અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ (Gujarat elections) પછી કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે હવે ગુજરાતમાં નેતાઓ મોટી સંખ્યામાં કોરોના સંક્રમણનો ભોગ બની રહ્યા છે. આણંદ નગરપાલિકા (Anand Nagarpalika) ના પ્રમુખ કોરોના સંક્રમિત થયા છે.  રૂપલબેન પટેલ (Rupal Patel)નો RTPCR રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કરમસદ મેડિકલ પ્રિવિલેજમાં સારવાર હેઠળ છે. પ્રાથમિક લક્ષણ જણાતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. 


છેલ્લા 3 દિવસમાં એમના સંપર્કમાં આવેલ લોકોને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. તો રાજકોટમાં વધુ એક નેતા કોરોના સંક્રમિત થયા છે. પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડ (Uday Kangad)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ ક્વોરન્ટાઇન થયા છે. 


આ સિવાય ડાંગ  જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળભાઈ ગાવીત (Mangal Gavit)નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. મંગળભાઈ ગાવીત કોરોના સંક્રમિત થતા વઘઇ નિવાસસ્થાને હોમકોરોન્ટાઈન કરાયા છે. ડાંગ જિલ્લા( Dang Corona)માં પણ ધીમી ગતિએ કોરોના કેસની સંખ્યામાં વધારો નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. જિલ્લામાં ભાજપ સંગઠન મંત્રી, ધારાસભ્ય વિજયભાઈ પટેલ બાદ હવે  જિલ્લા પંચાયતના પ્રમુખ કોરોના સંક્રમિત થતા તંત્ર દોડતું થયું છે. 


રાજ્યમાં કોરોના સંક્રમણમાં  થોડો ઘટાડો થઈ રહ્યો છે.  ગઈકાલ કરતા આજના કેસ ઓછા નોંધાયા છે.  કોરોના વાયરસ (Coronavirus)ના કેસ છેલ્લા બે દિવસથી ઓછા  નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં  2252 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 8 લોકોના કોરોના (Corona)  સંક્રમણથી મૃત્યુ થયાં હતા. આજે રાજ્યમાં 1731 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  


 


રાજ્યમાં અત્યાર સુધી 2,86,577  લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.  ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 12 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 12041 પર પહોંચ્યા છે. જેમાંથી 149 લોકો વેન્ટિલેટર પર અને 11892 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.54 ટકા પર પહોંચ્યો છે. 


 


કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?


 


આજે અમદાવાદ કોર્પોરેશન(AMC)માં 3,  સુરત કોર્પોરેશન(SMC)માં 3, પંચમહાલ 1 અને રાજકોટ કોર્પોરેશનમાં 1 મોત સાથે કુલ 8  લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4500 લોકોના કોરોનાથી મોત થયા છે. 


 


આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 8 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1731 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,86,577  છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 11528 છે.


 


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


 


સુરત કોર્પોરેશનમાં 603, અમદાવાદ કોર્પોરેશનમાં 602, વડોદરા કોર્પોરેશનમાં 201 , રાજકોટ  કોર્પોરેશનમાં 198, સુરત 74, રાજકોટ 44,   ભાવનગર કોર્પોરેશન-36,  વડોદરા 35, મહેસાણા 31, ખેડા 27, નર્મદા 26,  જામનગર કોર્પોરેશન 25, મોરબી 25, પંચમહાલ 25, ગાંધીનગર કોર્પોરેશન 24, ભરૂચ 21, દાહોદ 21, ગાંધીનગર 20, અમરેલી 19, કચ્છ 18, મહીસાગર 17, આણંદ 16, સાબરકાંઠા 15, વલસાડ 14, સુરેન્દ્રનગર 13, પાટણ 12, અમદાવાદ 10, અરવલ્લી 9, ભાવનગર 9, જૂનાગઢ કોર્પોરેશન 9, ગીર સોમનાથ અને જામનગરમાં 8-8  કેસ નોંધાયા હતા.  


 


કેટલા લોકો ડિસ્ચાર્જ થયા ?


 


આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 8 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1731 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,86,577  છે. 


 


સુરત કોર્પોરેશનમાં 503,  અમદાવાદ કોર્પોરેશનમાં 577, વડોદરા કોર્પોરેશનમાં 137 , રાજકોટ  કોર્પોરેશનમાં 115, સુરત 105, રાજકોટ 21,   ભાવનગર કોર્પોરેશન-18,  વડોદરા 14, મહેસાણા 7, ખેડા 22, નર્મદા 18,  જામનગર કોર્પોરેશન 22, મોરબી 11 લોકો ડિસ્ચાર્જ થયા છે.