અમદાવાદઃ આજે સ્કાઉટ ભવન ખાતે પ્રતિબદ્ધતા સન્માન કાર્યક્રમમાં શિક્ષકોના સન્માન માટે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા. ત્યાં તેમણે શિક્ષકોનુ સન્માન કર્યું હતું. ધોરણ 11માં પ્રવેશ ન મળવા અંગે તેમણે કહ્યું હતું કે કોઈપણ વિદ્યાર્થી ધોરણ 11ના પ્રવેશથી વંચિત નહીં રહે. ગ્રાન્ટ ઇન શાળાઓમાં જે સ્કૂલોનો શિક્ષકોને હાજર નહીં કરે તેમની સામે કાર્યવાહી કરવાનું નિવેદન આપ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, 2938 શાળાઓમાંથી પાંચથી છ શાળાઓની ફરિયાદ અમારી સામે આવી છે, તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. ગ્રાન્ટઇન સ્કૂલોમાં કેટલીક સ્કૂલો શિક્ષકોને હાજર નથી કરતી. સરકારે નિમણૂક કર્યા બાદ પણ હાજર ન કરતી સ્કૂલો પર કાર્યાવહી થશે. આધુનિક શિક્ષણ સ્માર્ટ શાળાઓનું લોકાર્પણ કરાયું છે. અંગ્રેજી માધ્યમમાં પણ જુનિયર સિનિયર કેજીને લગતો અભ્યાસક્રમ સરકારી શાળામાં પ્રસિદ્ધ કરવાનું કામ AMCએ કર્યું. AMCનું આ કામ ધન્યવાદને પાત્ર છે.
પ્રતિબદ્ધતા સન્માન કાર્યક્રમમાં હાજર રહેલા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું હતું કે, આધુનિક શિક્ષણ બાળકોને મળી રહે એ માટે સ્માર્ટ સ્કૂલનું લોકાર્પણ કરાયું છે. AMC સંચાલિત સ્કૂલના શિક્ષકો ધન્યવાદને પાત્ર છેઅંગ્રેજી માધ્યમના જુનિયર અને સિનિયર કે.જી.ને લગતો અભ્યાસક્રમ સરકારી શાળામાં પ્રસિદ્ધ કરવાનું કામ શિક્ષકોએ જાતે જ કર્યું છે. ધોરણ 11ના પ્રવેશને લઈને શિક્ષણમંત્રીએ જાહેરાત કરી હતી કે, એક પણ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત નહિ રહે. કોઈ વિદ્યાર્થીઓ ચિતા કરવાની જરૂર નથી. શિક્ષણથી કોઈ વંચિત નહિ રહે.
ઠાકોર સમાજના મુખ્યમંત્રી મુદ્દે અલ્પેશે શું આપ્યું મોટું નિવેદન? જાણો વિગત
ડીસાઃ ગુજરાતમાં આગામી 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે અત્યારથી જ રાજકારણ ગરમાવા લાગ્યું છે. પાટીદાર સહિત કેટલાક સમાજ દ્વારા તેમના સમાજના મુખ્યમંત્રી બને તેવી પણ લાગણી વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે ગઈ કાલે ડીસામાં અલ્પેશ ઠાકોરને તેમના સમાજના મુખ્યમંત્રીની માંગ અંગે પૂછવામાં આવતા તેમણે આ અંગે પ્રતિક્રિયા આપી હતી.
અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી પ્રજાલક્ષી હોવો જોઇએ. કોઈ સમાજની માંગ જ શું કામ ઉભી થાય. દરેક સમાજને અધિકારી છે, દરેક સમાજના નેતા મુખ્યમંત્રી બને એવી લાગણી હોય. પણ એક એવા નેતાની જરૂર છે, કે જે આવી કોઈ સમાજની માંગણી જ ઉભી ન થવી જોઇએ. તમામ સમાજોની જે નાની મોટી સમસ્યા છે, તે દૂર કરવાની જવાબદારી સરકારની છે અને સરકાર જ આ સમસ્યાનો હલ કરી શકે છે. પ્રજાલક્ષી, પ્રજાતંત્રમાં પ્રજાની પીડાને વાચા આપે એવા મુખ્યમંત્રી અને એવા નેતાની જરૂર હોય છે.
તેમણે જણાવ્યું હતું કે, મારી વાત હંમેશા એવી જ હોય છે. હું કોઇ પાટીદાર સમાજ કે સવર્ણ સમાજનો વિરોધ નથી કરતો અથવા કોઈ પછાત જ આવે એવી કોઈ વાત નથી, પણ વાત એ છે કે એવા નેતાને જોવા માંગુ છું, જે નેતા ગુજરાતની પ્રજાની પીડાને સમજી શકે અને પીડા દૂર કરી શકે.
ડીસામાં ગઈ કાલે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ની કારોબારી બેઠક મળી હતી. ઠાકોર સેના સુપ્રીમો અલ્પેશ ઠાકોરની હાજરીમાં બેઠક મળી હતી. બેઠકમાં જિલ્લાભરમાંથી હજારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મીડિયાના સવાલમાં અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું હતું કે, પાર્ટીને જરૂર નહીં હોય એટલે ઠાકોર સમાજની અવગણના થઈ રહી છે. મારુ કામ હું ચૂંટણી માટે નહીં, સંગઠન અને વ્યસન મુક્તિ માટે કરું છું.