AHMEDABAD : ગુજરાત ભાજપની  બે દિવસીય ચિંતન શિબિર (Gujarat BJP Chintan Shivir)અથવા મંથન સત્ર સોમવારે સાંજે અમદાવાદ નજીક એક રિસોર્ટમાં સમાપ્ત થઇ. ગુજરાત સરકારના પ્રવક્તા, શિક્ષણ મંત્રી જીતુ વાઘનીએ જણાવ્યું  કે આ શિબિરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ બીએલ સંતોષ, રાજ્ય એકમના વડા સીઆર પાટીલ સાથે વિધાનસભાની ચૂંટણી (Gujarat Elections 2022) ની વ્યૂહરચના ઘડવાના ઉદ્દેશ્ય સાથે લગભગ 30 અગ્રણી નેતાઓએ હાજરી આપી હતી.


શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પત્રકારોને જણાવ્યું હતું કે ચર્ચા દરમિયાન શું થયું તેની વિગતમાં ગયા વિના, ભાજપ 2017ની વિધાનસભા ચૂંટણી માં હારી ગયેલી બેઠકો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે.


મંત્રી જીતુ વાઘાણીએ  કહ્યું, "અમે ખુબ મોટા  માર્જિન સાથે વિજયની ખાતરી કરવા અને 2024 ની સામાન્ય ચૂંટણીઓ માટે અમારી મજબૂત બેઠકોને વધુ મજબૂત કરવા માટે પણ કામ કરીશું."


તેમણે વધુમાં કહ્યું કે પાર્ટીના નેતૃત્વએ ભૂતકાળની ચૂંટણીના પરિણામોની તપાસ અને વિશ્લેષણ કર્યું છે.


મંત્રી જીતુ વાઘાણીએ  કહ્યું, "અમે એ પણ ચર્ચા કરી હતી કે મહિલા સેલ, ઓબીસી સેલ અને યુવા મોરચા જેવા વિવિધ સેલ ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આગામી દિવસોમાં પાર્ટી ગુજરાતમાં અમિત શાહ અને જેપી નડ્ડા જેવા રાષ્ટ્રીય નેતાઓના કાર્યક્રમોને અંતિમ સ્વરૂપ આપશે." 


વાઘાણીએ જણાવ્યું હતું કે ચૂંટણી (Gujarat Elections 2022)  ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ  સીઆર પાટીલ અને ગૃહ પ્રધાન અમિત શાહના નેતૃત્વ હેઠળ લડવામાં આવશે કારણ કે ભાજપની "સામૂહિક નેતૃત્વ" ની પરંપરા છે.


2017ની વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે 99 બેઠકો કબજે કરીને સત્તા જાળવી રાખી હતી, જે જરૂરી બહુમતી કરતાં માંડ સાત વધુ હતી