અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની આગામી ચૂંટણીને લઇ કોંગ્રેસ એક્શનમાં મોડમાં આવી ગઈ છે. કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા આજથી ઉમેદવાર પસંદગી પ્રક્રિયા હાથ ધરશે. 4 જિલ્લાની બેઠકોના ઉમેદવારોની પસંદગી માટે આજે પ્રથમ બેઠક મળવાની છે. રાજકોટ, જૂનાગઢ, વડોદરા અને ગીર સોમનાથની બેઠકો માટે ચર્ચાનો પ્રારંભ થશે. 


2017માં આ ચારેય જિલ્લાની બેઠકો પર ચૂંટણી લડેલા લોકો સાથે ચર્ચા કરશે. ચારેય જિલ્લાના આગેવાનો સાથે પણ પ્રભારી રઘુ શર્મા ચર્ચા કરશે. 2017ની ચૂંટણી જીતેલા અને હારેલા તમામ લોકો સાથે ચર્ચા કરશે. નોંધનીય છે કે, આગામી ઓક્ટોબર મહિનામાં કે નવેમ્બર મહિનામાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ જશે. ચૂંટણીને હવે નવ જ મહિનાની વાર છે, ત્યારે કોંગ્રેસે અત્યારથી જ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. 


સુરતઃ કોંગ્રેસના મોટા નેતાઓના અલ્પેશ કથીરિયાની મુલાકાતે પહોંચ્યા છે. ગુજરાત કોંગ્રેસના ચાર ધારાસભ્યો પાસ નેતા અલ્પેશ કથરીયાની ઓફિસ પહોંચ્યા હતા. ધારાસભ્ય લાલિતભાઈ કથગરા,લાલિતભાઈ વસોયા, કિરીટ પટેલ અને પ્રતાપ દુઘાત પહોંચ્યા હતા. અલ્પેશ કથીરરિયાની ઓફિસ ખાતે મિટિંગ કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના રાજકારમમાં ગરમાવો આવી ગયો છે. 


કોંગ્રેસના ધારાસભ્યોએ કહ્યું હતું કે, પાટીદારો સામેના કેસ પાછા ખેંચવા અંગે બેઠક થઈ. સમાજના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ આવે. અલ્પેશ કથિરિયાને રાજકીય સ્ટેન્ડ નક્કી કરવા અંગે પણ કોંગ્રેસના નેતાઓએ તેમની સાથે ચર્ચા કરી હતી. પાટીદાર આંદોલન અંગેના વચનોથી સરકાર ફરી ગઈ છે. અલ્પેશ કોંગ્રેસે જોડાવા મુદ્દે સમય આવશે, ત્યારે નિર્ણય લેવાની વાત કરી હતી. 


છોટાઉદેપુર : રાજયકક્ષાના આરોગ્ય તેમજ આદિજાતિ વિકાસ મંત્રી નિમિષા સુથાર કોરોના સંક્રમિત થયા છે. રાજયકક્ષાના આરોગ્ય પ્રધાન નિમિષા સુથારનો RTPCR રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્યપ્રધાન થયા સેલ્ફ કવોરંટાઈન થયા છે. છેલ્લા થોડા સમયમાં તેમના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને પણ કોરોના રિપોર્ટ કરાવવા સોશિયલ મીડિયા મારફતે જણાવ્યું. 


તેમણે ટ્વીટ કરીને માહિતી આપી છે કે, મારો RT-PCR ટેસ્ટ નો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. ડૉક્ટરોની સલાહ મુજબ હું સેલ્ફ કોરંટાઈન થઇ છું, તબિયત સારી છે. આથી છેલ્લા થોડા દિવસોમાં મારા સંપર્કમાં આવેલ તમામ મિત્રો/સ્નેહીજનો ને સાવચેતીના ભાગરૂપે જરૂરી તકેદારી રાખવા અને લક્ષણો જણાતા કોવિડ ટેસ્ટ કરાવવા અનુરોધ કરું છું.


પ્રભારી મંત્રી નિમિષા સુથારની નાદુરસ્ત તબિયતને લઈ જિલ્લા કલેક્ટરના હસ્તે ધ્વજારોહણ કરાયું. મંત્રી નિમિષા સુથારના હસ્તે ધ્વજારોહણ થવાનું હતું. જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર થઈ હતી. 



સામાજિક ન્યાય અને અધિકારીતાના રાજયકક્ષાના મંત્રી આર. સી. મકવાણા કોરોના સંક્રમિત થયા  છે. કોરોનાના લક્ષણો જણાતા આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો. હાલ મંત્રી નિવાસ સ્થાને હોમ આઈસોલેટ થયા છે. અગાઉ કૃષિ મંત્રી રાધવજી કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. રાધવજી પટેલે પોતાના ટ્વિટ એકાઉન્ટ પર ટ્વિટ કરી આ અંગે જાણકારી આપી હતી. કૃષિ મંત્રી રાધવજી પટેલે ટ્વિટ કરતા કહ્યું, આજરોજ મને કોરોનાના સામાન્ય લક્ષણો દેખાયા બાદ મેં કોરોના ટેસ્ટ કરાવ્યો અને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  છેલ્લા થોડાક દિવસોમાં મારા સંપર્કમાં આવેલ તમામ મિત્રો, શુભેચ્છકોને સ્વેચ્છાએ સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ટેસ્ટ કરાવી લેવા વિનંતી કરું છું.