શોધખોળ કરો

અમદાવાદમાં મસાલામાં ભેળસેળનો પર્દાફાશ, મરચું, હળદર, ધાણાજીરુંમાં ડાઈ કલરની કરતા ભેળસેળ

ગુજરાતમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ભેળસેળખોરો સામે આરોગ્ય વિભાગે ફરી એકવાર કડક કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ભેળસેળખોરો સામે આરોગ્ય વિભાગે ફરી એકવાર કડક કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના માધુપુરામાં ફૂડ વિભાગે દરોડા પાડી ડાઈ કલરની ભેળસેળવાળા મરચું, હળદર અને ધાણાજીરું પાઉડરનો અંદાજે 12.5 લાખ રૂપિયાનો 2 હજાર કિલોથી વધુનો જથ્થો જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં આ મસાલા 'કેસરીનંદન સ્પાઈસીસ' નામથી બજારમાં વેચાતા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ વડોદરામાં પણ મહાનગરપાલિકાએ શંકાસ્પદ ખાદ્ય તેલ અને અન્ય ખાદ્યપદાર્થો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે.

 રખિયાલની તપાસ બાદ ખુલ્યો ભેળસેળનો ભાંડો

અમદાવાદમાં થોડા દિવસ પહેલાં રખિયાલ વિસ્તારમાં આવેલી જય અંબે ભોજનાલયમાંથી ગ્રેવીનો નમૂનો લેવામાં આવ્યો હતો. લેબોરેટરી તપાસમાં આ નમૂનો 'અનસેફ' જાહેર થયો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ગ્રેવી બનાવવામાં ઉપયોગમાં લેવાયેલા મસાલા શંકાસ્પદ હતા. આ કડીના આધારે ફૂડ વિભાગે સપ્લાય ચેઇનની તપાસ શરૂ કરી હતી.

માધુપુરાની જય માતાજી ટ્રેડર્સમાં દરોડા

તપાસ દરમિયાન અધિકારીઓ માધુપુરા વિસ્તારમાં આવેલી જય માતાજી ટ્રેડર્સ સુધી પહોંચ્યા હતા. અહીં 'કેસરીનંદન સ્પાઈસીસ' નામે મરચું, હળદર અને ધાણાજીરું પાઉડરનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં મસાલામાં ડાઈ કલરની ભેળસેળ કરીને તેને બજારમાં વેચવામાં આવતો હોવાનો પ્રાથમિક ખુલાસો થયો છે.

12.5 લાખનો 2 હજાર કિલો મસાલો જપ્ત

દરોડા દરમિયાન ફૂડ વિભાગે કુલ 2 હજાર કિલો મસાલાનો જથ્થો કબજે કર્યો હતો. તેમાં આશરે 1 હજાર કિલો તૈયાર પેકિંગવાળો મસાલો અને 1 હજાર કિલો લૂઝ મસાલા પાઉડરનો સમાવેશ થાય છે. આ જથ્થાની અંદાજિત કિંમત 12 લાખ 50 હજાર રૂપિયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

મસાલાના સેમ્પલ તપાસ માટે મોકલાયા

ફૂડ વિભાગે મરચું, હળદર અને ધાણાજીરું પાઉડરના સેમ્પલ લઈ વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. હવે લેબોરેટરીના રિપોર્ટના આધારે મસાલાની ગુણવત્તા અને તેમાં થયેલી ભેળસેળ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. જો નિયમોનું ઉલ્લંઘન સાબિત થશે તો સંબંધિત વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

વડોદરામાં પણ આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી

અમદાવાદ બાદ વડોદરામાં પણ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ભેળસેળખોરો સામે લાલઆંખ કરી છે. અકોટા, વારસિયા, ગોરવા અને સરદાર એસ્ટેટ સહિતના વિસ્તારોમાં ખાદ્ય તેલના વેપારીઓ અને વિવિધ એકમોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

976 કિલો શંકાસ્પદ પામોલીન તેલ સીઝ

કાર્યવાહી દરમિયાન અધિકારીઓએ રીફાઇન્ડ પામોલીન તેલનો અંદાજે 976 કિલો શંકાસ્પદ જથ્થો સીઝ કર્યો હતો. ઉપરાંત મરચા પાવડર, રતલામી સેવ અને રીફાઇન્ડ પામોલીન ઓઇલ સહિત કુલ 10 ખાદ્યપદાર્થોના નમૂના ગુણવત્તાની તપાસ માટે લેવામાં આવ્યા છે.

લેબોરેટરી રિપોર્ટ બાદ થશે કડક કાર્યવાહી

અમદાવાદ અને વડોદરામાં લેવામાં આવેલા તમામ નમૂનાઓ ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જો તપાસમાં ભેળસેળ અથવા ફૂડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન સાબિત થશે તો સંબંધિત વેપારીઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યમાં ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો સામે આરોગ્ય વિભાગની આવી કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહે તેવી શક્યતા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  
Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  
Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ
Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
Advertisement

વિડિઓઝ

Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Embed widget