અમદાવાદઃ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ રાજ્યના 27 બિનહથિયારી પોલીસ ઇન્સપેક્ટર્સની બદલી કરી છે. શિવાનંદ ઝા 31 જુલાઈએ નિવૃત્ત થવાના છે ત્યારે નિવૃત્તિના એક દિવસ પહેલાં જ તેમણે 30 ઓગસ્ટે બદલીના ઓર્ડર આપીને આશ્ચર્ય સર્જ્યું છે.


આ તમામ પોલીસ ઇન્સ્પેક્ટર્સ બિનહથિયારધારી શ્રેણીના છે. શિવાનંદ ઝા દ્વારા તમામ પોલીસ ઈન્સ્પેક્ટર્સને તાત્કાલિક રીતે બદલી વાળી જગ્યાએ હાજર થવા ઓર્ડર કરાયા છે.




ક્યા પોલીસ ઇન્સ્પેક્ટર્સની બદલી થઈ ?




  • જે.કે.પટેલઃ વડોદરા શહેરથી છોટાઉદેપુર

  • કે.એન.લાઠીયાઃ ઈન્ટેલીજન્સમાંથી વડોદરા શહેર

  • કે.એમ.પ્રિયદર્શીઃ પાટણથી અમદાવાદ ગ્રામ્ય

  • એમ.એ.વાઘેલાઃ એ.સી.બી.માંથી અમદાવાદ ગ્રામ્ય

  • આર.આર.રાઠવાઃ અમદાવાદ ગ્રામ્યથી વડોદરા વિભાગ

  • બી. કે.ચૌધરીઃ એ.સી.બી.માંથી બનાસકાંઠા,

  • એ.પી.સોમૈયાઃ સુરત વિભાગમાંથી સુરત શહેર

  • કે.ડી.ડીંડોરઃ ઈન્ટેલીજન્સમાંથી દાહોદ,

  • કે.એન.રાઠવાઃ ગાંધીનગરથી મહીસાગર

  • જે.એન.પરમારઃ સી.આઈ.ડી.ક્રાઈમમાંથી પંચમહાલ વિભાગ

  • એસ.પી.કહારઃ પાટણથી ઈન્ટેલીજન્સમાં

  • એલ.ડી.ગમારાઃ ભાવનગરથી આણંદ

  • સી.બી. ચૌધરીઃ એ.સી.બી.માંથી આણંદ

  • કે.એચ. સાંધઃ જીઈબીમાંથી જૂનાગઢ

  • બી.એમ.રાણાઃ વડોદરા શહેરથી સુરેન્દ્રનગર

  • એન.એલ.પાંડોરઃ પોરબંદરથી વડોદરા શહેર

  • આર.બી.દેસાઈ રાજકોટ ગ્રામ્યથી સી.આઈ.ડી. ક્રાઈમ

  • વી. કે.પટેલઃ રાજકોટ ગ્રામ્યથી સુરત ગ્રામ્ય

  • એસ.આર.ગામીતઃ અમદાવાદ શહેરથી વલસાડ

  • એમ.એમ.લાલીવાલાઃ સ્ટેટ કંટ્રોલથી અમદાવાદ શહેર

  • જે.કે.ભરવાડઃ ગીર સોમનાથથી અમદાવાદ શહેર

  • વી.ડી.મોરીઃ પોલીસ એકેડેમી (કરાઈ)થી અમદાવાદ શહેર

  • ડી.ડી.ઝાલાઃ પોલીસ એકેડેમી (કરાઈ)થી ભાવનગર

  • વી.એમ.દેસાઈઃ પી.ટી.સી. જુનાગઢથી અમદાવાદ શહેર

  • કે.ડી.જાડેજાઃ અમરેલીથી અમદાવાદ શહેર

  • ડી.વી.તડવીઃ અમદાવાદ શહેરથી વલસાડ

  • આર.એસ.ઠાકરઃ રાજકોટ શહેરથી અમદાવાદ શહેર