અમદાવાદઃ ગુજરાતમાં શનિવારે કોરોનાના 10 નવા કેસ નોંધાયા હતો જ્યારે એકપણ વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ નોંધાયું નથી. 2 એપ્રિલ 2020 એટલે કે 513 દિવસ બાદ ગુજરાતમાં કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા હતા છેલ્લા 24 કલાકમાં 14 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ 8,15,154 દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર 98.76% છે. રાજ્યમાં હાલ 151 એક્ટિવ કેસ છે અને 4 દર્દી વેન્ટિલેટર પર છે. એકપણ એક્ટિવ કેસ ન હોય તેવા જિલ્લામાં અમરેલીનો પણ સમાવેશ થઇ ગયો છે. રાજ્યમાં કુલ 19 જિલ્લા એવા છે જ્યાં એકપણ એક્ટિવ કેસ નથી. રાજ્યમાં કોરોનાના ઘટી રહેલા સંક્રમણ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટું નિવેદન આપ્યું છે.


શું કહ્યું રૂપાણીએ.....


એક મીડિયા હાઉસ દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમમાં બોલતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, ગુજરાત સરકારે ત્રીજી લહેરને પહોંચી વળવાની તમામ તૈયારી કરી લીધી છે. બીજી લહેરમાં આપણે ઘણું બધું શીખ્યા છીએ, એટલે જ્યાં સુધારા જરૂરી હતા તે કરી દીધા છે. તેથી હું રાજ્યની પ્રજાને ખાતરી આપું છું કે કોરોનાની ત્રીજી લહેર આવશે તો પણ કોઈ તકલીફ નહીં પડે. પ્રજા હેરાન નહીં થાય. પરંતુ લોકોએ હજુ પણ સાવધાની રાખવાની જરૂર છે, કારણકે કોરોના હજુ ગયો નથી.


તેમણે એમ પણ કહ્યું કે, નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સખત મહેનત કરી એટલે તૈયાર પીચ મન મળી છે. આજે તેઓ દિલ્હીમાં બેસીને પણ ગુજરાતની ચિંતા કરે છે. કોરોના મહામારી હોય કે તૌક્તે વાવાઝોડું હોય પ્રજા કલ્યાણના તમામ કામો કર્યા છે અને ભરોસો તૂટવા દીધો નથી.


દેશમાં સતત ચોથા દિવસે 40 હજારથી વધારે કેસ


ભારતમાં કોરોના કેસ ફરી વધી રહ્યા છે. દેશમાં સતત ચોથા દિવસે 40 હજારથી વધારે કેસ નોંધાયા છે. રવિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 45,083 નવા કોરોના કેસ આવ્યા છે અને 460 સંક્રમિતોના મોત થયા છે. 24 કલાકમાં 35,840 લોકો કોરોનાથી ઠીક થયા છે.



  • કુલ કેસઃ 3 કરોડ 26 લાખ 95 હજાર 30

  • કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 18 લાખ 88 હજાર 642

  • એક્ટિવ કેસઃ 3 લાખ 68 હજાર 558

  • કુલ મોતઃ 4 લાખ 37 હજાર 558 


ગુજરાતમાં ક્યારથી થશે મેઘમહેર ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી


જાણો શું છે વિશિંગ ફ્રોડ ? કેવી રીતે લોકોને ઉતારવામાં આવે છે શીશામાં, જાણો બચવાનો ઉપાય