફોર ફેશન, ખાદી ફોર નેશન' દ્વારા યુવાનોમાં ખાદીનો ક્રેઝ વધ્યો છે. તેમણે ઉમેર્યું કે રાષ્ટ્રના વિકાસ માટે બાપુએ જોયેલું સ્વપ્ન આજે સાકાર થઈ રહ્યું છે. બાપુએ દેશને ગુલામીમાંથી મુક્તિ અપાવી હતી અને હવે 2047 માં આઝાદીની શતાબ્દી નિમિત્તે વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવાનું છે.
Before You Go
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Frequently Asked Questions
ગાંધી જયંતિ નિમિત્તે કયા મુખ્ય કાર્યક્રમો યોજાયા હતા?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.
સાબરમતી ગાંધી આશ્રમ ખાતે કયા કાર્યક્રમનું આયોજન કરાયું હતું?
અમદાવાદ સ્થિત સાબરમતી ગાંધી આશ્રમ ખાતે ગાંધી જયંતિના પાવન અવસરે સર્વધર્મ પ્રાર્થના સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં વિવિધ ધર્મના પ્રાર્થના અને પ્રવચનનો સમાવેશ થતો હતો.
પોરબંદરમાં ગાંધી જયંતિની ઉજવણીમાં કોણ ઉપસ્થિત રહ્યા હતા?
ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરના કીર્તિમંદિર ખાતે યોજાયેલી સર્વધર્મ પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગાંધીજીના તૈલીચિત્રને પુષ્પાંજલિ પણ અર્પણ કરી.
ગાંધી જયંતિના કાર્યક્રમો કયા વિચારોને યાદ કરવા માટે યોજાય છે?
ગાંધી જયંતિના આ કાર્યક્રમો દરમિયાન મહાત્મા ગાંધીજીના સત્ય, અહિંસા અને સર્વધર્મ સમભાવના વિચારોને યાદ કરવામાં આવ્યા હતા.






















