ભાજપના કયા દિગ્ગજ નેતાની હત્યા કરવા આવેલો શાર્પ શૂટર ઝડપાયો? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 19 Aug 2020 12:08 PM (IST)
ભાજપના નેતા અને ગુજરાત ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ ગોરધન ઝડફિયાની હત્યાના ષડયંત્રનો પર્દાફાશ.
અમદાવાદઃ ગુજરાતમાં ભાજપના દિગ્ગજ નેતાની હત્યાના કાવતરાનો પર્દાફાશ થયો છે. સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે ભાજપના નેતા અને ગુજરાત ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ ગોરધન ઝડફિયાની હત્યા કરવા માટે મુંબઈથી શાર્પ શૂટર અમદાવાદ આવ્યો હતો. જોકે, એન્ટી ટેરરીસ્ટ સ્ક્વોર્ડ(એટીએસ)એ તેને ઝડપી પાડ્યો છે. મળતી વિગતો પ્રમાણે આ શૂટર અમદાવાદમાં રિલિફ રોડ પર આવેલી વિનસ હોટલમાં રોકાયો હતો. એટીએસને બાતમી મળતા તેને પકડવા માટે ગઈ હતી. દરમિયાન શાર્પ શૂટરે ટીમ પર ફાયરિંગ કર્યું હતું. જોકે, એટીએસની ટીમે તેને ઝડપી પાડ્યો છે. આ શાર્ટ શૂટર મુંબઈના ડોન છોટા શકીલનો સાગરીત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ગઈ કાલે 10.10 વાગ્યે હોટલમાં આવ્યો હતો. નોંધનીય છે કે, આજે ગોરધન ઝડફિયા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે સૌરાષ્ટ્રના પ્રવાસે છે. ત્યારે જ તેમની હત્યાના કાવતરાનો પર્દાફાશ થયો છે. ગોરધન ઝડફિયા નરેન્દ્ર મોદીની સરકારમાં રાજ્યકક્ષાના ગૃહમંત્રી હતા.